SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૪૧૫ જે કામ કરવા હાથમાં લીધું હોય તે કાળજી રાખી કરી લેવું. નકામા સંકલ્પ-વિકલ્પની નદીમાં તણાયા જવું નહીં. નિત્યનિયમ અનુકૂળ વખતે કરી લે. અભ્યાસમાંથી બચતે વખત કંઈ સવાંચન, મુખપાઠ કર્યું હોય તેનું પરાવર્તન કે મનન વા ભાવના, સ્મરણ વગેરેમાં ગાળ. કૉલેજ જીવનમાં ઘણી વખત મળી શકે એવો લાગે છે. તેને સદુપયોગ કરનાર પછીના જીવનમાં સુખી, પરોપકારી, યશસ્વી અને સાર્થક જીવન કરનાર નીવડ્યા છે. “પૂ. મોતીભાઈનરસિંહભાઈ અમીન – તેમનું જીવન અને કાર્ય” નામનું પુસ્તક ઘેડે થોડે કરી આ ટર્મમાં પૂરું વાંચી જવા ભલામણ છે. ઘણી વાતે તેમના જીવનમાંથી વિદ્યાર્થીઓએ શીખવા યોગ્ય છે. વ્યવહારનીતિ એ ધર્મને પામે છે. પ્રથમ જ્યારે પૂ. મોતીભાઈ સાહેબ પેટલાદ હેડમાસ્તર થયા અને અમને મણિલાલ નભુભાઈનું “ચારિત્ર” (characterનું ભાષાંતર) નામનું પુસ્તક ગુજરાતીના પિરિયડમાં શીખવતા તે વખતે સત્ય સંબંધી વિવેચન કરતાં બેલેલા કે આટલી ઉમ્મર થતાં સુધી એક પણ અક્ષર હું જૂઠું બોલ્યા નથી. એ વાકયની અસર આખા પુસ્તક કરતાં વિશેષ અસરકારક નીવડેલી અને ત્યારથી તે આજ સુધી તેમના પ્રત્યે બહુમાનપણું વધતું રહ્યું. એ પુસ્તકમાં આ વાત નથી પણ ઘણી બાબતે જીવન ઘડનારને લક્ષમાં લેવા જેવી છે અને તેમણે કોલેજ જીવન જે ઉમદા રીતે ગાળેલું તેનું જ પરિણામ તેમની પાછલી જિંદગીમાં સ્પષ્ટ રીતે અનેક કાર્યોમાં ઝળકી ઊર્યું છે. આપણે તે તેમનાથી આગળ જવું છે તે તેમણે જે પરિશ્રમ ચારિત્રગઠન માટે સેવ્યો છે તે અવેલેક ઉપકારી છે. અનાદિના અભ્યાસની સામે થવાનું જીવમાં તીવ્ર કર્મના બળે વીર્ય ચાલતું નથી ત્યારે ગભરાઈ જાય છે, ધર્મશિથિલતા તેમાંથી વખતે જન્મવાને પ્રસંગ થઈ આવે છે, પણ હિંમત નહીં હારતાં જીવે સત્પરુષને શરણે નીચી મૂંડી રાખી પુરુષાર્થ કર્યો જવું. પુરુષાર્થનું ફળ તરત ન જણાય તેથી ગભરાવું નહીં. કેઈ વખત જીવ બળવાન બને છે, તે કોઈ વખત કર્મ બળવાન બને છે. એમ લડાઈ તે ચાલતી જ રહી છે, પણ જીવ પુરુષાર્થ ન છોડે તે કર્મ મંદ થતાં પિતાને પ્રભાવ પ્રગટાવવા જીવ પોતે સમર્થ થાય છેજ. ઘણી વખત નિરાશામાંથી અમર આશા જન્મે છે. પણ હતાશ થનારના ભાગ્યમાં તેનું ફળ હોતું નથી. “હિંમતે મરદા તે મદદે ખુદા” એ કહેવત કહેવતરૂપ નથી પણ સાચી છે. કોઈ પણ પ્રસંગમાં હિંમત હારવા જેવું નથી. જ્યાં રહેતા હોય ત્યાં સર્વ સાથે બને ત્યાં સુધી હળીમળીને રહેવું; અતડા રહેવા કરતાં મનુષ્યસ્વભાવને અનેક પ્રકારે અનુભવવાના પ્રસંગો બોર્ડિંગમાં મળે છે. પણ હર્ષશોકના પ્રસંગમાં કે અત્યંત એકાદ જણની સાથેના પ્રતિબંધમાં પડતાં બચવાની પણ જરૂર છે. ગમે ત્યાંથી શિખામણ લઈ પિતાનું જીવન ઉન્નત બને, પાપથી બચે, પ્રભુભક્તિમાં વારંવાર રંગાત રહે તેમ કરતા રહેવા ભલામણ છે. કર્મ શૂરા તે ધર્મ શૂરા” એમ કહેવાય છે તે કાર્ય કુશળ બનવા પૂરતું છે. ગીતાજીમાં “T: કર્મસુ વૌરાસ્ટમ” એવું વાકય સ્મૃતિમાં છે તે હાલ લક્ષ રાખવા સૂચવ્યું છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy