SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ બેધામૃત રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરાં, પહાડે, ખાઈએ, વાઘ, વરુ, અનેક જાતના ભય અને ત્રાસ આવવાના જ છે, તેમ છતાં નામ ન થઈએ અને એ બધી મુસીબતેની સામે થવાની હિંમત કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોશમાં “પાછા હઠવું,” હાર ખાવી, પલાયન કરવું” એવી વસ્તુ જ નથી.” ભક્તિ શીશતણું સાટું, આગળ વસમી છે વાટું.” સદ્દગુરુ-શરણ સાચા અંતઃકરણે સ્વીકારાય તેટલી માર્ગનિકટતા છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦૬ અગાસ, ચૈત્ર વદ ૧૪, ૧૯૯૯ આત્માનું હિત કરવાને અનુપમ યોગ, સામગ્રી પૂર્વ પુણ્યથી આ ભવમાં મળી આવ્યા છતાં જીવ જે મામૂલી બાબતે માટે તે બેઈ નાખશે તે આખરે પસ્તાવું પડશે. માટે બાઈ ભાઈ જે જે સમજી શકે તેવા હોય તેમણે સત્પરુષે આપેલા મંત્ર સ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત વિશેષ વિશેષ પરાવતા રહેવાની ટેવ પાડી મૂકવા ગ્ય છે. બધા મુમુક્ષુજને ભક્તિ કરતા હોય તે વખતે બને તે સત્સંગ, વાચન, ભક્તિનો લાભ લે. તે ઉપરાંત પણ એટલે વખત મળે તે ધન આદિ કરતાં અનંતગણે કીમતી અમૂલ્ય ગણી સત્સાધનમાં જેડ. પ્રમાદ, ઊંઘ, વિલાસ, દેશકથા કે શિથિલતામાં કાળ વહ્યો ન જાય તેની વિશેષ કાળજી રાખવા, ચેતતા રહેવા ભલામણ છે. આયુષ્યને ભરોસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, ત્યાં પરભાવ અને પરકથામાં વાપરવાને વખત સાચા મુમુક્ષુના હાથમાં ક્યાંથી હોય ? ગમે તે રીતે પણ યોગ્યતા વધે તેવી પ્રવૃત્તિમાં સત્સંગના વિયોગે વર્તવું ઘટે. તે જ સત્સંગે વિશેષ લાભ થવા સંભવ છેછે. અગાસ, તા. ૫-૫-૪૩ અનુબ્રુપ – ચારે અંગેય દુષ્માણ્ય, જીવને જગમાં બહ; મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું. અવકાશ મળી શકે અને રજા લઈ શકાય તે વૈશાખ સુદ ૮-૯ બે દિવસ ભક્તિના અહીં ગાળવા જેવા છે.જી. વાવેલાં બીજ વરસાદ વિના ઊગતાં નથી કે ઊગ્યાં હોય તે કરમાઈ જાય છે, તેમ સત્સંગના વિરહમાં તમે પત્રમાં વર્ણવી તેવી જીવની દશા થઈ જાય છે તે સાવ સમજાય તેવી વાત છે. પણ તેને ઉપાય કરવા જીવ પુરુષાર્થ ન કરે ત્યાં સુધી ઊંધા તને વશ થઈ પિતે પિતાને શત્રુ બની, આત્મઘાતના મહા પાપને આચરનાર આતતાયી બને છે. આ જીવ કુતર્કથી, સ્વછંદથી કે કુગુરુની શિખામણે અનંતકાળ સુધી રખડ્યો, તોપણ થાકયો નથી. ઇદ્રિના વિષયમાં મીઠાશ છે, ત્યાં સુધી મન બધા વિચાર કરીને પાછું ઇંદ્રિય સુખને જ ઈષ્ટ ગણી તેની અનાદિની ઊંધી દોડમાં ઘાંચીના બેલની પેઠે ફેરવ્યા જ કરે છે. “મોક્ષમાળા'માંથી શિક્ષાપાઠ ૬૮ (જિતેન્દ્રિયતા વિષે વારંવાર વાંચી મુખપાઠ કરી તેના રહસ્યને હૃદયમાં સ્થિર કરવા ભલામણ છે. “સુખ વિષે વિચારના છ ભાગ, 'અમૂલ્ય તત્ત્વવિચાર, જિતેન્દ્રિયતા અને બ્રહ્મચર્યની નવ વાડ આ પાઠને એક એકના આધારરૂપ અનુપમ સંકલનામાં ગૂંથેલા છે. તે બધા કાળજીપૂર્વક વાંચી હૃદયમાં તેમાં જણાવેલા ઉત્તમ સારને સ્થાન આપશે, તે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy