SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૧ પત્રસુધા ઓલવવાનો પુરુષાર્થ કરીએ છીએ? તે વિચારી શાંતિને માર્ગે વૃત્તિ વળે અને મનમાં તેવી દશા ન આવે ત્યાં સુધી ખટકે રહ્યા કરે, બને તેટલો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપોઆપ થયા કરે અને અત્યારે અશકય લાગે તેની ભાવના સેવાયા કરે તે ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ જ્ઞાનીની આજ્ઞાને આરાધનારને આનંદ કુર્યા વિના ન રહે. પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃત એ ત્રિવિધ તાપથી બચવાને અચૂક ઉપાય છે, તાપને તાપરૂપ સમજાવે તેવાં છે. તથા તે તાપની શાંતિના ઉપાય તરફ વૃત્તિ વાળે તેવાં રહસ્યમય, ચમત્કારી અને પ્રેરક છે. એક પરમકૃપાળુદેવ આપણને અને સર્વ શરણાગતને આધારરૂપ છે, પ્રગટ તેમનાં વચન કાને આવ્યાથી સમજાય તેમ છેજ. સદૂગુરુના ગુણગ્રામ, તેમાં ઉ૯લાસ અને પ્રેમ એ કેટિ કર્મોનો નાશ કરનાર ઔષધિ છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ૪૧૮ અગાસ, તા. ૬-૭-૪૩ તત્ ૐ સત્ આષાઢ સુદ ૪, મંગળ, ૧૯૯૯ “નરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે! રાચી રહે? લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નરદેહને હારી જ, એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હ!” વિ. આપ બન્નેને પત્ર પ્રાપ્ત થયું. વાંચી સમાચાર જાણ્યા. કઈ રીતે ગભરાવા જેવું નથી. સલાહ સંપ સમજૂતીથી કામ થાય છે તે દીર્ઘ કાળ ઉત્સાહથી પળે છે, તે થવા અર્થે વિલંબ થાય તે વિલંબરૂપ નથી. મકાન ચણવા પહેલાં પાકે પાયે કરવા માટે કે એકાદ ચોમાસું મજબૂતી માટે પાય પૂરી પડી રહેવા દે છે તે ભવિષ્યમાં મકાન થયા પછી પાણી આવતાં ફાટ ન પડે કે તૂટી ન પડે તે અર્થે હોય છે તેમ જિંદગી પર્યત વ્રત પાળવાની ઉતાવળ કરતા હતા અને આટલી તૈયારીઓની કચાશ છે તેની તમને પણ ખબર નહોતી. પણ તે કામ માટેની તૈયારીને લક્ષ ન ચૂક. હાલ જેમ સમાધાનીપૂર્વક કર્મોદયમાં બને તેટલી, શુભ ભાવના રાખી શકાય તેટલી રાખી ભાવિ આદર્શમાં મદદરૂપ થાય તેનું શિક્ષણ તેમને હૃદયગ્રાહી થાય તેમ કરવું. આપણે આગ્રહ તેમને વ્રતમાં પ્રેરે તે કરતાં વ્રત પ્રત્યે તેમને પ્રીતિ ઉત્પન્ન થાય તેમ કરવા ભલામણ છેજી. ઉત્તમ ઉપાય તે ઉત્તમ વાતાવરણ છે તે લક્ષમાં રાખવા જણાવું છું. જ્યાં અપરિણીત કન્યાઓ જિંદગી પર્યત બ્રહ્મચર્ય પાળી રહે છે, જ્યાં પરણેલાં પણ સંતાન વિનાનાં સ્ત્રીપુરુષ બ્રહ્મચર્ય પ્રત્યેની પ્રીતિથી સુખપૂર્વક જીવન ગાળે છે, એવા આ આશ્રમના વાતાવરણમાં કુટુંબ સહિત વૅકેશનના વખતમાં રહેવાનું અને તે તમે જે ન કહી શકે કે ન કરાવી શકે તે સહજ તેમના હૃદયમાં ઊગી નીકળે, તેમની જ ભાવના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy