________________
૩૮૬
બેધામૃત સાથે જણાવશોજી. પરમકૃપાળુદેવ લખે છે – “શું કરવું? અથવા કોઈ પ્રકારે થતું નથી એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે; તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારને વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણે ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે.” (૨૬૨) આ વાકયો તમે બધા મળી વિચારશો, તથા તેમાં જણાવેલ “બીજા બધા પ્રકારના વિચાર અકર્તવ્યરૂપ” ભાસે તેવી વિચારણા–ભાવનામાં રહેવા પુરુષાર્થ કરતા રહેશોજી. વૈરાગ્ય, ઉદાસીનતા, ધીરજ, દયા, શાંતિ આદિ ગુણ જીવને ઉન્નતિમાર્ગમાં અત્યંત ઉપકારી છે તેનું સેવન કરતા રહેશે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા – “તારી વારે વાર.” ગ્યતાની ખામી, આપણે પ્રભુભક્તિ આદિ દ્વારા પૂરી કરવાની છે જી. એ જ.
છે શાંતિઃ શાંતિ શાંતિઃ
૩૯૧
અગાસ, તા. ૧૨-૧-૪૩ તત્ ૐ સત
પોષ સુદ ૭, મંગળ, ૧૯૯૯ ધર્મધ્યાનનું કારણ સગુરુની મુખમુદ્રા તથા તેમનાં વચનામૃત આ કાળમાં છે તેના પ્રત્યે જે જે જીવોને આદરભાવ, ઉલ્લાસભાવ વર્તે છે તેને સહેજે મદદરૂપ થવું એવું અંતરમાં રહ્યા કરે છે. તેથી તમારો કાગળ વાંચી બીજા વિચારો દબાવી જઈ આવવું એવું નક્કી કર્યું છે. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯૨
અગાસ, તા, ૧૫-૧-૪૩ તત્ સત્
પષ સુદ ૧૦, શનિ, ૧૯૯૯ અનુબ્રુપ – ચારે અંગેય દુપ્રાપ્ય, ને જગમાં ઘણાં (બહુ)
મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય કુરણ (જાગવું). આપ બન્ને ભાઈઓના પત્રે મળ્યા. બન્નેનો મૂળમાર્ગ પ્રત્યે ભક્તિભાવ તથા નિઃશંક થવાની જિજ્ઞાસા યથાશક્તિ સમજાઈ છેછે. તમારે આગળ વધવાને પુરુષાર્થ તથા શોધકવૃત્તિથી સંતોષ થયે છેજ. પૂ...ની વિચારણા સુંદર છે. જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં અનંત અર્થ-આગમ રહ્યાં છે, એ લક્ષ રાખી આપણી બુદ્ધિને વિકાસ મળે તેમ વિચારણ કરવામાં હરકત નથી, પણ તેથી સપુરુષનાં વચનો આશય અત્યંત વિશાળ છે, અપાર છે એટલો લક્ષ રાખ. આગમ અનુસાર હિતકારી વિચારણા કર્તવ્ય .
અનંતાનુબંધીનું સ્વરૂપ ગહન છે. શ્રી અંબાલાલભાઈએ કાર્તિક સુદ ૨, સં. ૧૯૫૨ના એક પત્ર પરમકૃપાળુદેવને લખ્યું છે, તેમાં લખે છે –- “રવિવારે રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લેભનું સ્વરૂપ વિચારતાં તેમ જ તે પછી સમ્યફદશાનાં પાંચ લક્ષણનું સ્વરૂપ વિચારતાં પદાર્થના સ્વરૂપને નિર્ણય થયો હોય એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં? અથવા એ પદાર્થના સ્વરૂપને નિર્ણય થયો હોય તો તે નિર્ણય ધારી રાખી અથવા મૂકી દઈ આગળ આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું? એટલે કે હાલ