SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ર. બેધામૃત માર્ગ છે. કોઈ પણ પ્રકારે ભવિષ્યને સાંસારિક વિચાર છેડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાને દઢ નિશ્ચય કર એ તમને યોગ્ય છે, ભવિષ્યમાં જે થવા ગ્ય હશે તે થશે, તે અનિવાર્ય છે, એમ ગણું પરમાર્થ પુરુષાર્થ ભણું સન્મુખ થવું યોગ્ય છે... લજજા અને આજીવિકા મિથ્યા છે. કુટુંબાદિનું મમત્વ રાખશો તે પણ જે થવાનું હશે તે થશે. તેમાં સમપણું રાખશે તે પણ જે થવા યોગ્ય હશે તે થશે; માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. સમપરિણામે પરિણમવું ગ્ય છે, અને એ જ અમારે બેધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં.” (૩૭૪) ૫. ઉ. પ્રભુશ્રીજીને બોધ તથા સમાધિ-પાનમાંના પત્રો આદિ વાંચતા રહેશે અને સમભાવ બને તેટલે રાખશે તે ધર્મધ્યાનમાં વૃત્તિ રહેવા સંભવ છે. બાકી સંસાર તે ક્લેશરૂપ છે, તેની નિવૃત્તિ વારંવાર ચિંતવી સત્સંગને જેગ બને તેટલે મેળવતા રહેવા ભલામણ છેજ. સમજાય, ન સમજાય તે પણ જ્ઞાની પુરુષોના વચનમાં વૃત્તિ જોડી રાખવાને પુરુષાર્થ કરતા રહેશો; તેનું ફળ અલૌકિક આવશે. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું ગ્ય નથી. આપણું ધાર્યું થતું નથી તે પ્રગટ દેખાય છે, તે જે થાય તે હેગ્યે જ થાય છે, એમ જ થવાનું ભગવાને દેખેલું હશે તે તેમ જ થયું, એમ ગણી ઈચ્છાઓ રોકી સ્મરણમંત્રનું આરાધન કર્યા કરવું યોગ્ય છે. છત્રીસ માળાને કમ ચાલુ હશેશાંતિ, સમાધિ, ભક્તિ, વાંચન, વિચારમાં વધારે કાળ ગાળતા રહેવા ભલામણ છે. અહીં જેમ ક્રમવાર ભક્તિમાં વખત જતા તેમ ત્યાં પણ પુસ્તકને આધારે, ચિત્રપટના અવલંબને પરમકૃપાળુદેવનાં વચનમાં તલ્લીનતા રહે અને વૃત્તિ સાંસારિક પ્રસંગમાં ન ભટકતી રહે તેવી કાળજી રાખી મનને વારંવાર ધર્મની પ્રવૃત્તિમાં જોડવા ભલામણ છેજ. જ્ઞાની પુરુષોએ કહેવામાં કચાશ નથી રાખી, આ જીવે કરવામાં કચાશ રાખી છે; તે હવે દૂર કરી, સાચા પુરુષનું શરણું આ ભવમાં મળ્યું છે તે સાચા થઈ તે મરતા સુધી પકડી રાખવું છે, અને આત્મહિત અર્થે જ જીવવું છે, એ દૃઢ નિશ્ચય કરી તેમ વર્તતા રહેવાનું છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૦ અગાસ, તા. ૧૦-૪-૪૩ તત્ સત્ ચૈત્ર સુદ ૬, શનિ, ૧૯૯૯ આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે.” (પ૬૮) “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ-મૂળ૦ એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત—મૂળ૦ કહ્યું ભગવતે દશન તેહને રે, જેનું બીજું નામ સમકિત-મૂળ૦” (૭૧૫) વસ્તુ વિચારતા ધ્યાવતે, મન પામે વિશ્રામ રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકે નામ.”—બનારસીદાસ તમે પુછાવેલ કડીઓને પરમાર્થ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને સત્સંગને વિશેષ પરિચય થયે હદયગત થાય તેમ સમજાય છેછે. તેમ છતાં હાલ તમારા ચિત્તને સંતેષ થવા અર્થે
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy