________________
બધામૃત
આપને પત્ર ગઈ કાલે મળે. વાંચી સમાચાર જાણ્યા. ગમે તે વાંચીને પરમકૃપાળુદેવનાં વચને અને તેને ઉપકાર પ્રત્યે પ્રેમભક્તિ વધે તે કર્તવ્ય છેજી. અનેક શાસ્ત્રોને સાર તે મહાપુરુષે એક કડીમાં ભરી દીધા છેઃ
- “બે બોલેથી બાંધિ, સકળ શાસ્ત્રને સાર,
- પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.” “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસે,
વહ કેવલો બીજ જ્ઞાની કહે, નિજક અનુભવ બતલાય દિયે.” આવાં વચન વાંચી, વિચારી, ભાવના કરી તેમાં લીન થઈ જવા જેવું છે. જેને તે મહાપુરુષને ઉપકાર સમજાય છે તે મહાભાગ્યશાળી ગણવા ગ્ય છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સાથે શ્રી દેવકરણજી મુનિ હતા તેમને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને ઉપકાર સમજાય ત્યારે પહેલાં અણસમજમાં તેઓશ્રી પ્રત્યે જે સામાન્ય ભાવ હતો તેના પશ્ચાત્તાપરૂપ એક પત્ર લખ્યું છે, તેમાંથી આપણે વારંવાર વિચારવા યોગ્ય ભાગ આપને માટે નીચે ઉતારી મોકલું છું, તે વાંચી સદ્દવિચારમાં વૃત્તિ વિશેષ રહે તેમ વર્તવા વિનંતી છે.
“ વિશેષ ઉદાસી આપે છે તે એ કે આપને પ્રથમ સમાગમ મુંબઈમાં આપ નિવૃત્તિ-સ્થળ – આપના એકાંત સ્થળમાં બિરાજમાન હતા તે વખતે લલ્લુજી મહારાજ (પ્રભુશ્રીજી) સાથે હતા તે વખતે આપે મને પૂછ્યું કે સ્ત્રી દષ્ટિએ પડતાં પરિણામ ચળે છે? તથા વ્યાખ્યાનમાં અહંભાવ સફરે છે? તે આપે પૂછવાથી મેં યથાતથ્ય જેવા ભાવ વર્તતા હતા તેવા કહ્યા અને તે જ વિચારવાને આપે પ્રથમ બેધ કર્યો હતો, તે હું અહંકાર વડે– દ્રવ્યત્યાગના અભિમાન વડે– જાણ ન હતા અને સાધુપણું માની બેઠેલે તે આપે જાગ્રત કર્યો હતો. હવે બનતે પુરુષાર્થ કરું છું, અને આપની શાંતમૂર્તિ ઉપર દષ્ટિ રાખ્યા કરું છું અને તમારી એકાગ્રવૃત્તિ અને સ્વરૂપસ્થિરતાનું માહાસ્ય જાણી શકતા નથી તે આપની પૂર્ણ કૃપા વડે જણાશે તે આશા રાખું છું. જેમ બાળક માતા-પિતા સન્મુખ પિતાનું દુઃખ જણાવે છે તે જ રીતે હું આપની પાસે દુઃખની વાતે વર્ણવું છું કે સૂક્ષ્મ અહંભાવ વડે સૂક્ષ્મ વિષયાદિ–રાગદ્વેષ રહી જતાં આ દેડ પડી જશે ને તે બીજનાં વૃક્ષો થઈ પડશે ને જન્મમરણ ચાલુ રહેશે, તે ભયભરેલા વિચાર આવતાં મનમાં આકુળતા આવી જાય છે ને વળી વિચાર આવે છે કે આવી જોગવાઈ મળી છતાં જીવ ઘણી વાર રઝળે એવું શાસ્ત્ર આધાર વડે જણાય છે કે આપ પ્રત્યક્ષજ્ઞાની પણ કહે છે તે આવી અપૂર્વ જોગવાઈ મળી છતાં આ દેહ પામ્યાનું નિષ્ફળપણું થાય એવી ચિંતા કેઈ વખત થયા કરે છે ને વળી આપની સન્મુખ વૃત્તિ થતાં હિમ્મત આવે છે કે અપૂર્વ જોગવાઈ મળી ખાલી નહીં જ જાય. પણ દઢ નિશ્ચય થાય તેવો આશ્રય આપશો તે હું પરમ સુખી થઈશ ને જીવ્યું સફળ ગણીશ. કેઈ વખત આત્માને વૃત્તિ દુર્ગાનમાં ખેંચી મૂળથી ચુકાવી દે છે પણ ઘેડા સમયમાં તરત જ પાછી ખેંચાઈ આવે છે ને આપના સન્મુખ થાય છે. મર્યાદ ઓળંગતી નથી. લજજા પામી ગુરુ સન્મુખ થઈ જાય છે.”
આવે પુરુષાર્થ આપણે કરીને વૃત્તિને પરમકૃપાળુદેવની મુખમુદ્રા તરફ વાળતા રહેવાને અભ્યાસ કર્તવ્ય છે. પરમકૃપાળુદેવ સહજાન્મસ્વરૂપ છે, તેમના તરફ વૃત્તિ રાખવાથી આત્મવૃત્તિ