________________
४२०
બાધામૃત
છે તે આપણે ખાઈને પણ તેમ ન કરી શકીએ તે કેટલું શરમાવા જેવું છે? આત્મહિત વધે તેવી વિચારણામાં રહેવા વિનંતી છે.
અગાસ, તા. ૨૨-૭-૪૩ તત છે. સત્
અષાડ વદ ૬, ગુરુ, ૧૯૯૯ અષાડ સુદ ૧૩ ના સાંજના છએક વાગ્યે પવિત્ર આત્મા પૂ. ખુશાલભાઈ એ દેહત્યાગ આશ્રમમાં કર્યો છેજ. છેક છેવટ સુધી તે ભાઈની લેગ્યા સારી હતી. સ્મરણમાં તેનું ચિત્ત હતું. છેવટે સંગે પણ સારા મળ્યા. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની તેમણે ઘણી સેવા કરેલી, તેમની આજ્ઞા ઉઠાવેલી અને નિઃસ્પૃહપણે સાધુ જેવું જીવન ગાળેલું. તેના પ્રભાવે તે આ ક્ષણિક દેહ ત્યાગી કરેલાં શુભ કર્મ ભેગવવા અન્યત્ર ગયા છેછે. આપણે બધાને એવો એક દિવસ જરૂર આવવાનું છે તેની તૈયારી કરતા રહીએ તે પુરુષના આશ્રિત યથાર્થ ગણાઈએ અને જે પ્રમાદમાં, ક્ષણિક વસ્તુઓની લેવડ-દેવડમાં જે તૈયારી કરવાને વખત મળે છે તે ગુમાવી બેસીશું અને એકાએક તે દિવસ આવી ચઢશે તે ગભરામણને પાર નહીં રહે, પસ્તા વારંવાર થશે છતાં કંઈ વળશે નહીં. માટે બને તેટલી પળો એક્ષ-ઉપાયમાં ગાળવાને લેભ રાખવા યોગ્ય છે. ધન કરતાં આ ભવનું આયુષ્ય અનંતગણું કીમતી છે, એમ ગણી જતા દિવસની જેટલી ક્ષણે ધર્મધ્યાનમાં જાય તેટલી સંપત્તિ, સાચી કમાણી ગણી તે તરફ વિશેષ વૃત્તિ વળગી રહે તે અભ્યાસ પાડી દેવાની જરૂર છેજ. વચમાં કઈ કારણે તમને લાગેલું કે હવે વધારે જીવવાનું નથી, તે કેવી ચીવટ જાગૃતિ રહેતી હતી અને તે વૈરાગ્યની મંદતા થતાં જાણે હવે કંઈ ફિકર નથી એમ થતું હોય તે તેનું શું કારણ છે તે શોધવા યોગ્ય છે. મરણ નથી આવવાનું એમ તે છે જ નહીં, પણ હમણાં કાંઈ એ સંભવ નથી એમ જાણી જીવ આંખમીંચામણ કરે છે. પણ જ્ઞાની પુરુષે તે મરણને સમીપ સમજીને કેવળજ્ઞાન થતાં સુધી સપુરુષાર્થમાં મંડ્યા રહે છે. તે પછી આપણે નિરાંતે સૂવા જેવું શું પ્રાપ્ત કર્યું છે તે વિચારવા યોગ્ય નથી?
“હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું” આ ભાવ વારંવાર આ મૂઢ જી વિચારી જાગૃતિ વિશેષ આરાધવા યોગ્ય છે.જી.
- ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૨૮
અગાસ, તા. ૨૭-૭-૪૩ તત્ ૐ સત
અષાઢ વદ ૧૧, મંગળ, ૧૯૯૯ “હે! બ્રહ્મચર્ય, હવે તું પ્રસન્ન થા, પ્રસન્ન થા” – શ્રીમદ્ રાજચંદ્ર આપને પત્ર પ્રાપ્ત થયે. સંસ્કૃત અભ્યાસ શરૂ કર્યો છે તે વિશેષ સમજણું થવાનું કારણ જાણી પ્રમોદ થયેલ છે. તે જાતે જ શીખવાનું શરૂ કર્યું હોય એમ પત્ર ઉપરથી લાગે છે પણ એકલા જ શીખવાનું હશે તે ચેડા દિવસમાં કંટાળી જવાય તે તે લાંબે અને કઠણ વિષય છે, એટલે કોઈ સાથે શીખનાર અને સત્ ચારિત્રવાન શીખવનાર હોય તો સારું. પણ તેવી જોગવાઈ ત્યાં બનવી મુશ્કેલ છે. અહીં તેવી જોગવાઈ છે. ઘણી બહેને સંસ્કૃત અભ્યાસ કરે છે. પણ તે પુણ્યને યેગ હોય તે આ ક્ષેત્રમાં અભ્યાસ તથા સત્સંગ અર્થે લાંબી