________________
પત્રસુધા
૩૯૭ કે તેની (પરમકૃપાળુદેવની) ભક્તિ કરનારને વાંકે વાળ થવાને નથી. એક પરમકૃપાળુદેવને આશ્રયે આટલું આયુષ્ય ગાળવું છે અને તેને જ આશ્રયે દેહ છોડે છે, એ નિશ્ચય મુમુક્ષુએ અંતકાળ સુધી ટકાવી રાખવાનો છે. તે પરમજ્ઞાની પુરુષે જાણે છે તે મારો આત્મા છે, તેની મને અત્યારે ખબર નથી, પણ મારે તેણે જાણે છે તેવા આત્મા સિવાય બીજે ચિત્ત રાખવું નથી, બીજી કઈ ચીજ ઉપર તેથી વિશેષ પ્રેમ થવા દેવું નથી. આત્મા સિવાય કંઈ જોઈતું નથી, ઈચ્છવું નથી, દુઃખથી ગભરાવું નથી, મરણથી ડરવું નથી, કોઈ પ્રત્યે રાગ કે કઈ પ્રત્યે કિંચિત્ દ્વેષ રાખ નથી એવી જ્ઞાનીની આજ્ઞા મને અંતકાળ સુધી ટકી રહે. કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) જે દુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે હાલ છે તેથી વધારે આવે તે પણ મારે ગભરાવું નથી. (અપૂર્ણ)
૪૦૫
અગાસ, તા. ૨૪-૪-૪૩ તત્ સત
ચિત્ર વદ ૪, શનિ, ૧૯૯૯ ઠગાયે આજ સુધી અત્યંત, હવે તે માફ કરો ભગવંત; બોટાં ખાતાં ખતવ્યાં મેં તે, જૂઠો રાખો હિસાબ રકમ શરર ખાતાની માંડી, આત્મા ખાતે સાફ ઠગા સદ્ગુરુ સમીપ ગણ્યા ના તેથી, માયા લાંબી ચાલી,
હવે હાજરી હરદમ ગણીને, વૃત્તિ અંતર વાળી. ઠગાઇ આપની ભાવના જાગૃતિ અર્થે જાણી સંતેષ થયે છેજ. ઘણા દિવસ પ્રતિક્રમણ કર્યા છતાં જીવ પાછા ફરતે નથી, અંતવૃત્તિ શખતા નથી. જે સહવાસ સગાંવહાલાંને ઈરછે છે તેવો સહવાસ સદગુરુ પ્રત્યેને સમજાતું નથી. પિતાની હાજરી પ્રગટ ભાસતી નથી, તે તેને વિયેગ ક્યાંથી ચાલે? તે પછી જેને પ્રાર્થના કરીએ છીએ તેની હાજરી કે વિયાગ ક્યાંથી લાગે? બહિરાત્મભાવના ભાર નીચે જીવ દબાયો છે, તેને હલ કરવા પરોક્ષપણે પણ આત્મપ્રતીતિ કરવી જરૂરી છે. “નિરંતર ઉદાસીનતાને કમ સેવ” (૧૭૨) આદિ જ્ઞાની પુરુષનાં વચને વિચારી, આ જીવે હાલ સુધી કરવા ગ્ય કંઈ કર્યું નથી, માત્ર ઠગાતે આવે છે તે આત્મવંચનામાંથી જીવ હવે જાગે, સત્ય સન્મુખ થાય, સાચી આત્મઅર્પણતા સમજે અને આદરે એવી વિચારણામાં પ્રયત્નપૂર્વક વર્તવું ઘટે છે.
બહિરાતમ તૐ અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ સુજ્ઞાની; આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિ દોષ સુજ્ઞાની,
પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ-પોષ સુજ્ઞાની.” નીચેનો ફકર બળવીર્ય ફુરવા અર્થે વારંવાર વિચારવા યોગ્ય છે?
“જે આપણે પ્રાર્થનાની સફળતાને સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોઈએ તે આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, રષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લેહીનાં આંસુ ઢળ્યાં છે, હાડકાની અને માંસની સૂકવણી કરી છે. આપણા