________________
પત્રસુધા
૩૭૩ સેવતા રહેવાનું ધાર્યું છે? આ આત્મહિત કરવાનો અવસર ફરી ફરી પ્રાપ્ત થતો રહેશે એવી કંઈ નિરાંત અંતરમાં વળી છે? કે મહનિદ્રાના ઘેનમાં જ ઠગાતા આવ્યા છીએ તેમ આ મીંચી ઠગાયા જ કરીએ છીએ? કે વ્યાપાર ચાલે છે તે પ્રત્યે ઊંડા વિચારે દષ્ટિ દેવા ભલામણ . તથા મારે તમારે અતિ અતિ જાગૃતિપૂર્વક આ અમૂલ્ય અવસરને સદુપયોગ થાય તેમ કરવાની અતિ અતિ આવશ્યકતા છે. પરમ પુરુષની આજ્ઞાનું અલ્પ પણ ઉઠાવવું બનશે તે જરૂર તે આ જીવને અંત વખતે અને પરભવમાં બહુ કામ આવશે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- ૩૭૮
અગાસ, તા. ૯-૧૦-૪ર. તત્ ૐ સત્
ભાદરવા વદ ૧૪, શુક્ર, ૧૯૯૮ તીર્થશિરોમણિ ધર્મપ્રેમપષક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે.
શ્રી સદ્ગુરુપ્રસાદ ગ્રંથ કલ્યું છે તે અપૂર્વ પુસ્તક માની તેમાંના ચિત્રપટનાં વારંવાર દર્શન કરવા ગ્ય છે, તથા સ્વહસ્તે લખેલા પત્રે પણ ઉલ્લાસભાવે બને તે વાંચવા, મુખપાઠ કરવા લાયક છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ પિતાને દેહ ન હોય ત્યારે મુમુક્ષુને સંભારણરૂપે એ પ્રસાદીનું પુસ્તક આપવા કરાવી રાખેલું હતું. તે માંદગી હોય ત્યારે દર્શનપોથીની પેઠે પાસે રાખી તેમાંથી દર્શન કરતા રહેવાથી તથા જે માંદા હોય તેને દર્શન કરાવવાથી ભાવ સપુરુષની આત્મદશા પ્રત્યે વળતાં સમાધિમરણનું તે કારણ થાય તેમ છે, એવું તેઓશ્રીએ જણાવેલું છે.જી. તેમાં વીસ દોહરા, યમનિયમ, આત્મસિદ્ધિશાસ્ત્ર છે તે તમે મુખપાઠ કરેલ છે, એટલે તેમાં જઈને વાંચતાં પરમકૃપાળુદેવના અક્ષરે વાંચતા શીખી જવાશે. તથા કેટલાક પત્રો સમાધિ-સે પાનમાં પાછળ છાપેલા છે તે પણ “શ્રી સદ્દગુરુપ્રસાદમાં લખેલા છે, તે જોઈ જોઈને શ્રી સદ્દગુરુપ્રસાદ પણ વાંચતાં શીખી શકાશે; ન ઊકલે તે હાલ ગભરાવું નહીં. અહીં આવશે ત્યારે બધું બની રહેશે. પણ દર્શન કરવાનું અને સમાધિમરણ માટે માળા ફેરવવાનું ચાલુ રાખવા ભલામણ છેજી. વખત મળે તેટલે આજ્ઞા ઉઠાવવામાં ગાળ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૭૯
અગાસ, તા. ૯-૧૦-૪૨ તત્ સત્
ભાદરવા વદ ૧૪, શુક્ર, ૧૯૯૮ તીર્થ શિરોમણિ સદ્દવિચારપ્રેરક તથા પિષક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બ્રહ્મચારી વર્ધનના જયગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. વિતમને આ બાજુ આવવાને વિચાર થડા દિવસમાં છે એમ સાંભળ્યું તે જણાવવાનું કે માણેકઠારી પૂર્ણિમા પર અવાય અને પડવાને દિવસે રહેવાય તેમ આવવા વિચાર રાખવા વિશેષ હિતકારી જાણે જણાવ્યું છે. કારણ કે તે બન્ને દિવસે મહોત્સવને છે. બાકી જ્યારે અવાય ત્યારે હિત તે જરૂર થાય તેમ છે.જી. વળી સાંભળ્યું કે