SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬, બેધામૃત ૪૨૩ અગાસ, તા. ૧૩-૭-૪૩ તત્ સત્ અષાડ સુદ ૧૧, મંગળ, ૧૯૯૯ કર્મ પૂછે છે જીવને, તને સાંભરે રે ? હે જી અનંત પુગલ પરાવર્ત, મને કેમ વીસરે રે ? આપણે મિત્ર અનાદિના, તને હ છ ક્ષણ એકનોન વિયોગ, મને દ્રવ્ય પરાવર્તન કર્યા, તને. હાં પુદ્ગલ ભેગવ્યાં સર્વ, મને અનુક્રમે ગ્રહણ કર્યા, તને. હાં છ ઔદારિક દેહે પ્રથમ, મને વૈક્રિયિક દેહે ગ્રહણ કર્યા, તને. હાં જ તૈજસ ને કામણ, મને ક્ષેત્ર પરાવર્તન કર્યા, તને હાં જ જન્મમરણથી ત્યાંય, મને ક્ષેત્ર સ્પર્યા ત્રણ લેકનાં, તને હ છ સામાન્યપણે એમ, મને પ્રથમ જમ્યો મેરુ તળે, તને હા જી અસંખ્ય અસંખ્ય વાર, મને બીજે પ્રદેશ જન્મ થયો, તને હાં જ ત્રીજે-થે મળ્યો જન્મ, મને૦ કમથી પ્રદેશ પૂરા કર્યા, તને હાં છ મરણથી પણ સ્પર્ધો તેમ, મને કાળ પરાવર્તન કર્યા, તને હ છ જન્મમરણથી એમ, મને ઉત્સર્પિણી-અવસર્પિણી વિષે, તને હજી જન્મમરણની ગાંઠ, મને પ્રથમ સમયે જમ્યો હતે, તને હાં જ બીજે, ત્રીજે, ઘણે કાળ, મને સમય ખપાવ્યા અનુક્રમે, તને હજી ઉત્સર્પિણ-અવસર્પિણીના જ, મને મરણ કર્યા પણ તે રીતે, તને હાં આ ભવમાં ભમ્યો હું એમ, મને ભાવ પરાવર્તન થયાં, તને. હાં જ મૃત્યુ સમયના ભાવ, મને કષાયની તરતમ્યતા, તને. હાં જ ઉત્કૃષ્ટ શુભથી અશુભ, મને અનુક્રમે થયા મરણપળે તને. હા જી વિભાવ ભેદ અનંત, મને અનંતકાળથી થયો, ગુરુરાજજીરે, અરે!કમની સેબતે એમ, મને કર્મની મૈત્રી તેડવા, ગુરુરાજજી રે, ખરે! આપનું ચરણ-શરણ, મને સમાધિમરણ કરશું હવે, ગુરુરાજજી રે, હાં જ લઈશું ભવને પાર, મને.” સત્સંગ અર્થ તમને જે ભાવના વર્તે છે તે જાણી સંતોષ થયો છેજ. વાચન વગેરેમાં પ્રવર્તતાં આનંદ તમને આવે છે તેને ઊભરા જણાવે છે, તે તમારી સજજનતા દર્શાવે છે છે. પરંતુ છેલ્લા પત્રમાં જે કષાય પરિણતિ વિષે જણાવ્યું તેવા પ્રસંગે બહુ ચેતવા જેવું છે. ડુંગળી ખાય તે તેના ઓડકાર તેવા જ આવે, રોક્યા રોકાય નહીં, ગંધાય, ગમે નહીં, બીજાને પણ અપ્રિયતા ઊપજાવે અને પિતાને પણ પસ્તાવે, ક્લેશ કરાવે; તેમ કષાયને હદયમાં અલ્પ પણ સ્થાન આપ્યું તે તે ધર્મ, દાન, તપ વેળા પણ બધું બગાડી નાખી પિતાની સત્તા અંતઃકરણ ઉપર જમાવે એ એને સ્વભાવ છે, માટે મહાભયંકર વિષ સમાન સમજી કષાયના પ્રસંગે કુટુંબીઓને કારણે, ધનને કારણે કે દેહાદિની સગવડને કારણે પણ ઊભા ન કરવા, ઊભા થતા હોય તે પોતે તેમાં તણાવું નહીં, બને તે શાંત કરવા. ગમે તે ધનને, માનને કે હઠને ભેગ આપીને, ન છાજે તેવી દીનતા કરીને, પગે લાગીને પણ તેથી દૂર રહેવા યોગ્ય છે. પોતાની સત્તા વાપરીને, બીજાને દબાવીને ઈ કષાય
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy