SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ બેધામૃત સભ્યતાથી પૂછી લેવું કે “મધ હું વાપરતો નથી તો તેવી ચીજો દવામાં હોય તે મને તે મહેરબાની કરીને આપશો નહીં' આમ કહી શકાય. મરણની વિચારણા વૈરાગ્યની વૃદ્ધિને અર્થ છે. તેને અર્થ એ નથી કે મરણને ભય માથે વર્તે છે માની સાધનમાં ઉતાવળ કર્યા કરવી. આત્મા અજર, અમર, અવિનાશી, અદ્ય, અભેદ્ય, નિત્ય પદાર્થ છે તે પણ ભૂલવા ગ્ય નથી, એમ સ્વાદુવાદ છે, તે આત્માને બળવાન બનાવે તેવો છેજ. સત્સંગ, સશાસ્ત્રને વિશેષ પરિચય અને વિચારની વૃદ્ધિ થયે તે વિશેષ સમજાશેજી. ધીરજ એ મોટો ગુણ છે, તેમ જ સહનશીલતા પણ જીવને સ્થિરતા તરફ વાળનાર છે તે કેમે કમે સાધ્ય છે. બને તેટલા તે ગુણ કેળવવાના પ્રસંગેનો લાભ લેતા રહેવાને લક્ષ રાખ. જે થાય છે તે ભલાને માટે જ થાય છે. દરેક પ્રસંગ કંઈ ને કંઈ શિખામણ આપનાર બને તે હોય છે, વિચારણાની માત્ર જરૂર છે. તેને માટે જેનો પુરુષાર્થ છે તે તેમાં વહેલેમડે સફળ થાય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૧૫ અગાસ, તા. ૨૮-૬-૪૩ તત્ સત્ જેઠ વદ ૧૧, સોમ, ૧૯૯૯ કક્કા કર સગુરુને સંગ, હૃદય-કમળમાં લાગે રંગ, અંતરમાં અજવાળું થાય, માયા મનથી દૂર પળાય, લિંગ-વાસના હેયે ભંગ, કકકા કર સદ્ગુરુને સંગ. ડહા ડહાપણ મૂકી દે, સદ્ગુરુને શરણે જઈ રહે, વચન તણો રાખી વિશ્વાસ, કુકલ્પનાને કરશે નાશ, ઉપાધિથી અળગો રહે, ડડ્ડા ડહાપણ મૂકી દે. નન્ના નિશ્ચય ગુરુને છેય, ધીર વીર પગ રોકી રેય, કાયર નરનું નહિ ત્યાં કામ, શૂરવ્વરને સાચે સંગ્રામ. જીત્યા જગમાં જિનવર જેય, નન્નો નિશ્ચય ગુરુને છે. રરા રાજ ભજનમાં રહે, બીજું બકવું મૂકી દે, વળતે શીદ વદે છે વાત, નીર વલે ના'વે સ્વાદ. રાજ શરણ તું હેતે ગ્રહે, રરા રાજ ભજનમાં રહે. સસ્સા સાધન સર્વે થયું, જેનું ચિત્ત ગુરુશરણે રહ્યું, હરતાં ફરતાં પ્રભુનું ધ્યાન, તેને તપ, તીરથ, બહુ દાન; કેટિ વિઘન ભયંકર ગયું, સસ્સા સાધન સર્વે થયું.” પૂ.ની તબિયત દિવસે દિવસે નરમ રહ્યા કરે છે એમ લખ્યું તે જાણ્યું. પ્રારબ્ધકર્મ પ્રમાણે વેદનીય આવેલી ભગવ્યા વિના છૂટકો નથી. “જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુઃખરહિત ન કેય જ્ઞાની વેદે શૈર્યથી, અજ્ઞાની વેદે રેય.” (૧૫)
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy