________________
પત્રસુધા
૩૯૧
દ્વારા પરિચય કે માહાત્મ્ય આપણને હદયગત થાય તેવું બીજાં નામે દ્વારા થવું મુશ્કેલ છે. બાકી “જીવનકળા”માં, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને છેવટે પરમકૃપાળુદેવે જણાવ્યું છે તે, છપાયું છે કે વીતરાગમાં અને અમારામાં ભેદ ગણશે નહીં.
તમારો બીજો પ્રશ્ન રૂબરૂમાં ચર્ચે સમાધાન થાય તેમ છે. હાલ તે ત્યાગ વૈરાગ્યની વૃદ્ધિ થાય અને જિજ્ઞાસા વર્ધમાન થાય તેવી ગ્યતા લાવવા પુરુષાર્થ કર્તવ્ય છે. આત્મા એક છે કે અનેક છે તેની કંઈક તુલના કરવા યોગ્ય શક્તિ થયે, સત્સંગ વિશેષ થયે અને શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વિશેષ કાળજીથી વાંચે સમજાય તેમ છે. એટલે હાલ ધીરજ રાખી, રૂબરૂમાં સમાગમ સમજાશે એવી ધારણા રાખી પુરુષાર્થ વધાર્યા જવા ભલામણ છે.જી. હાલ જે પુસ્તકો પાસે હોય તે મધ્યસ્થદષ્ટિથી, ત્યાગવૈરાગ્યની વૃદ્ધિને અર્થે વાંચવા-વિચારવાનું કરશે તે સિદ્ધાંતિક વાતો યોગ્યતા આવ્યે સહજ પ્રયાસે સમજાઈ રહેશેજ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯૮
અગાસ, તા. ૨૧-૨-૩ અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ન એકે નેહને, ન મળે પરમ પ્રભાવ.” વિ. આપે શંકા લખી કે “મહાત્મા વાસુદેવ” એમ કહ્યું અને ‘પરમ મહાત્મા ગાંગનાઓ' કહી છે તેનું શું કારણ? તેના ઉત્તરમાં જણાવવાનું કે હવે પત્રાંક ૨૨૩ માં સુધારે કરેલ છે તેમાં પરમ મહાગ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં’ એમ છાપેલું છે. તે એમ સૂચવે છે કે પરમ માહાસ્ય જેમને સમજાયું છે એવી પરમ મહામ્યા ગોપાંગનાઓ, પણ માહાભ્ય તે શ્રી વાસુદેવનું જ છે, તેથી શ્રી વાસુદેવ મહાત્મા છે અને તેમનું માહાસ્ય સમજનાર પરમ મહાભ્યા અથવા પરમ ભક્તિવંત છે એમ સમજવા યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯૯
ઈડર, તા. ૧૫-૩-૪૩ તત્ સત્
ફાગણ સુદ ૯, સોમ, ૧૯૮૯ આપનું કાર્ડ મળ્યું. આપની ભાવના હાલને નવરાશને વખત સત્સંગમાં ગાળવા જાણી સંતેષ થયો છેજ. વિનંતી કે હોળી સુધી અહીં રહેવા વિચાર છે ત્યાં સુધીમાં અહીં આવવું હોય તે આ રમણીય ક્ષેત્રની યાત્રા થશે. “જીવનકળા”માં જે વર્ણન છે તે સ્થળો પ્રત્યક્ષ જોવા અહીં મળશે. પર્વત ઉપર ગરમી નથી, પવન ખૂબ રહે છે. સત્સંગ, એકાંત, વિચારને અનુકૂળ સ્થળ જાણી આજથી અઠવાડિયા સુધી અહીં રહેવાનું રાખ્યું છે. આપને જેમ અનુકૂળ આવે તેમ કરશે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૦૦
અગાસ, તા. ૭-૪-૪૩ તત સત
ચૈત્ર સુદ ૪, ગુરુ, ૧૯૯૯ ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે, તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાને મુખ્ય