________________
પત્રસુધા
- ૪૨૧ મુદત રહી શકાય. વર્ષ બે વર્ષને ચાલુ અભ્યાસ સંસ્કૃતને ન થાય ત્યાં સુધી સંસ્કૃતમાં કંઈ ગમ પડે તેવું લાભકારક શીખી શકવું મુશ્કેલ છે. તમે ધાર્યું હશે કે માસ છમાસ મહેનત કરીશું એટલે સંસ્કૃત શીખી જવાશે, પણ તેવી સહેલી ભાષા એ નથી. છતાં પુરુષાર્થ કરેલે નકામે નહીં જાય. ગુજરાતીમાં લખાયેલું સારી રીતે સમજાય તેટલે લાભ થ સંભવે છે. પરમકૃપાળુદેવને એક કે પત્ર આપને આ પ્રસંગે વિચારવા ઉતારી મોકલું છું:
“જ્ઞાનનું ફળ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સમરણમાં રાખવા ગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયે, વિભાવને ત્યાગી ન થે, વિભાવનાં કાર્યોને અને વિભાવનાં ફળને ત્યાગી ન થયે, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું (ભણવું વગેરે) અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાને જ્ઞાનીને પરમાર્થ છે.” (૭૪૯)
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૧-૮-૪૩ સંગ્રામ આ શૂરવીરને, આ અપૂર્વ દિપાવજે,
કરતા ન પાછી પાની, ત્યાં ગુરુરાજ પડખે ભાવજે. (વીરહાક). ભાવાર્થ : સમાધિમરણ કરવા કેડ બાંધી તૈયાર થયેલા શૂરવીર ભગવદ્-ભક્તને ચેતાવ્યા છે કે વ્યાધિ આદિ વિભાવ-પ્રેરક પ્રસંગે સામે લડવાને શૂરવીરને સંગ્રામ(યુદ્ધ)ને કાળ આવ્યો છે, તે પ્રસંગે ભક્તજીવને શોભે તેવી સહનશીલતા, સમ્યક્દષ્ટિ, સમભાવ રાખી તે પ્રસંગ શેભાવ પણ કાયરની પેઠે લડતાં લડતાં પાછા હઠી જશે નહીં, પાછી પાની ફેરવી ઘરભણી દોડી જશે નહીં, અનાદિ દેહદષ્ટિરૂપી ઘર તરફ પાછા ફરશો નહીં. સમ્યફદષ્ટિ દેહને પર ગણે છે અને આત્માને પિતાનું સ્વરૂપ માને છે અને સાક્ષી રૂપે જે થાય તે જોયા કરે છે. પરંતુ સહનશીલતા ખૂટી પડે ત્યારે સામાન્ય માણસની પેઠે સદ્દગુરુને સેવક પણ એમ વિચારે કે હવે નહીં ખમાય, હવે તે હું મરી જઈશ, મને કેઈ બચાવે ! એમ થાય તે સમ્યકદર્શન કે સદ્દગુરુને આશ્રય ઈ બેસે છે અને દેહને મુખ્ય માની, દેહની સેવા કરનાર કે દરદ મટાડનારને મોટો ઉપકાર માને છે. આમ કરનાર મહાયુદ્ધમાં પાછી પાની કરી, ભાગી જવા ઈચ્છનાર કાયર સમાન છે, તે સત્પરુષને ઉપકારને ઓળવે છે, પિતાના આત્માનું હિત ગુમાવે છે અને સમાધિમરણ કરવાને અવસર આર્તધ્યાનમાં ગાળી તિર્યંચ આદિ આયુષ્ય બાંધી અગતિમાં ભ્રમણ કરવાનાં કારણે ઊભાં કરે છે. તે નહીં કરવા આ કડીમાં હિંમત આપી છે કે એવે પ્રસંગે હિંમત હાર્યા વિના, પરમકૃપાળુદેવ જાણે સમાધિમરણ કરાવવા પાસે જ પધાર્યા છે, જાણે પિતાની સાથે લઈ જવા આપણને તેડવા જાતે આવ્યા છે, એવી ભાવના ભાવજે.
આ માસમાં અષાઢ વદ ૯ રવિવારે ભાદરણના એક ભાઈનું કેન્સરના દરદથી મરણ થયું. તેમણે કહેલું “ભગવાન આવ્યા છે, દર્શન કરો, દર્શન કરે.” આવી શુભ લેથા તેમની વર્તતી હતી. તેવી ભાવના કરવા આ કડી લખેલી છે. આખરે એ ભક્તિભાવ અનેકને પ્રગટરૂપે