________________
કરક
બેધામૃત પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે આપને પૂજ્યભાવ જાણી, પોતાના દેષ જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષતા ઉત્પન્ન થવાનું બીજ સમજી, આપના પત્રથી થયેલી પ્રસન્નતાના પ્રત્યુપકારરૂપ કિંચિત્ લખાયું છે તે ક્ષમાને પાત્ર છેજ. દિન દિન ચઢતા સાચા વૈરાગ્યને પાત્ર આપણે બનીએ એવી પરમકૃપાળુદેવ પ્રત્યે નમ્ર પ્રાર્થના છેછે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ ત્યાં મુમુક્ષુવર્ગમાં ચર્ચવા વિનંતી છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
-
૪૩૪
અગાસ, ભાદ્રપદ સુદ ૬, ૧૯૯૯ પરમકૃપાળુદેવે આ લેક ત્રિવિધ તાપથી બળતે વર્ણવ્યો છે તેવી જ દશા વર્તમાનમાં આખા દેશમાં પ્રગટપણે દેખવામાં આવે છે, તેમાંથી બચવાના ઉપાય પણ તેઓશ્રીએ જણાવ્યો છે કે કલ્પવૃક્ષ સમાન પુરુષનાં વચનની શીતળ છાયા છે, તે મને તમને બધાને શાંતિનું કારણ થાઓ. કારણ કે બીજું કંઈ ઈચ્છવા જેવું નથી.
કયા ઈચ્છત? છેવત સખે, હૈ ઈચ્છા દુઃખ-મૂલ;
જબ ઈચ્છાકા નાશ, તબ મિટે અનાદિ ભૂલ” (હ. ને. ૧-૧૨) આ અનાદિની ભૂલ ટાળવાની સાચી ઇચ્છા હોય તે ઈચ્છા માત્રને ઊગે ત્યારથી છેદી નાખવી ઘટે છે. સમજવા માટે એક સાચું બનેલું દષ્ટાંત લખું છુંઆશ્રમમાંથી સ્ટેશને જતાં આડી કાચી સડક આવે છે, ત્યાં એક સિમેન્ટના થાંભલા ઉપર સિમેન્ટના પાટિયા ઉપર અંગ્રેજીમાં એમ લખેલું હતું કે “જૈન મંદિર”. રે જ ત્યાં થઈને જતાં તેના પર નજર પડે ત્યારે વિચાર થતું કે “દિરને સુધારી “મંદિર” કરવું હોય તે સહેલાઈથી થાય તેવું છે. થડા દિવસમાં તે કોઈએ તે થાંભલે પાડી નાંખ્યો અને અત્યારે જમીન પર પડેલે છે તે જોઈ વિચાર આવ્યો કે તેમાં સુધારો કરવાની મહેનત કરી હતી તે તે પણ નિષ્ફળ હતી, ધૂળમાં મળી જાત. મોટા મોટા કીર્તિસ્તંભે ધૂળભેગા થઈ ગયા તે આ એક અક્ષરમાં સુધારે કરવાની ઈચ્છા પૂરી પાડી હતી તે પણ કેટલા દિવસ ટકનાર હતી? ચિત્તોડમાં એક લડાઈમાં હિંદુઓ જીત્યા તેની સ્મૃતિમાં તેર-ચૌદ માળને ઊંચે કીર્તિસ્તંભ કર્યો છે તે જોયેલે સાંભરી આવ્યો કે આવાં મોટાં પથ્થરનાં મકાન પણ કાળના ઝપાટા આગળ કંઈ ગણતરીમાં નથી તે તુચ્છ ઈચ્છાઓ સંતોષે શું કલ્યાણ સધાવાનું છે? માટે ઉપશમસ્વરૂપ પુરુષોએ ઉપશમસ્વરૂપ એવાં આગમમાં ઉપશમને જ ઉપદેશ કર્યો છે, તે હદયમાં કોતરી રાખી દુષ્ટ ઈરછાઓ ડેકિયાં કરે કે તુર્ત જ તેમને ઉખેડી નાખવી ઘટે છે. ખેતી કરનારા ખેતરમાં વાવેલું હોય તેની સાથે જે નકામું ઘાસ ઊગી નીકળે છે તેને નીંદી નાખે છે, નહીં તે જે પાકનું વાવેતર હોય તેના છેડવાને પિષણ મળે નહીં, તેમ હદયમાં સત્પષે જે બેધ અને વૈરાગ્યનાં બીજ વાવેલાં છે તેને પિષણ આપી ઉછેરવાં હોય તે બીજી બિનજરૂરી ઈચ્છારૂપી નકામાં છેડનું નિકંદન કરવું ઘટે છે. તે કામમાં આળસ કરીએ તે નકામા છોડ મોટા થઈ સારા છેડને નિર્માલ્ય બનાવી દે છે. તેમ એક પછી એક ઊઠતી નિરર્થક ઈચ્છાઓ જે વધવા પામી તે આખી જિંદગી તેમાં જ વહી જશે અને આ ભવનું સાર્થક કરનાર પુરુષના બેધ અને વૈરાગ્યને વધવાને લાગ નહીં મળે અને તે નિર્બળ બની સ્મૃતિમાંથી ભૂંસાઈ પણ જવા પામે. માટે