SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પગસુધા ૪૩૧ , અગાસ તા. ૧૨-૯-૪૩ તત છે. સત્ ભાદરવા સુદ ૧૩, ૧૯૯૯ ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; ક્ષમા-અર્થી યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરને મળ દૂર થઈ પવિત્ર થવાય છે તેમ આવા સંવત્સરી પર્વ જેવાં પર્વમાં પણ પૂર્વ પાપ છોડી હદય નિર્મળ કરવા ખમતખામણું કરવાનાં છે. ભૂતકાળને ભૂલી જઈ, મોક્ષમાર્ગમાં આગળ વધાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણ અને પરિણામ કરવાથી તે બની શકે એમ છે. પૂ. ત્યાં હોય તે મારા તરફથી તેમના કુટુંબને ક્લેશનું કારણ બન્યાનું તેમના ચિત્તમાં રહેતું હોય તે વિસારી ક્ષમા આપવા નમ્ર વિનંતી છે . મારા ચિત્તમાં કોઈને દૂભવવાને ભાવ હતું નહીં અને તે પણ નહીં, છતાં કર્મના ઉદયે તેમ કોઈને લાગ્યા કરતું હોય તે વિનયભાવે ખમાવવું એ વીતરાગ ધર્મની શોભા છે. અને આપણામાં વિનયભાવની ઉજજવળતાનું કારણ છે. કેટલે કાળ આ દેહમાં આપણે બેસી રહેવું છે.? લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે. વારાફરતી વારે આવે તેમ આપણે માથે મરણ ભમે છે તે અચાનક ઉપાડી જાય ત્યાર પહેલાં નિઃશલ્ય થઈ સદ્ગુરુ-શરણમાં બુદ્ધિ રાખી નિર્ભય બની જવા જેવું છે. આપણું ધાર્યું કાંઈ બનતું નથી, તે નકામા સંકલ્પ-વિકલ્પમાં બેટી થઈ કરવા ગ્ય એ આત્મવિચારરૂપ ધર્મ આરાધવામાં ઢીલ શા માટે કરવી? જેને સદ્દગુરુની આજ્ઞા મળી છે તે મહાભાગ્યશાળી જીવે તે હવે પ્રમાદ તજી પ્રાણની પેઠે તે આજ્ઞા પ્રત્યે અત્યંત આદર રાખી, પ્રાણુતે પણ તે ચકાય નહીં તે અભ્યાસ કરી દેવા ગ્ય છેજ. ઘણું ભવમાં સજજનેને સમાગમ જીવને થયે હશે, પણ પિતાની બેદરકારી અને મેહમાં જીવે સાચી વસ્તુને હૃદયમાં સ્થાન આપ્યું નથી તે ભૂલ આ ભવમાં કાઢી નાખવા ગ્ય છે. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૪૫ અગાસ તા. ૧૪-૯-૪૩ તત સત્ ભાદરવા સુદ ૧૫, મંગળ, ૧૯૯૯ જેમ બને તેમ કોઈ પ્રત્યે વેરભાવ ન થાય તેમ વર્તવાથી તથા ભક્તિમાંથી બીજે ચિત્ત વારંવાર ન જાય તેમ કરવાથી આત્મહિત સધાશે, નહીં તે સંસારનાં જન્મમરણ છૂટવા બહ મુશ્કેલ છે. ગમે તેવા સંયોગોમાં પણ પરમકૃપાળુદેવના ચરણકમળ હદયમાં શીતળતા પ્રેરતા રહે તેવી વૃત્તિ કર્યા વિના સંસાર તરી શકવે દુર્ઘટ છેજી. ચિત્ત અસ્થિર રહે તેવા લેશમાં ઊતરવા યોગ્ય નથી. પ્રારબ્ધમાં બાંધેલું હશે તેટલું જ જીવને મળે છે. કલેશ કર્યો વધારે મળે નહીં, કે કઈ નસીબમાંથી લૂટી શકે નહીં. “નહીં બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.” ધર્મ આરાધવાને વખત નકામી બાબતોમાં વહ્યો ન જાય એ વિચારવાને લક્ષમાં રાખવા ગ્ય છે”. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy