________________
૩૭૮
બધામૃત
“માનાદિક શત્રુ મહા, નિજ દે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય;
તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં હૅર થાય.” માટે જાગ્રત થવાની, જાગ્રત રહેવાની, મેહથી દૂર ખસતા – નાસતા રહેવાની જરૂર છેજ. “ચતુરની બે ઘડી અને મૂરખને જન્મારે” એવી કહેવત છે. સમજુ માણસ બે અક્ષરમાં સમજી ચેતી જાય તે કામ કાઢી નાખે અને મૂરખ જન્મારે મહેનત કરે પણ કંઈ સફળતા ન મેળવે. માટે મૂઢતા, અજ્ઞાનદશા, મેહમદિરાને વારંવાર વિચાર કરી “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ પરમકૃપાળુદેવનું વચન લક્ષમાં લેશેજી.
છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૮૪
અગાસ, તા. ૩૦-૧૦-૪૨ તત્ સત
આસે વદ ૬, ૧૯૯૮ ગીતિ – એક જ સાચું વંદન, શ્રી જિનવરાતિ વર્ધમાન પ્રતિ,
નર નારીને તારે, ભયંકર ભવસાગરથી. દેહરા – પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ,
જેને શરણે જીવતાં, ટળતી ભવભ્રમ ટેવ. શ્ર આત્મસિદ્ધિશાસ્ત્રરૂપ ગંગા આણી ઘેર, ભવભવનાં પાપ હરી, દેવા શિવ-સુખ લહેર. તન મન વચને આદર, ભક્તિ ધરી ઉલ્લાસ,
આત્મસમાધિ કારણે, સમરણ શ્વાસોશ્વાસ. આપને પત્ર પ્રાપ્ત થયું. ગઈ એકમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર તથા પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની જન્મતિથિ હતી. તે દિવસે બધાં મુમુક્ષુ ભાઈબહેનોએ ઊભાં ઊભાં આત્મસિદ્ધિની એક એક ગાથા જે બેલાય તે ઝીલીને નમસ્કાર કરવાના કામે બધી ગાથાઓએ નમસ્કાર કર્યા હતા. તમે પણ યથાશક્તિ તે દિવસે ભક્તિ કરી હશે. સદ્દગુરુ આજ્ઞાનુસાર ધર્મ ભાવનામાં જેટલે કાળ ગળાશે તે જ ખરું જીવન છે. બાકી તે ધમણની પેઠે શ્વાસોચ્છવાસ લેવામાં ને બીજે બેટી થવામાં જે જે ક્ષણે વહી જાય છે તે રન વેરતાં વેરતાં જવાની ટેવ જેવી મૂર્ખાઈ સમજાય છે. મનુષ્યભવની દુર્લભતા તથા સફળ કરવાની ઉત્કંઠા ચિત્તમાં નહીં વસે ત્યાંસુધી અમૃત જેવાં જ્ઞાનીનાં વચને તે ભેંસ આગળ ભાગવત્ સમાન કંઈ અસર કે ગરજ જગાડે તેવાં બનાવાયોગ્ય નથી. આ મનુષ્યભવ છે ત્યાં સુધી આત્મહિત થઈ શકે એમ છે, માટે આત્મહિત એ જ મુખ્ય કર્તવ્ય છે એ લક્ષ નિરંતર રાખી બીજા કામમાં પ્રવૃત્તિ ઘટે છે.
અત્યારે જે સુખદુઃખ ભેગવાય છે, તે પૂર્વે કરેલાં પુણ્ય પાપનું ફળ છે. તે ઉપરથી આત્મા શુભાશુભ કર્મને કર્તા સમજાય છે. તે કર્તાપણું ત્રણ પ્રકારે ભગવાને કહ્યું છે :