________________
પત્રસુધા
૩૭૮
(૧) પરમાર્થથી એટલે નિશ્ચયનયથી કે કર્મ તરફ નજર નહીં દેતાં આત્મા શું કરે છે? એમ વિચારીએ તે આત્મા પિતાના સ્વભાવમાં (શુદ્ધ જ્ઞાન દર્શન – માત્ર જાણવા દેખવાના કામમાં પ્રવર્તે છે એમ જણાય, તેથી તે પિતાના સ્વરૂપને કર્તા કહેવાય. એ શુદ્ધ આત્માની વાત થઈ.
(૨) હવે શુદ્ધભાવે આત્મા ન વર્તે ત્યારે શુભ કે અશુભ ભાવે જીવ વર્તે તેથી જેમ ચીકટો હાથ હોય તે ધૂળ કે લેટ હાથે ચોંટી જાય તેમ શુભઅશુભ ભાવ કે રાગદ્વેષરૂપ ભાવ થાય ત્યારે પુણ્ય કે પાપરૂપ કર્મ જીવને વળગે છે, તેથી તે જ્ઞાનાવરણાદિ આઠ કર્મને કર્તા કહેવાય છે. આ બીજા પ્રકારે જીવને કર્મને કર્તા કહ્યો તેનું વર્ણન શાસ્ત્રમાં આ પ્રમાણે કર્યું છે કે અનુપચરિત એટલે અનુભવમાં આવવા ગ્ય જે છે અને વિશેષ સંબંધ જેની સાથે જીવને છે એવાં કર્મને કર્તા જીવ વ્યવહાર અપેક્ષાએ કહેવાય છે. આ
(૩) હવે ત્રીજા પ્રકારે પણ જીવ કર્મને કર્તા કહેવાય છે જેમ કે સુથારે ઘર કર્યું, રાજાએ નગર વસાવ્યું. આ કર્મ કે ક્રિયાની સાથે જીવને આઠ કર્મની પેઠે નિકટ સંબંધ નથી એટલે દૂરને સંબંધ છે તેથી અનુપચરિતને બદલે ઉપચારથી તે ઘર, નગર આદિને કર્તા કહેવાય છે. આઠ કર્મની પેઠે વિશેષ સંબંધરૂપે આ બધાં કામ અનુભવમાં આવવા
ગ્ય નથી. માટે તે વ્યવહારને ઉપચારિત કે ઉપચાર કહ્યો છે. એ શાસ્ત્રીય નામે છે પણ કર્મને કર્તા જીવને કહેવાય ત્યારે અનુપચરિત વ્યવહારની અપેક્ષા ગણવી, અને ઘર, નગર, રસોઈ વગેરે કામ કરનારે જીવને કહીએ ત્યારે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું છે એમ સમજવું.
ટૂંકામાં આત્મા શુદ્ધભાવને કર્તા છે એમ કહીએ તે પરમાર્થ અપેક્ષા છે, આઠ કર્મને કર્તા છવ છે એમ કહીએ ત્યાં અનુપચરિત (અનુભવમાં આવવા ગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી કર્તાપણું કહ્યું છે અને ઘટ, પેટ, રસોઈ, ઘર, નગર વગેરે કામને કર્તા આત્માને કહીએ તે ઉપચારરૂપ વ્યવહારથી કર્તાપણું કહ્યું એમ સમજવું. આ વાત રૂબરૂમાં વિશેષ સમજી શકાય તેમ છે પણ આ વારંવાર વાંચશે તે ત્રણ પ્રકારે કર્તાપણું કેવી રીતે કહ્યું છે તે કંઈક સમજાશે. આત્માને આત્માના ભાવને કર્તા કહેવો તે પરમાર્થ રીતિ છે અને જડ એવાં કર્મને કર્તા આત્મા છે એમ કહેવું તે વ્યવહાર છે. તે કર્મને આત્મા સાથે વિશેષ નિકટ સંબંધ હોવાથી તેને અનુપચરિત વ્યવહાર કહી છેલ્લા ભેદથી જુદે વર્ણવે છે અને કામધંધા વગેરેને કર્તા આત્માને કહીએ ત્યારે તે ઉપચરિત વ્યવહાર કે ઉપચાર નામને વ્યવહાર કહેવાય છે. કારણ કે આત્માથી કામધંધા દૂરના સંબંધવાળા છે. તેને તે ભેગવવા પડે જ એવો સંબંધ નથી. રસઈ કરેલી પોતે ન પણ ખાય. પરંતુ કર્મ કરેલાં તે ભેગવવાં જ પડે. આવો ભેદ સમજવા યોગ્ય છે. | દિવાળીના દિવસો ઉપર સમાધિમરણની તૈયારી કરવારૂપ વ્રત-માળા ૧૦૮ ફેરવવા સંબંધી પહેલાં લખેલું છે તે પ્રમાણે પ્રમાદ તજી પ્રવર્તવા ભલામણ છે. તે કર્મ દૂર કરવા માટે છે એમ વિચારશોજી.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ