SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. બેધામૃત આપતાં બીજાને છેટું લાગતું હોય તો પણ બેલિવું ઘટે છે. મારામાં દેષ હતું તે તેમની દષ્ટિએ ચડ્યો અને દયાભાવે મને સુધારવા કહી બતાવ્યો તે નિંદા નથી. એમ કહી તેમણે પિતાનું વલૂરવાનું સાધન તજી દીધું અને ખરજ આવે તે પણ સહન કરવાનો નિશ્ચય કર્યો. શ્રી દ્વિમુખ મુનિ પણ વિચારમાં પડી ગયા કે મારે જરૂર વિના બોલવું પડ્યું તે ઠીક થયું નથી, માટે હવે સમતા જ ગ્રહણ કરવા ગ્ય છે. એમ સર્વ અંતર્વિચારમાં વળી ગયા અને કેવળ અંતરમુખ થઈ બધા એક જ કાળે કેવળજ્ઞાન પામ્યા. આમ સ્વદોષ દેખી તેને દૂર કરનારા મહાત્મા ઓની કથા આપણે સાંભળી ક્યારે ગણાય કે જ્યારે આપણે આપણા દોષ દેખી તેને દૂર કરવા તત્પર થઈએ ત્યારે. પૈસાની કિંમત લાગી છે તે આપણે તેને માટે દિવસને ઘણે ભાગ પૈસા કમાવામાં ગાળીએ છીએ. વિષય સુખરૂપ છે એમ અંતરમાં લાગ્યું છે ત્યાં સુધી રાત્રે તેને માટે જાગીને પણ વૃત્તિને પોષીએ છીએ. કીતિની મીઠાશ લાગી છે તે પરદેશ જઈ દુઃખ વેઠી કમાણી કરેલું ધન લેકલાજમાં અને સારું દેખાડવામાં હોંશથી ખરચીએ છીએ. તેમ જ્યારે આત્મા માટે લગની લાગશે ત્યારે એને માટે સર્વસ્વને ભેગ આપતાં પણ પાછી પાની નહીં કરે. પણ એ દિવસ ક્યારે આવશે ? આ ભવમાં તેને માટે શું કરીએ છીએ? નહીં ચેતીએ તે શી વલે થશે? એ ડર કેમ રહ્યા કરતું નથી તેને દરેક મુમુક્ષુછવે એકાંતમાં વિચાર કરતા રહેવાની જરૂર છે). શ્રી ભરતેશ્વર શ્રી કષભદેવજીને વિનંતી કરે છે? “આ સંસારે રે હું હજી ડૂબિયે, પાપે ન કેવળજ્ઞાન; જ્યારે જ્યારે રે હે પ્રભુ! આપશે, આ બાળકનેય ભાન ? જાગો હે! જીવો રે મોહ કરો પરે. ભાર ઉતારે ગહન ભવચકને, ગમતા નથ આ ભેગ; તારો તારો વિભાવ-પ્રવાહથી, ઘો નિત્ય શુદ્ધ ઉપગ. જાગો એક અટૂલે રે રડવડું રાજ્યમાં દુઃખી અંધા સમાન; દીધું આપે રે ભૌતિક રાજ્ય આ, ઘો હવે કેવળજ્ઞાન.” જાગે (પ્રજ્ઞાવબોધ ૧૦૪) જાગ્રત થવાની જરૂર છેજ. પુરુષના આશ્રિત થઈ આપણે હવે ક્યાં સુધી કુંભકર્ણની પેઠે ઊભા કરીશું? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૨૨ અગાસ, તા. ૧૨-૭-૪૩ તતું કે તું અષાઢ સુદ ૧૦, સોમ, ૧૯૯૯ “સંસાર કાંતાર પાર કરવા, પદ સાર્થવાહ સમ ગુણ ગરવા; આશ્રિત શરણાપન્ન-ઉદ્ધરણું, મમ સદ્ગુરુચરણ સદા શરણું.” મેઘ રૂડા આણ્યા અમ ઉર મરુક્ષેત્રમાં, ટહુકી સ્વર્ગીય મધુરા રાગ મલ્હાર જજે, નવપલવતા અપ જીવન-બાગમાં, કીધાં અમને ઉન્નત અધિક ઉદાર જે સાધુચરિત ગુરુ સ્મરણ તમારાં શાં કરું ?
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy