SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૧૭ શમાવવા જાય તે તે માત્ર દેખાવ પૂરતું બને છે. પણ મૈત્રીભાવ, સર્વ જગત પ્રત્યે નિરબુદ્ધિ, અત્યંત દીનભાવ અને સદ્દગુરુએ આપેલ મંત્ર આદિ આધારે પિતાના અંતઃકરણને સમજાવી, તેવા કારણોથી દૂર રહી, ભક્તિમાં વિશેષ કાળ જાય અને તે પ્રસંગોની વિસ્મૃતિ થાય તેવા વાચન, મનનના અભ્યાસથી પાછું શાંતિનું રાજ્ય સ્થપાય છે. સર્વ ઉપાયમાં શ્રી સદ્ગુરુ પ્રત્યેને શરણભાવ, સદ્ગુરુકૃપા સર્વોત્તમ મને તે સમજાઈ છે. આપે પૂછેલા પ્રશ્ન સંબંધી અહીંના પુસ્તક ભંડારમાં તપાસ કરતાં “દશાશ્રુતસ્કંધ નથી એમ પૂ. પંડિતજીએ જણાવ્યું, અને હોત તે પણ તેમાંથી આપને ઉપયોગી વાત વિશેષ મળવી મુશ્કેલ સમજાય છે. ઉપગ જેટલું અવતરણ “જ્ઞાનમંજરી”માં તે શાસ્ત્રમાંથી જ આપેલું છે, તે વિશેષ વિચારે સ્પષ્ટ થાય તેમ છેજ. પુદ્ગલપરાવર્તનને કંઈક ખ્યાલ આવે તેવું એક કાવ્ય આ પત્રને મથાળે ઉતારેલું અહીંનાં એક બ્રહ્મચારી બહેને લખેલું આપને ઉપયોગી જાણી લખી મેકહ્યું છે. તે વિચારતાં વૈરાગ્ય અને સદ્દગુરુ-શરણ તથા સમાધિમરણની ભાવના પિોષાય તેમ છે. બીજા પ્રશ્નના ઉત્તરમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જણાવેલ મતાર્થી તથા આત્માર્થીનાં લક્ષણે વારંવાર વિચારી પિતાના દોષ દેખાય તેટલા દૂર કરવાને પુરુષાર્થ હાલ તે કર્તવ્ય સમજાય છે. કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” “દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” પરમકૃપાળુદેવે કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, તેણે કહેલે રસ્તે ચાલીશું તે જરૂર મોક્ષ મળ્યા વિના નહીં રહે એટલે વિશ્વાસ અટળ કરી તેની આજ્ઞા ઉપાસ્યા જવાનું કામ હવે આપણું છે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ ४२४ અગાસ, તા. ૧૭–૭-૪૩ તત્ સત્ અષાઢ સુદ ૧૫ (ગુરુપૂર્ણિમા), ૧૯૯૯ નીચેના ચાર દમને એકે દેષ હોય તે જીવને સમ્યકત્વ થાય નહીં: ૧. અવિનય ૨. અહંકાર ૩. અર્ધદગ્ધપણું ૪. રસલુખ્યપણું.” (ઉપદેશનેધઃ પૃષ્ઠ ૬૭૮) વિ. આપે “સેન્દ્રિયાદિકની સ્વાદિષ્ટ વસ્તુઓમાં લુપતા રહ્યા કરે છે એમ જણાવ્યું તે વિષે આપણે વિશેષ વિચાર કરી કંઈક નિયમમાં અવાય તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છેજી. ચાર આંગળની જીભ અને ચાર આંગળની ઉપસ્થ (કામ) ઈન્દ્રિયને નહીં જીતવાથી અનંતકાળથી જીવનું રખડવું થયું છે. હવે તેને નિરંકુશ તે નથી જ રાખવી, એવી દઢ ભાવના કરી તેને અમલ દિનપ્રતિદિન થતું જાય તેમ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવની આગળ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ પિતે કરતા હતા તે તપસ્યા કહી બતાવી કે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિઓ ઉપર કાબૂ આવતું નથી; વૃત્તિઓ શમતી નથી. તેના ઉત્તરમાં 27
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy