________________
૪૧૨
બેધામૃત તમારા વગર કહે આત્મકલ્યાણ માટે તીવ્ર બને આ સંભવ જાણી, વખત મળે ત્યારે કે વેકેશન જેવા વખતે તેમની ભાવના આશ્રમમાં આવવાની, રહી જવાની થાય તેવી વાતે પ્રસંગોપાત્ત કરશે તે કમે કમે તમારી આદર્શ ભાવના સફળ થવા ગ્ય જણાય છે. શ્રી જબુકુમારે પૂર્વભવે બ્રહ્મચર્યની આરાધના કરેલી હોવાથી તેને આઠ કન્યાઓ અપ્સરાએ જેવી પરણાવી છતાં તેના બ્રહ્મચર્યમાં ખામી ન આવતાં સર્વને સંસારની અસારતા ગળે ઉતારી સર્વસંગત્યાગી થયા, અનેકને ત્યાગ કરાવનાર થયા. જેટલું કૂવામાં હોય તેટલું હવાડામાં આવે એવી કહેવત છે, તેમ આપણે આપણી દશા, વૈરાગ્ય-ઉપશમ ઉપાસી, વધારતા જઈશું તેમ તેમ વગર કો બીજાને તે ચેપી રોગની પેઠે અસર કરશે. જે કંઈ કરવું તે પાકે પાયે કરવું છે, ઉપલક કરવું નથી; આ એક દઢ નિશ્ચય વ્રત લેનારે કરવા યોગ્ય છેજ. ધર્મ એ વાત અંતરની છે તેથી કેઈની કરાવી તે થતી નથી. બીજા નિમિત્ત માત્ર છે. અને શુભ નિમિત્તે ઘણાને શુભ ભાવના થાય છે અને વધે છે. માટે શુભ નિમિત્તા ઉપર શાસ્ત્રોમાં આટલું બધું ભાર મુકાય છે, પણ તે નિમિત્તોમાં પણ જીવને લાભ ન થાય તે નિમિત્તાને વાંક નથી એટલો લક્ષ ભૂલવા યોગ્ય નથીજી. જે પરણેલા છે તેમને કેવાં વિઘો આવે છે તે વિચારી, પરણ્યા નથી તેમણે પોતાના જીવનને કમ કેમ રાખે તે શીખવા ગ્ય છે. સમજુને વિશેષ શું કહેવું? રૂબરૂમાં મળશે ત્યારે જણાવશો તે સ્મૃતિમાં આવશે તે જણાવવા હરકત નથી. કાગળમાં આવી વાતે વિષે લખવા મન થતું નથી. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સ્ત્રીઓને આપણા વિચારને લાભ પૂરો મળતા નથી એ મુશ્કેલીનું મૂળ છે.
૪૯
અગાસ, તા. ૭-૭-૪૩, બુધ તમે પુછાવે છે કે કંડલિવર ઓઈલ લેવું પડે તે લેવું કે કેમ? તેને ઉત્તર નકાર સિવાય બીજું શું હોઈ શકે? મારાથી તેવી દવામાં અનુમતિ કેમ અપાય ? તે આપ જ વિચારી લેશે. દવા જ મટાડે છે, શક્તિ આપે છે તેમ નથી. એ તે માર્ગ અનુકૂળ કરનાર છે. બાકી શક્તિ છે જેમાંથી આવવાની છે તેમાંથી જ આવશે. નિમિત્તનો નિષેધ નથી કરવો પણ જેનું ફળ અત્યારની માંદગીથી ભારે દુઃખદાયી આવે તેમ હોય તેવી દવા તે દવા નથી, પણ રેગની માતા છે. આટલે લક્ષ રાખી દાક્તરથી દબાઈ જવા યોગ્ય નથી. બીજી નિર્દોષ દવા ન આપે તે થોડા દિવસ અમદાવાદ જઈ કઈ દેશી દવા જરૂર લાગે તે લેવી. વ્યાધિ વ્યાધિના કાળે ક્ષય થઈ જાય છે તે શ્રદ્ધા આવા વખતે વધારે બળપૂર્વક ટકાવી રાખવી ઘટે છે. સ્મરણનો અભ્યાસ વિશેષ રાખવા ભલામણ છેજી. ખરી દવા પુરુષની કૃપાથી મળી છે તે જ છેજી. દેહની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી નહીં, પણ તેથી અનંતગણી કાળજી આત્માની રાખવાની પરમકૃપાળુદેવે કહેલ છે તે લક્ષમાં હશે. હિંમત હારવી નહીં અને જે પરમપુરુષનાં વચને યાદ આવે તેના વિચારમાં ઊંડા ઊતરવા ભલામણ છે. જગતની વિસ્મૃતિ કરી સત્પષના ચરણમાં રહેવાની ભાવના એ સર્વોત્તમ સલાહ પરમકૃપાળુદેવની છે તે પોષાતી રહે તેમ નિવૃત્તિને કાળ ગાળતા રહેશોજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ