________________
૩૮૪
બેધામૃત રાખવા જેવું નથી. બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી, તે જ્યાં આપણે ઉપાય ન ચાલે તેવા પ્રારબ્ધની ચિંતા કરવી વ્યર્થ છે. માત્ર જ્ઞાની પુરુષે જણાવેલા ધર્મધ્યાનમાં અહોનિશ તત્પર થવા હવે તે કેડ બાંધી અંતરંગ પુરુષાર્થની જ જરૂર છે. તેનું શરણું જેને છે તેને જ તે સૂઝી આવે છે માટે હિંમત નહીં હારતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીના શરણે બુદ્ધિ રાખશે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૮૯
અગાસ, તા. ૧૧-૧-૪૩ તત ૩% સત્
પષ સુદ ૯, ૧૯૯૯ હરિગીત – શું શરણ અજ્ઞાનીજનોનું કે કુદેવ ધનાદિનું?
દુખદાયી આખર નીવડે, તે મૂળ છે મહાદિનું. નિર્મોહનરને આશ્રયે સ્વ-સ્વરૃપ સ્થિતિ સંભવે, તેથી ન બુદ્ધિમાન એવું શરણ લે જે ભૂલવે. વૈરાગ્યભાવે ભાવના, ભાવે વિવિધ વિચારથી, મૃત્યુ ફરે માથાપરે, યૌવન જરા રથ સારથિ. સામ્રાજ્ય, લક્ષ્મી, લેગ સૌ વિનાશ વાદળસમ અહા! ક્ષણમાં જ લૂંટાઈ નર-ભવ, દેવને દુર્લભ મહા. માતા, પિતા, પરિજન જુદાં, નથી કઈ જગમાં જીવનું, સાથે રહે આ શરીર નિત્યે, તેય તત્વ અજીવનું મન, વચન, કાયા, સર્વ જુદાં કર્મ કૃત સૌ અન્ય છે,
માટે ગ્રહે રે ! રત્નત્રયમય, શુદ્ધ રૂ૫ અનન્ય છે. (પ્રજ્ઞાવધ ૧૦) આપને પત્ર પાંચેક દિવસ ઉપર આવ્યું તે મળે. પરમકૃપાળુદેવે જે આત્મસ્વરૂપ અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, તેવું અનુભવપૂર્વક જણાવનાર આ કાળમાં વિરલા સંભવે છે. તેની સરખામણમાં મૂકી શકાય તે કેઈ અપવાદરૂપ પણ નજરે જતું નથી. આ કાળમાં જીવના કેવા પ્રકારના દોષ જીવને મૂંઝવી રહ્યા છે તેનું જેને સ્પષ્ટ ભાન હતું તેથી અનંત દયા આવવાથી પિતાનું આત્મકાર્ય સાધતાં સાધતાં અન્ય જીને માર્ગ મળે તેવાં વચનામૃતની વૃષ્ટિ કરતા ગયા છે. તેમાં જ આખી જિંદગી ગાળવા ગ્ય છે. તેને વિશેષ સમજવા બીજો કોઈ અભ્યાસ કે વાચન કરવું હોય તે કરવું ઘટે, પણ મૂળ આત્મા સંબંધી વાત તે જ્યારે ત્યારે પરમકૃપાળુદેવને આધારે જ નિર્ણય કરે છે એ અચળ અભિપ્રાય હૃદયમાં મરતા સુધી ટકી રહે તેવું કર્તવ્ય છે. - તમે “વિચારસાગર’ વાંચતાં જણાવ્યું કે “પંચકેષથી ને કારણશરીરથી આત્મા જુદો છે તે તે ખરું છે કે કેમ? આપણે કૃપાળુદેવને પુસ્તકમાં એમ છે કે કેમ ?” એ પ્રશ્નથી સંતોષ થાય છે, કે તમે ગમે તે પુસ્તક વાંચી આત્માનો નિર્ધાર કરવા ઈચ્છતા નથી, પરંતુ પરમકૃપાળુ દેવે માન્ય કર્યું હોય તે જ માન્ય કરવા ભાવના છે, તે જાણી તે પુરુષને અભિપ્રાય જ માનવા યંગ્ય છે, એ દઢ થવા જ આ પત્ર લખે છેજ. પરમકૃપાળુદેવ કઈ મુમુક્ષુને પુસ્તક