________________
પત્રસુધા
૪૨૯
આ જીવે પરવશે ઘણાં દુ:ખ વેઠ્યાં છે; પણ સ્વવશે સમભાવ અર્થે ધ બુદ્ધિએ વેશે ત્યારે જ કલ્યાણ થવા ચેાગ્ય છે. રેશનિંગના કાયદાને અંગે ઘી જેવી વસ્તુ ઘટાડવી પડે; પણ પાપનું કારણ સમજાયું હોય, છતાં કંદમૂળ વાપરવાની વૃત્તિ રહે તે પડતી મુશ્કેલીઓને લક્ષમાં લીધી છતાં મુમુક્ષુતાની – ધમ ભાવનાની ખામી, પરભવમાં શી વલે થશે એવા વિચારની ખામી - ટૂંકામાં અનાર્ય અસરની મૂર્છા સમજાય છે. પાપમાં પ્રવવાના અનાર્ય વિચારને ઉત્તેજન આપી કેમ દેવાય ? આવી રીતે જ કંઈ પુરુષાર્થ કરી ઊંચે આવી પંત પરથી પડતું મૂકે એમ કરી અન`તકાળથી રઝળતા આવ્યેા છે. તેમાં નવાઈ જેવું નથી. નવાઈ જેવું તે તેવા પ્રસંગેાથી બચી જવાય તે છે. એક મેાક્ષગામી પુરુષની જ્ઞાનીપુરુષે કહેલી કથા સાંભળી, લીધેલા વ્રતથી પડી ગયા હૈ તે ઊભા થવાને બળ મેળવવા અર્થે ટૂંકામાં લખું છું, તેને શ્રદ્ધાપૂર્વક વિચારી આત્મહિતમાં તત્પર થવા ભલામણુ છે.
(જુએ પ્રવેશિકા શિક્ષાપાઠ ૪૪-૪૫-૪૬, રાત્રિભાજનત્યાગ વિષે કથા)
આ ટૂંકી વાતમાં ઘણું રહસ્ય છે. એક પણ જ્ઞાનીની આજ્ઞા જો મરતાં સુધી ટેક રાખી પાળે તે તેના ભવચક્રના આંટા ટળી જાય છે. જાણે આ પત્ર મળે ત્યારથી ફરી આજ્ઞા મળી છે એમ માની, તૂટેલું વ્રત સાંધી લઈ ટકાવી રાખવા ભલામણ છેજી. શાક વિના ખાવું પડે કે પાતાને હાથે રસોઈ કરવી પડે તે તેમાં હરકત નથી; પણ પાપનાં ફળ ખૂરાં છે અને આજ્ઞાભંગ એ મોટું પાપ છે, માટે પાપથી ડરતા રહી સદ્ગુરુની આજ્ઞા એ જ તરવાને ઉપાય છે. માટે મારે હવે પ્રાણ જાય પણ તે તજવી નથી એવી દૃઢતા મરણાંત સુધી ટકાવી પરમકૃપાળુદેવ પ્રત્યે પરમ પ્રેમ વધતા જાય તેમ વવા, વાંચવા, વિચારવા, ભાવના કરવા વિન'તી છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૪૨
અમાસ, તા. ૨૪-૮-૪૩
દુઃખના વખતમાં સામાન્યપણે જીવના ઉપયાગ જ્યાં દેહમાં વેદના થતી હાય ત્યાં વારવાર જવાના સ્વભાવ છે, તેને લઈ ને હું દુઃખી છું, દુઃખી છું એવેદન રહ્યા કરે છે. તેને જ્ઞાનીપુરુષોએ આત ધ્યાન કહ્યું છે. મુમુક્ષુ જીવે તેમ નહીં કરતાં જ્ઞાનીની આજ્ઞામાં વૃત્તિ રાખવી ઘટે છે. જ્ઞાનીએ દેહને પુદ્ગલને કહ્યો છે, વેદનીયકર્મ પણ પુદ્ગલ છે, તેના ઉદયે સૂર્યના પ્રકાશ જેમ વાદળાંથી રાકાય તેમ આત્માના આનંદ કે સુખ પણ વિકાર પામી દુઃખની કલ્પના ઊભી થાય છે અને મેહને લઈને ‘હું દુઃખી છું, મને વેદના છે, નથી રહેવાતું, હવે શું થશે ? મટશે કે નહીં? મરી જવાશે ?’ વગેરે વિકલ્પોની પરપરા દેહાધ્યાસને લઈ ને થાય છે તે દૂર કરી, સુખી થવાની કલ્પનાએ દૂર કરી, સુખદુઃખની કલ્પનાઓમાંથી કોઈ પણ કલ્પના કરવાની જ્ઞાનીની આજ્ઞા નથી એમ વિચારી, સત્સ`ગ કે સત્શાસ્ત્રમાં ભાવ રાખી, સ્મરણમત્ર વગેરે સાધનેાના અવલ અને ભાવ સદ્ગુરુ અને તેની આજ્ઞામાં રહે તે ધર્મધ્યાન થવાને સ‘ભવ છેજી. માટે માત્ત ધ્યાન દૂર થાય અને ધમ ધ્યાનમાં ભાવ રહે તેવા પુરુષાર્થ કરવા ભલામણ છેજી.
શાંતિ: