SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ મેધામૃત ૪૧૬ તત્ સત્ મેં મેરા'એ જીવડું, ખંધન માટા જાન, મેં મેરા' જાકું નહીં, સા હી મેક્ષ – પિછાન. ઢઢ્ઢા ઢોલ વગાડી કહ્યું, રૂડા પુરુષને હૃદયે રહ્યું, સમજ્યા તેણે લીધે સાર, ગાફલ નર તે ખાશે માર. જોતાં જોખન તા વહી ગયું, ઢઢ્ઢા ઢોલ વગાડી કહ્યું. અમાસ, તા. ૨-૭-૪૩ જેઠ વદ ૦)), શુક્ર, ૧૯૯૯ એક વાત સમજી રાખવાની જરૂર છે કે આપણી આશાઓને અનુસાર ફળ પ્રાપ્ત થતાં નથી. વાંચન વગેરેથી મેટા મુનિવરોને દુર્લભ એવા મન વશ કરવા સબધી કે બ્રહ્મચર્ય કે આત્માના ઓળખાણુ સ'ખ'ધી અભિલાષાએના કિલ્લા રચીએ છીએ. તેની પ્રાપ્તિને માટે કેવા પુરુષાર્થની જરૂર તેનેા આપણને ખ્યાલ નથી, તેના ક્રમનું ભાન પણ નથી; છતાં એ અભિલાષાએ એકદમ ફળે એવી અધીરજ તે ભરેલી જ હાય છે. આ લખ્યું છે તે ધ્યેય બહુ દૂર છે એમ જ બતાવવા લખ્યું નથી; પણ કારણ-કા'ને સબધ છે તે મેળ ખાય તેવી વિચારણા થવા લખ્યું છે. હવે તમે સામાન્ય ભક્તિભરપૂર પત્રમાં બ્રહ્મચર્યની માગણી કરી છે, તે ચેાગ્ય છે. તેની જ મારે તમારે બધાને જરૂર છે. તેને માટે પુરુષાર્થ કરવા પરમ ઉપકારી પરમકૃપાળુદેવે કહેલું કહું છું તે આપણે આદરીએ અને નિરાશ ન થઈએ એમ ઇચ્છું છું. સ્વાદને ત્યાગ એ આહારને ખરો ત્યાગ જ્ઞાનીએ કહે છે.'' (૨૧-૯૩) આ ચાર આંગળની જીભ જીતવા કમર કસેસ જોઈએ. જ્યાં જ્યાં મીઠાશ આવે તે વખતે વૃત્તિ ત્યાં ન જવા દેતાં તેવી વસ્તુને બેસ્વાદ બનાવવા કે તેને દૂર કરવા તુર્ત ઉપાય લેતા રહેા; તેવા પ્રસ`ગા લક્ષમાં રાખી, તે વિષે વિચાર કરી તેની તુચ્છતા ભાસે તેમ વિચારતા રહેવા સાચા દિલે આ પત્ર મળે ત્યારથી તૈયાર થાએ. પેટ ભરવા માટે, જીવન ટકાવવા પૂરતું ખાવું છે તેમાં જીભ ભજવાડ કરી, વિક્રિયાઓ ઉત્પન્ન થાય તેવા વિકલ્પા ઊભા કરી ર'જાયમાન કરે છે; તેના ઉપર પહેરી રાખવા છે, પિકેટિંગ કરવું છે એવા નિર્ણય કરી જે મળી આવે તે મિતાહારીપણે લઈ તે કામ પતાવતાં શીખેા; પણ ધીરજથી તબિયત ન બગડે તેમ આહાર ઉપર હાલ તા વિશેષ લક્ષ રાખો. વિશેષ ખાખતા વિષે મળશેા ત્યારે વાત થશે. કોઈ પણ કારણે આ સ‘સારમાં ક્લેશિત થવા યેાગ્ય નથી.” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન વારવાર વિચારી અને તેટલું અમલમાં મૂકતા રહેવા વિનંતી છેજી. અહીં ન આવવું એવા નિય કરવામાં પેાતાને નુકસાન છેજી. સદ્વિચારની વૃદ્ધિ કરવાની અને કલ્પનાએ એછી કરવાની કાળજી રાખશેાજી. લિ. આપના હિતેચ્છક દીનદાસ ગાવĆનના જયસદ્ગુરુવંદન સ્વીકારશેજી. અગાસ, તા. ૩-૭-૪૩ અષાઢ સુદ ૧, ૧૯૯૯ ૪૧૭ તત્ સત્ પરમકૃપાળુદેવે આખા લેાક ત્રિવિધ તાપથી બળતા છે” એમ જણાવ્યું છે તેના વિચાર કરે તેા મુમુક્ષુજીવને પ્રગટ નજરે દેખાય તેવા કાળ આવી લાગ્યા છે. તેમાંથી આપણે કેવી રીતે ખચવું ? ખચવાની ચીવટ હૃદયમાં રહે છે કે આંખ મીંચીને તે બાબતમાં ઘાસતેલ છાંટી
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy