________________
૪૧૩
પત્રસુધા
અગાસ, અષાઢ સુદ ૬, ૧૯૯૯ खामेमि सव्व जीवे सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सव्व भूएसु वेरै मज्झं न केणइ ॥ જે સંસારને જ્ઞાનીઓએ અતિ અતિ વિચાર કરીને અસાર, અનિત્ય અને એકાંત દુઃખરૂપ માને છે, તે સંસારમાંથી સાર વસ્તુ શોધી સુખી થવાની અને તે નાશવંત વસ્તુઓને ટકાવી રાખવાની વૃત્તિ જીવની રહે છે, તે માત્ર આ જીવની અશ્રદ્ધા જ પ્રગટ કરે છે. સમુદ્ર મંથન વખતે બધા જલચર જેને સમુદ્રમાં અત્યંત દુઃખ થયું હતું એમ પુરાણમાં વર્ણન આવે છે તે તે કલ્પિત છે, પણ રાગદ્વેષરૂપ નેતરાં વડે આ કર્મ રૂપ મેરુથી ત્રણે લેકમાં મંથન થઈ રહ્યું છે. તેમાં કોઈ જીવ સુખની કલ્પના કરી રાજી થાય તે માત્ર મિથ્યાત્વનું જ માહાસ્ય છે. ત્રિવિધ તાપમાં બળતા લેકને શરણરૂપ એક પરમકૃપાળુદેવનાં દિવ્ય અમૃતમય વચન છે, તેને રસ પીનાર મુમુક્ષુઓ પણ મહાભાગ્યશાળી છે, પણ તેને રસ ચાખવા માટે જીવને ધીરજ, શાંતિ, ક્ષમા, દયા, સમતા આદિ ગુણોની જરૂર છે. તે આપણામાં આવી જાય તે પછી જગત જખ મારે છે કોઈ આપણું કિંચિત્ પણ બગડવા સમર્થ થાય તેમ નથી. શ્રી શાંતિનાથજીનું સ્તવન શ્રી આનંદઘનજીએ ગાયું છે-“ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસ રે”, એમ કહી શાંતિસ્વરૂપનું વર્ણન શું કર્યું છે તે સર્વ મળી વિચારવા વિનંતી છેજી.
૪૨૧
અમાસ, અષાઢ સુદ ૭, ૧૯૯૯ આપને પાખી ઉપર પત્ર લખવા વિચાર હતું પણ વહેલો મોકો મળે તે વહેલી ક્ષમાયાચનામાં કંઈ દોષ નથી. ગયા કાળથી ચમાસી પાખી પર્યત આપના તથા આપના કુટુંબી પ્રત્યે કંઈ દોષ થયા હોય તેની ઉત્તમ ક્ષમા નમ્રભાવે પરમકૃપાળુદેવની સાક્ષીએ જય સદ્દગુરૂવંદન પૂર્વક યાચું છું તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા કૃપાવંત થશેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની અનંત કૃપાથી જે જે જીને પરમકૃપાળુદેવની ભક્તિનો રંગ લાગ્યો છે તે ચેલમજીઠના રંગ જેવો છે. જે પરમકૃપાળુદેવને આશ્રિત થયે તે વહેલેડો તેની દશાને પામશે, એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી સર્વની ક્ષમા યાચી શિલ્ય થવાને પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓને આપણ સર્વને અત્યંત ઉપકારી છે જી.
આજે સભામંડપમાં સ્વયં બુદ્ધ મહાત્માઓનાં જીવન વંચાયાં હતાં તેમાં શ્રી કરકડુ મુનિ એક યક્ષના મંદિરમાં પૂર્વ દ્વારથી પિઠા અને ધર્મધ્યાનમાં ઊભા રહ્યા. પછી બીજા શ્રી દ્વિમુખ મુનિ પધાર્યા, ત્રીજા શ્રી નમિરાજર્ષિ પધાર્યા અને ચોથા શ્રી નગ્નતિ મુનિ પધાર્યા. સર્વ ધર્મધ્યાન કરતા હતા. તેમાં શ્રી કરકને ખરજ આવતાં વલૂરવાનું સાધન કાંસકી જેવું રાખેલું તે કાઢી ખરજ મટાડી, પાછું કપડામાં રાખવા જતાં શ્રી દ્વિમુખ મુનિ બોલ્યા કે હે કરકંડ મુનિ ! આખું રાજ્ય તજીને આટલા નજીવા જેવા પરિગ્રહમાં કેમ બંધાઈ રહ્યા છે? ત્યાં શ્રી નમિરાજર્ષિ બોલ્યા કે તમે મુનિપણું લીધા છતાં બીજાના દોષ જેવાનું કેમ છેડતા નથી? ત્યાં ત્રીજા શ્રી નગતિ બોલી ઊઠયા કે તમારે એમની પંચાતમાં પડવાની શી જરૂર છે? પછી શ્રી કરકડુ બોલ્યા કે દ્વેષ કે રેષમાં આવીને દોષ કહે તે નિંદા ગણાય પરંતુ હિતકારક શિક્ષા