SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૯૯ જે શાંતિ તમે ગુમાવી ગણે છે તે ફરી નવપલ્લવિત થતી જણાશે. આઠ દષ્ટિની સઝાયમાં શ્રી યશોવિજયજી લખે છે – “ભી, કૃપણ, દયામણજી, માયી મચ્છર ઠાણ ભવાભિનંદી ભય ભજી, અફળ આરંભ અયાણ મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ. એવા અવગુણવંતનુંછ, પદ છે અવેદ્ય કઠોર સાધુ સંગ આગમતણેજી, તે જ ધુર ધેર. મન તે છત્યે સહજે ટળેજ, વિષમ કુતકે પ્રકાર; દૂર નિકટ હાથી હણેજી, જેમ એ બઠર વિચાર. મન” ન સમજાય ત્યાં મધ્યસ્થ રહેવું. કોઈને પૂછવું, આગળ ઉપર વિચારવાનું રાખવું કે પિતાની યોગ્યતાની ખામી છે તે દૂર થયે સમજાશે એટલે વિશ્વાસ રાખવો, પણ ઢયડી જેવી પિતાની કુતર્ક શક્તિને વાપરી ગમે તેવા નિર્ણય ઉપર આવી જઈ ધર્મમાર્ગથી નુકસાન થાય છે એવા વિચારને મનમાં સ્થાન આપવું ઘટતું નથી. સાચું સુખ તે ત્યાગમાંથી તે વૈરાગ્ય વધશે તેમ સમજાશે. પણ ન સમજાય ત્યાં સુધી પોતાની અધમતા આંખ આગળ રાખી ભવભીરુ, પાપથી ડરનાર, અધમાધમ બની જ્ઞાનીની આજ્ઞા સર્વોપરી હિત સાધનાર છે તેમાં મને વર્તવા દે, તેનું સારું જ ફળ આવશે એમ દઢતા વધારવી. ૪૦૮ અગાસ, તા. ૮૫-૪૩ તત છે. સત વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૯૯ આપના આત્મહિત કરવાના ભાવ જાણ સંતેષ થયે છેજી અને તેવા ભાવ આપણને બધાંને રહ્યા કરે તે જરૂર કલ્યાણકારી છે. જીવ નિમિત્તાધીન છે, ત્યાં સુધી પિતાને કે પિતાનાં ગણાતાં સંબંધી વર્ગને સારા નિમિત્ત બને તે પ્રકારે વિચારણું, પુરુષાર્થ, પ્રભુ-પ્રાર્થના કર્તવ્ય છે. યાદૃી માવના થી સિદ્ધિર્મવતિ તાકૃશી” જેવી જેની ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. પરમકૃપાળુદેવનાં વચનેમાં આપની વૃત્તિ રહે છે તે પ્રશંસાને પાત્ર છેજ. પિતાની મતિ, બુદ્ધિ, કલ્પના મંદ કરતાં રહી નિર્મળ ભાવે, જે જ્ઞાનીને કહેવું છે તે સમજવું છે અને સમજાય તે પ્રકારે વર્તવું છે, આટલે લક્ષ રાખી પરમપુરુષનાં વચને પ્રત્યક્ષ સન્દુરુષ તુલ્ય સમજી આરાધતા રહેશે તે ગમે તે સ્થળ હિતકારી થવા સંભવ છેછે. આપણી પ્રબળ ભક્તિભાવના જાગી તે તે સમીપ જ છે એમ સમજવું. “આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં” એ કહેવત પ્રમાણે પિતાનું કરવા પોતે જ કમર કસીને તૈયાર થવું પડશે, બીજાની મદદ તે પુણ્યદયને આધીન છે જી. પરમકૃપાળુદેવે પિતે કહેલું એક ભાઈ પાસેથી સાંભળ્યું છે કે જે તમે છ આની બળ કરશે તે અમે દશ આની નાખી સોળ આની કરી આપીશું, પણ એટલું તે કરવું જ રહ્યું. “કંઈક આપકા બળ તે કંઈક દેવકા બળ,” એમ પુરુષાર્થ કર્યો સફળતા મળે છેજી. પરમકૃપાળુદેવે એક ભાઈને જેમ બને તેમ વહેલી આરાધના કરતા રહેવા પત્રાંક ૭૦૨ માં જણાવ્યું છે તે વારંવાર વાંચી જે પ્રેરણા મળે તે ગ્રહણ કરવા
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy