________________
પત્રસુધા
૩૭૭ ગણાય તેમ અનાર્ય ક્ષેત્રમાં વસવા જેવું જેનું પ્રારબ્ધ હોય તેને શું જરૂરનું છે એ વિચાર ઉદ્ભવાવી, અતિ સંક્ષેપમાં નીચે બે બેલ લખું છું. પ્રથમ તે–
“ધર્મ અર્થે ઈહ પ્રાણનેજી છાંડે પણ નહિ ધર્મ –
પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ .” (શ્રી યશોવિજયજી) ધર્મ જ્ઞાની પુરુષની આજ્ઞા. શાળા ધો બાપ તવો– એ જ મારું જીવન છે, તે તૂટે તેવી પ્રવૃત્તિ મારે નથી કરવી. સાત વ્યસન, સાત અભક્ષ્યને ત્યાગ, નિત્યનિયમ, ભક્તિ, મંત્રની માળા આદિ, મુખપાઠ કરેલું ભૂલી ન જવાય તે અર્થે ફેરવતા રહેવું. વિચારપૂર્વક વર્તન વગેરે લક્ષપૂર્વક પાળતા રહેવું. તેને વિન્ન કરે તેવી સેબત, વાચન કે વાતચીતને એ છે પરિચય રાખવો. વાંચન, મનન, નવું શીખવાનું વગેરે વિશેષ ન બને તે હાલ જે થાય છે તેમાંથી પાછા હઠવાનું તે ન જ બનવું જોઈએ એટલે ખ્યાલ રાખ્યા કરે. રોજ સાંજે સૂતા પહેલાં તપાસી જવું કે આજે કોઈ એવું કાર્ય મનવચનકાયા વડે બન્યું છે કે જે મારે ગુરુજને આગળ સંતાડવું પડે, કે તે જાણી તેમને ખેદ થાય?
ન્યાયનીતિ એ ધર્મને પાયે છે માટે નીતિના નિયમોનું પણ ઉ૯લંઘન ન થાય તેવું વર્તન ત્યાં ખાસ કરીને રાખવાની જરૂર છે. કારણ કે ત્યાં નિરંકુશ જીવન હોવાથી કોઈ ટોકનાર હોય નહીં, કેઈની શરમ નડે નહીં અને મને તે નીચે રસ્તે ઢળી પડે તેવી ઉમ્મર છે, માટે શત્રુઓની વચમાં રહીને સુરક્ષિત રહેવા જેવી જાગૃતિ જોઈએ, તેવી જાગૃતિ ધર્મને માટે રાખવાની જરૂર છે.
મન ગમે તેવી વસ્તુઓની ઈરછા કરે પણ પહેલું પૂછવું કે ત્યાં નાર કુટુંબમાં હેલું તે હું કઈ કઈ વસ્તુઓને જરૂરની ગણું? અને અહીં સંજોગ બીજા છતાં ખાસ જરૂરની જે જણાય તે જ મારે વાપરવી છે. નહીં તે બને ત્યાં સુધી મનની ઇચ્છાઓને રોકવી છે. ઈરછાએ કાશે તેટલું ખરેખરું તપ થશે. આ વાતને વારંવાર વિચાર કરી તે પ્રમાણે વર્તશે તે તમે બીજાને શિખામણ આપે તેવું તમારું જીવન ઘડાશે. લીધેલા નિયમ કદી પણ તેડું નહીં એવું જ સૂતી વખતે સંભારતા રહેવા વિનંતી છે). ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૮૩
અગાસ, આસો સુદ ૧૧, મંગળ, ૧૯૯૮ આપને પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. ભાવ વર્ધમાન થાય તે કરતા રહેવા ભલામણ છે, પરંતુ પાછા પડાય નહીં તેની ખાસ કાળજી રાખવી ઘટે છેજ. ધર્મક્રિયા કરતા રહેવા સાથે આત્માને કષાય અને વિષયના પંજામાંથી છોડાવવાને છે તે લક્ષ ચુકાય નહીં તે માટે રેજ અઢાર પાપસ્થાનક વિચારી જવાં અને શેષ નજરે ચઢે તે ઘટાડવા વિચાર, ઉપાય કર્તવ્ય છે જ. કઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગ અને કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ દ્વેષ ન રહે તેવા ભાવ કરવા બધે પુરુષાર્થ છે. જે બે ઘડી સુધી કોઈ પ્રત્યે દ્વેષ કે ક્રોધને પ્રવાહ ચાલુ રહ્યો તે ઘણું દિવસ અને ઘણી રાત્રિ સુધી કરેલે શ્રમ બે ઘડીમાં બાળી ભસ્મ કરી નાખે તેવી ક્રોધમાં તાકાત છે. તેમ જ કામ, માન આદિ શત્રુઓ પણ જેવા તેવા નથી. જે તેને વશ જીવ થઈ ગયે તે ધર્મને નાશ થતાં વાર ન લાગે તેમ છે તેમ છતાં દરેકના ઉપાય છે.