________________
પગસુધા
૪૩ આપને પત્ર મળે. આશ્રમમાં ભક્તિભાવ, સત્સંગ અર્થે આવવામાં કંઈ પ્રતિબંધ નથી, લાભનું કારણ છે. પરમકૃપાળુદેવને અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં આપણા જેવા અબુધ જનેને ઉત્તમ અધ્યાત્મમાર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે. સંસ્કૃત અને માગધી ભાષાના ધુરંધર પંડિતને પણ હદયગત થ દુર્લભ એ આત્મધર્મ જેણે બાળા-ભેળા જીને ગ્રાહ્ય થાય, સમજાય, અધ્યાત્મભૂખ પ્રગટે અને પોષણ મળે, તેવા સુંદર પત્રો, કાબે અને ગદ્યપદ્ય હાથને લખી આ કાળમાં મેહનિદ્રામાં ઊંઘતા આપણા જેવાને જગાડવા પ્રબળ પરિશ્રમ લીધે છે તે મહાપુરુષને પરમપ્રેમે નમસ્કાર હે !
૪૩૨
અગાસ, શ્રાવણ સુદ ૭, ૧૯૯૯ પરમકૃપાળુદેવ જેના હૃદયમાં વસ્યા છે, પરમકૃપાળુદેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયા છે, પરમકૃપાળુદેવના જે જે ગુણગ્રામ કરે છે તથા તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ ભવ્ય જ પ્રશંસાપાત્ર છેજ. આ કળિકાળમાં પણ જે કોઈ જીવનું કલ્યાણ થવું હશે તે અમથકી, બીજાથી નહીં – એવાં શ્રદ્ધાપ્રેરક અને પોષક વચને જેને ગમ્યાં છે, રોમ રોમ ઊતરી ગયાં છે તેને ગમે તેવાં દુઃખ આવે, લેશનાં કારણે ઉત્પન્ન થાઓ કે મરણને પ્રસંગ ભલે માથે ઝઝૂમતે જણાય તે પણ તે નિર્ભય રહી શકે છે, તે અનાથ, દીન, અશરણ નથી બનતે, પણ “ધીંગધણું માથે કિયે કુણુ ગંજે નર બેટ, વિમલજિન દીઠાં લેણુ આજ” એવી હિંમત રહે છે; વ્યાધિ આદિ કારણે આર્તધ્યાનને પ્રસંગ હોય તે પણ તેને તે મહાપુરુષની ભક્તિના પ્રભાવે ધર્મધ્યાન થાય છે. આ વાત વારંવાર વિચારી ક્લેશનાં કારણ દૂર થાય અને પરમકૃપાળુદેવનું જ એક શરણ મરણ સુધી ટકી રહે તેવી વિચારણે સર્વ કુટુંબીજનોને કરતા રહેવા ભલામણ છે. જગતની કઈ ચીજ કે કઈ જીવ આપણને મરણપ્રસંગે ઉપકારી થનાર નથી; પણ પરમકૃપાળુદેવનું શરણ, તેમના પ્રત્યે પ્રેમ અને તે પુરુષનું અચિંત્ય માહાભ્ય, સદાય તે આપણી સમીપ જ છે એ ભાવ પિષાય તેમ વર્તવાથી, ચર્ચવાથી, શ્રદ્ધવાથી જીવ સુખી થાય છેજી.
o શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૩૩.
અગાસ, ભાદરવા સુદ ૨, ૧૯૯૯ જેવી વૈરાગ્યની વાત પત્રમાં લેખ પામી છે તેવી હૃદયમાં જે આલેખાઈ રહે તે કલ્યાણ જીવને સમીપ છે એમ સમજવું ઘટે છેજી. વૈરાગ્યનાં વચને હદયમાંથી નીકળી જાય તે કલ્યાણકારી નથી; ટકી રહે અને પુરુષને બેધને પરિણામ પામવાનાં કારણ બને તે જ ઉપકારી ગણવા ગ્ય છે. ઘણી વખત તે, સગર ચક્રવર્તી ૬૦૦૦૦ પુત્રના મૃત્યુની ખબર આપનાર બ્રાહ્મણને પ્રથમ તે પુત્રને શેક નહીં કરવા શિખામણ દે છે, પણ જ્યારે પિતાના પુત્રના મરણની વાત સાંભળે છે ત્યારે તે બેભાન થઈ જાય છે અને વિલાપ કરે છે. આપણે આ દષ્ટાંતથી ચેતી આપણે આપણને બંધ આપતા થઈએ અથવા પરમ પુરુષના બેધને હદયમાં રાખી કલ્યાણ-સાધક બનીએ એ જ ભાવનાથી આ બે વચને લખ્યાં છે, તે મારે તમારે બધાએ લક્ષમાં રાખવા યોગ્ય છેજી.