________________
૩૭૬
બધામૃત તીર્થ શિરોમણિ આત્મહિતષિક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે.જી.
મનુષ્યભવ અત્યંત દુર્લભ છે, બહુ પુણ્ય કરીને પ્રાપ્ત થયો છે તેની એક ક્ષણ પણ નકામી જતી રહે નહીં તેની કાળજી વિચારવાન જી રાખવી ઘટે છેજ. ભલે ઘરેણાં-ગાંઠ લૂંટાઈ જાય, ઘર બળી જાય કે બધી મિલકત જતી રહે, પણ આત્મહિતનું સાધન જે મનુષ્યભવને વેગ હશે તે બધું ફરી પ્રાપ્ત કરી શકાશે, કે તેના વિના ચલાવી લેવાશે. પણ જે આ માનવભવ લૂંટાઈ ગયે તે તે પ્રાપ્ત થવા અતિ અતિ દુર્લભ છે. કરોડો રૂપિયા ખર્ચતાં પણ આયુષ્ય લંબાવી શકાતું નથી. માટે જેટલી ક્ષણો જીવવાની મળી છે તેમાંથી બને તેટલી સદ્દગુરુની આજ્ઞામાં ગાળવા ખરેખર પુરુષાર્થ, પ્રમાદ તજીને કર્તવ્ય છે.
આસો સુદ ૭ ને શુક્રવારથી આંબેલની ઓળી બેસે છે તે પૂનમને દિવસે પૂર્ણ થાય છે. તે દિવસેમાં લૂખે નીરસ આહાર એક વખત લઈ, આખો દિવસ ગરમ કરી કારેલું પાણી વાપરી વાંચન, વિચાર, ભક્તિ, મંત્રની માળા ગણવી, નવું ગોખવું, જૂનું મુખપાઠ કરેલું ફેરવી જવું, લખવું, ધર્મની વાતચીત કરવી, જાગરણ કરવું આદિ ધર્મ પ્રવૃત્તિમાં રાતદિવસમાંથી બને તેટલે આત્માથે કાળ ગાળવા ભલામણ છે.
પૂનમને બીજે દિવસે આસો વદ એકમને દિવસ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર રચાયાને શુભ દિવસ છે તથા તે જ તિથિ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને જન્મદિવસ છે. તે દિવસે પરમકપાળુદેવના ચિત્રપટ આગળ “શ્રી સદ્દગુરુપ્રસાદમાંથી આત્મસિદ્ધિ કાઢી ખુલ્લી મૂકીને કે તત્ત્વજ્ઞાનમાંથી આત્મસિદ્ધિ કાઢી ચિત્રપટ આગળ મૂકી મેઢેથી એક એક ગાથા બોલતા જઈ એક એક નમસ્કાર કરતા જ એમ શરીર ઠીક હોય તે ૧૪૨ થી ૧૫૦ સુધી નમસ્કાર ભાવપૂર્વક કરવા ઘટે છે. તેટલી શક્તિ ન હોય તે બને તેટલા શરૂઆતની ગાથાએ નમસ્કાર કરી પછી બેઠા બેઠા બોલતા જવું અને હાથ જોડી ચિત્રપટ આગળ નમસ્કાર કરતા જવું. આમ આખી આત્મસિદ્ધિની ભક્તિ અને તે દિવસે, અને દિવસે વખત ન મળે તે ગમે ત્યારે રાત્રે પણ તે દિવસે ભક્તિ કર્તવ્ય છે.જી.
છે. શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૮૨
અગાસ, તા. ૧૫-૧૦-૪૨ આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. “નહિ બનવાનું નહિ બને, બનવું વ્યર્થ ન થાય; કાં એ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય?” એ વચન અનુસાર જે થાય તે જોયા કરવાનું છે. પરંતુ જીવને સ્વભાવ એ થઈ ગયો છે કે જે બને છે તેમાં માથું માર્યા વગર રહેતું નથી, અને માથું મારે છે તે શિંગડાં ભરાય છે તે કાઢતાં સાત પાંચ થાય છે. એવાં જ્ઞાની પુરુષનાં અનુભવેલાં વચને યાદ કરી તે સંબંધી વિચાર કરવા માંડી વાળવાની વૃત્તિ રહે છે. તમે કંઈ શિખામણની માગણી કરી તેથી તે ઉપરથી બે બેલ લખવાનું થાય છે. બાકી તે તેવી પ્રવૃત્તિમાં રસ લાગતું નથી. પાણીમાં પેસે તેણે તરતાં શીખવું એ જેમ આવશ્યક