________________
પત્રસુધા
૩૮૭ કયું શાસ્ત્ર વાંચવું અથવા વિચાર કરે તે યોગ્ય લાગે તે જણાવવા દયા કરશેજી. સ્વછંદી છું, અનંત દેષથી ભરેલું છું, જેથી કરી કલ્પનાથી કંઈ કપાયું હોય તે ત્રિકરણ વેગથી અને આત્મભાવથી વંદન કરી ક્ષમાવું છું અને તેથી વિશેષ અથવા બીજી રીતે સમજવા ઈચ્છું છું... સત્પરમાત્માનો વિયોગ થયા પછી આ આત્માને કમ (ઉપગ) એક જ ધારાને ચાલ્યો આવે છે, તે સહજ ભાવે વિદિત થવા લાગે છે – રતંભતીર્થક્ષેત્રથી દેહધારી આત્માના આત્મભાવે નમસ્કાર.” તેને ઉત્તર પત્રાંક ૬૫૪ તથા વ્યાખ્યાનસાર ૧-૧૬ થી ૨૩ વાંચી પિતાને માટે વિચારશોજી. “અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાનો વખત આવે છે.” (૫૭૦) એ વાક્યને વારંવાર વિચાર કરી ધીરજ વધારવા ગ્ય છે.જી. બને તે પત્રાંક ૪૫૪ મુખપાઠ કરી તેમાં જણાવેલી ગ્યતા પ્રથમ પ્રાપ્ત કરી ગ્યતા વધારતા જવાથી આપોઆપ ઘણું સંશયો સમાઈ જવા સંભવ છે. જેટલી જેને પિતાની લઘુતા, દીનતા સમજાઈ છે, તેટલી તેને સન્માર્ગ પ્રાપ્તિ સુલભ છે.
ગચ્છ મતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર
ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.” “હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું, એ ભૂલશે નહીં.” (૩૭)
આત્માને ધર્મ આત્મામાં છે. આત્મતૃપ્રાણ પુરુષને બધેલ ધર્મ આત્મતામાર્ગરૂપ હોય છે. બાકીના માર્ગના મતમાં પડવું નહીં.” (૪૬૬)
બુદ્ધિબળ ઉપર મુખ્ય આધાર ન રાખતાં, અનુભવી જ્ઞાની પુરુષે નિષ્કારણ કરુણથી કલ્યાણને માર્ગ પ્રરૂપે છે તે મારે ઉપાસવા ગ્ય છે એ બુદ્ધિ હૃદયમાં દઢ ધારી, સત્સંગસમાગમે નિઃશંક થવા ધર્મચર્ચામાં હરકત નથી. સમાધાન ન થાય તે આગળ ઉપર ગ્યતા વચ્ચે કે વિશેષ સમાગમ થશે એમ વિચારી ધીરજ રાખી સશીલનું આરાધન ઉત્સાહપૂર્વક કર્યા રહો એ જ હાલ તે ભલામણ છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯૩
ધામણ, તા. ૨૬-૧-૪૩ “અનંતકાળથી પિતાને પિતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?” (૧૭૨)
પર પ્રેમ-પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ-ભેદ સુરિ બસે,
વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજ કે અનુભવ બદલાઈ દિયે.” તમે બદલીનું પત્રમાં જણાવ્યું તેથી બધું ભાદરણનું મંડળ વીખરાઈ ગયું એમ જાણ્યું. કળિકાળ છે તેથી સત્સંગનાં નિમિત્તો મળવા પણ દુર્લભ થઈ પડ્યાં છે. સત્સંગના વિયોગમાં જ તેની કિંમત સમજાય છે. પુણ્યાનુબંધી પુણ્યનું ફળ સત્સંગ છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે સાચું છે. આ કાળમાં તેવા પુણ્યના સંચયવાળા છે ડા જ સંભવે છે. જ્યાં ત્યાં પાપના ઉદયવાળા કે પુણ્યના ઉદયમાં પણ પાપ બાંધતા છ જણાય છે. વળી પરમકૃપાળુદેવે કહ્યું છે કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયાં છે. એવા વિકટ વખતમાં પણ આત્મકલ્યાણ કરવું હોય તેણે વિકટ પુરુષાર્થ કર્તવ્ય છે અને પુરુષને વેગ ન હોય ત્યારે તે