________________
૭૭૨
બેધામૃત ત્યાગ કર્યો હોય, તે જેની પ્રતિજ્ઞા નથી લીધી તે વસ્તુ વાપરવામાં પ્રતિબંધ નથી; અને તેમ જ હોય તે દહીંમાંથી સંસ્થા કે વલેણી દ્વારા લેવી તાજું માખણ દવા કે ખોરાક તરીકે વાપરી શકાશે. બે ઘડીની અંદર એટલે ૪૮ મિનિટ પહેલાં વાપરી લેવું. તેથી વિશેષ રાખી મૂકવું નહીં. પછી અનેક જંતુઓથી ઊભરાતું, માંસ તુલ્ય તેને શાસ્ત્રમાં વર્ણવ્યું છે. બજારમાં મળતા ડબા વગેરે તે કદી વાપરવા ગ્ય નથી. પ્રશ્ન પ્રતિજ્ઞાને છે. નિર્દોષ વસ્તુ પણ નહીં વાપરવાને નિયમ લીધા પછી જે દવા માટે પણ વાપરે તે પ્રતિજ્ઞાભંગને મોટો દેષ લાગે છે. વ્યવહારમાં વચન આપેલું સજજન પાળે છે તે સદ્ગુરુ સાક્ષીએ લીધેલે નિયમ પ્રાણ જતાં પણ તેઓ ઘટે નહીં.
ધર્મ અથે ઈહાં પ્રાણને છ છાંડે, પણ નહીં ધર્મ,
પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ.” તમે માખણ નહીં ખાવાની પ્રતિજ્ઞા જે ન લીધી હોય તે ઉપર જણાવ્યા પ્રમાણે તાજું માખણ લેવામાં દોષ નથી, તે લક્ષમાં રાખવા ભલામણ છે, અને પ્રતિજ્ઞા લીધી હોય તે માખણ કઈ જીવનની વૃદ્ધિ કરી શકે તેમ નથી. આયુષ્ય બાંધેલું છે, તેથી વધારવા કોઈ દવા કે દાક્તર સમર્થ નથી એવો દઢ વિશ્વાસ રાખી પ્રતિજ્ઞારૂપ ધર્મ મરણપર્યત ટકાવવા ભલામણ છેજ.
૩૭૭ અગાસ, ભાદરવા વદ ૧૦, રવિ, ૧૯૯૮ તીર્થ શિરોમણિ પરમ ઉપકારી પુરુષના પ્રગટ સ્મારકરૂપ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગવર્ધનના જયગુરુવંદન સ્વીકારવા વિનંતી છે જી.
પરમકૃપાળુદેવ લખે છે – “રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તે પ્રાપ્ત થયે પણ જેને આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતું નથી, તે જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય, એમાં સંશય નથી.” (૭૩૬) તે તે જ્ઞાન શું કામ કરતું હશે? એમ વિચાર આવે કે તે અવિષમ ઉપયોગને ટકાવી રાખતું હશે અથવા પરમસુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સર્વકાળને માટે પામ્યા (એવા) તે ભગવંતના પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ રાખતું હશે. તે તે લક્ષ આપણે રાખવા યોગ્ય છે કે કેમ? જે પરમ પુરુષને આપણને કોઈ મહા પ્રબળ પુણ્યને યોગે કે ધર્માદાની ડૂબકીની પેઠે અચાનક એગ થઈ ગયે છે, તેમની અપૂર્વ શાંતિ પ્રેરક મુખમુદ્રાનાં પ્રત્યક્ષ દર્શન થયાં છે, હદયને આહલાદ તથા પરમ ઉત્સાહ આપનાર અમૃત સમાન બેધધારાનું જેમની નિષ્કારણ કરુણાથી આ નિપુણ્યક જીવને શ્રવણ થયું છે, જેમની શીતળ છાયામાં આ જીવે ત્રિવિધ તાપથી બળતાં અનુપમ શાંતિ અનુભવી છે, વિશ્રાંતિ લીધી છે તે પરમ ઉપકારી પ્રગટ પ્રભાવશાળી પ. પૂ. પ્રભુશ્રીજીની અનંત ઉપકારી અંતરશાંતિને વારંવાર હૃદયમાં વસાવીને આ ત્રિવિધ તાપથી બળતા જીવને બચાવવારૂપ સ્વદયા કરવાને આટલે આ આથમતા દિવસ જેવા અલ્પકાળમાં લાભ લઈ લેવા જેવો છે, કે પરિગ્રહરૂપ પાપમાં ને પાપમાં પિતાને રગદોળતા આવ્યા છીએ, અનંતકાળથી તેને પ્રત્યે શત્રુતા ક્રૂરતા વર્તાવતા આવ્યા છીએ તેમ જ વર્તતા રહી અંતસમય સુધી અસમાધિના જ કારણે