________________
પત્રસુધા
૪૦૭
થવા સ'ભવ છેજી. તેમનાં વચને, તેમની વીતરાગ મુખમુદ્રા વારવાર લક્ષમાં લેવાથી આ ત્રિવિધ તાપથી બળતાં સ'સારમાં શાંતિ સાંપડે છેજી. એવે! ઉપરના પત્રમાં લખ્યા પ્રમાણે ઘણા સંતાને સાક્ષાત્ અનુભવ થયેા છેજી. પ્રારબ્ધ અનુસાર જ્યાં હાઈ એ ત્યાં ભક્તિ, સ્મરણ, સાંચન, સદ્વિચાર અને આત્મભાવના કરતા રહેવામાં આપણું કલ્યાણ સમાયું છેજી: “હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહુ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.'' (૬૯૨) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૧૪
અગાસ, તા. ૧૨-૬-૪૩
“નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” તત્ત્વજ્ઞાન પૃષ્ઠ ૬૦ (૨૧-૧૧)
આપના પત્ર પ્રાપ્ત થયા. તમારી સંસારભાવ સાચવાની વૃત્તિ આદિ જાણી સતાષ થયા છેજી. આજ્ઞામાં અમુક વખત લેવે એ કંઈ સમજ પડતી નથી'' એમ કહ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે જ્યારે આપણને એકાદ કલાક કે અમુક વખત તદ્ન નિવૃત્તિ છે એમ સમજાય, ત્યારે વખતની મર્યાદા સબંધી પણ આજ્ઞા લેતી વખતે મનમાં નિય કરી શકાય કે કલાક સુધી મારે આત્મા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિમાં પડવું નથી, તેવે। નિયમ લીધા પછી કોઈ મિત્ર આદિ આવી ચઢે તે કાપલીમાં લખી રાખ્યું હોય કે અમુક આટલા વાગ્યા પછી ખીજા સાથે વાતચીત કરવાના મારે નિયમ છે, તે બતાવી દીધાથી તે પણ સમજી જાય એટલે કાં તે તેટલા ટાઇમ રાહ જોઈ બેસે કે તેને ફાવે તેમ કરે. આ બધું સ્વતંત્ર જીવનને અંગે છે તેની ઉતાવળ કરવા જેવું નથી, પણ તેમ કરવાથી પત્રને મથાળે જે વાકય લખ્યું છે તે પ્રમાણે ઘણા લાભ થાય છે, તે સૂચવવા માત્ર ૧ગયા પત્રમાં લખ્યું હતું.
ખીજું તમારાં માતુશ્રી સંબધી તમને મનમાં કઈ વિચાર વારવાર ન આવતા હોય તા કંઈ તે વિષેની પ્રવૃત્તિમાં પડવા ચેગ્ય નથી. જે પ્રસ`ગે જેમ ઠીક લાગે તેમ બને તેટલી સમતા સાચવવાની ટેવ પાડતા રહેવું તે શ્રેયસ્કર છેજી.
હાલ તમે નિડયાદ રહેા છે તેથી તમારાં માતુશ્રી આદિને સ તાષ રહેતા હોય તે ત્યાંના જ સારા ગણાતા વૈદ્યની દવા લીધા કરવી. પ્રારબ્ધ હશે તેમ સુખદુઃખ જે કર્માંનાં ફળ છે તે આવ્યા કરશે એમ માની, મુખ્ય કાર્ય આત્મહિત કરવાનું છે તે થતું હાય તેા અમદાવાદ વગેરેની પ્રવૃત્તિ પણ ઠીક લાગતી નથી. પછી જેમ સયેાગવશાત્ કરવું પડે તે કરી છૂટવું; તેમાં મુખ્ય લક્ષ રાખવા ચેાગ્ય નથી. અનેક જણ સલાહ આપનાર આવે તેમ દરેકનું કહ્યું કર્યાં કરે તે દરદીને ત્રાસ સિવાય બીજો લાભ એ જ સભવે. દવામાં શું આવે છે વગેરે મને પૂછવાની ક'ઈ જરૂર નથી. સાત બ્યસન અને સાત અભક્ષ્ય ચીજોના તમે નિયમ લીધેા છે તેમાંની કોઈ ચીજ આવે છે કે નહીં, તે દવા આપનાર પાસેથી ખાતરી કરી લેવી. દાખલા તરીકે, કોઈ ગાળીએ વૈદ્ય આપતા હોય તે મધમાં ગાળીઓ વાળેલી છે કે કેમ ?' એમ
૧ જુએ પત્રસુધા પત્ર નં. ૪૧૦