________________
પત્રસુધા
૩૮૫ જૈન કે વેદાંતનું વાંચવા ભલામણ કરતા તે શા અભિપ્રાયે? તે પિતે જણાવે છે: “જીવને કુળગે સંપ્રદાય પ્રાપ્ત થયેલ હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ? એમ વિચારતાં દષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુ જીવને તે એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્દગુરુગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન વૈરાગ્ય અને ઉપશમાથે ગવાસિષ્ઠ’, ‘ઉત્તરાધ્યયન આદિ વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષનાં વચનનું નિરાબાધ પણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.” (૫૩૪) “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦) “જીવે ધર્મ પિતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.” (૪૦૩) “શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્દગુરૂગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથે, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ નિર્ધારી લઈ તે અંતભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પિતાને વિષે જ્ઞાન કરે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે. ઠામ ઠામ જીવને આવા પેગ બાઝે તેવું રહ્યું છે, અથવા તે જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઇરછક ગુરુઓ, માત્ર પિતાનાં માનપૂજાદિની કામનાએ ફરતા એવા, જેને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે.” (૨૨) હવે એવો નિશ્ચય કરે ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણને ઉપાય નથી.” (૪૪૯) આ વારંવાર વિચારવા અર્થે લખ્યું છે. બાકી “મૂળ મારગ સાંભળે જિનને રે” તેમાં સ્પષ્ટ લખ્યું છે કે :
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ-મૂળ૦
એમ જાણે સદ્દગુરુ-ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ–મૂળ” પરમકૃપાળુદેવનાં વચનોને વિશેષ પરિચય કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૦૦
અગાસ, તા. ૧૧-૧-૪૩ પૂ..ને પત્ર આવ્યો હતો. તેમને પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ગુરુભાવ પ્રગટે અને ટકી રહે તે વારંવાર જણાવતા રહેવા યોગ્ય છે”. આપણે મુમુક્ષુઓમાં એકબીજા દ્વારા જે પ્રકારની મદદ મળે તે પરમકૃપાળુદેવના યુગબળનું ફળ છે. હું તે એક પામર પ્રાણી તેના શરણે રહી આત્મહિત કરવા મથી રહ્યો છું. જેના દ્વારા આપણને ઉપકાર થયો હોય તે ભૂલ નહીં, પણ ભક્તિભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે પતિવ્રતાની પેઠે રાખવાથી ઘણે લાભ છે એમ તેમને જણાવશે તથા હાલ આત્મકલ્યાણની ઈચ્છા છે તે મંદ ન થાય તે પણ
25