SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ મેધામૃત શાળા બંધ હાવાથી ઘેર જ રહેવાનું થાય છે. તે જો ખેતીનું ખાસ કામ ન હોય તે સત્સંગ અર્થે જ આ વખત મળ્યા છે એમ ગણી એકાદ-બે માસ આવીને રહેવાનું અને તેમ ગાઠવણ કરી લેવા ભલામણ છેજી. બીજી વૅકેશન ઉપર મુલતવી રાખવા ચેાગ્ય નથી. કારણ કે કાળના ભરાસા નથી. લીધે કે લેશે એમ થઈ રહ્યું. છે. આખું જગત અશાંતિમાં બન્યા કરે છે, તેમાંથી ખચવા તથા ચિત્ત કેાઈ ખીજા હિતકારી માને પ્રિય ગણે તેવું ટેવાવા માટે કેટલાક અવકાશની જરૂર હતી અને છે; તે અવસર પ્રારબ્ધયેાગે હાલ પ્રાપ્ત થયેા છે તે નકામેા વહ્યો ન જાય. શરમમાં કેમ કાકાને કહેવાય વગેરે મનમાં આણ્યા વિના સ્પષ્ટ વિચાર દર્શાવવા કે થેાડા વખત મારે અગાસ રહેવા વિચાર છે. મનમાં અહીં નહીં ગમે એ ડર પણુ રાખવાની જરૂર નથી. એકાદ દિવસ વખતે એમ લાગે પણ જો અમુક મુદત માટે રહેવાના વિચાર હશે તે કેમ દિવસ ગાળવેા તેના કાર્યક્રમ ગાઠવવામાં બનતી મદદ મારાથી થશે તે કરવા વિચાર છે. પછી જેમ ભાવિમાં હશે તેમ થશે. અહીં આવી જવાથી હિંમત, વિચાર અને ધીરજમાં વૃદ્ધિ થશે, મન શાંત થશે, વ્યાકુળતા એછી થવાથી મનની નિર્મળતા વધશે અને જે કરવા ચેાગ્ય ભાસશે તે નિશ્ચિતતાથી થશે, પણ મુલતવી રાખવાની ટેવવાળાને તેની શાણી સ્ત્રીએ શિખામણ આપી સુધાર્યાં હતા એવી એક કથા થાડા વખત ઉપર વાંચી હતી તેના સાર લખું છુંજી. એક વિણક ધન કમાવામાં કુશળ હતા, પણ વાપરતાં તેનું ચિત્ત ચાલે નહીં. તેની સ્ત્રી વિચારવંત હતી. તે વારવાર કહ્યા કરતી કે આપણે જેમ ધન વડે કપડાં, ખારાક આદિ અનુકૂળતા મેળવી સુખી થઈએ છીએ તેમ બીજા જેમને જરૂર હોય તેમને માટે આપણું ધન વપરાય તેા ઠીક તથા આપણું ખાસ ધન કે મૂડી તેા મનુષ્યભવ છે તે દિવસે દિવસે ખૂટી જતું રહે છે તેના સત્સંગ, સત્થાશ્રવણુ, સત્તમાગમ તથા સત્યવ્રત આદિ અર્થે ઉપયોગ થાય તે ઉત્તમ ગણાય. પણ બૈરીનું કહેલું કેણુ માને ? તે કહે, “ઠીક, ઠીક, એને વખત આવશે ત્યારે એ કરીશું. એની શી ઉતાવળ છે?” તે સાંભળી તે સ્ત્રીએ વિચાર્યું કે પ્રયાગ-યુક્તિ વિના તે માનશે નહીં, પણ તેવા પ્રસંગ આવ્યે તેને અમલ કરવા તેણે વિચાર કરી રાખ્યા. ઘેાડા દિવસેા પછી તે ભાઈ બહુ માંદા થઈ ગયા એટલે દાક્તરને બેલાવી દવા લખાવી તથા દવાખાનામાંથી દવા મગાવી કબાટમાં રાખી મૂકી, પણ દરદીને આપી નહીં. એટલે તે વિણકે ઉતાવળ કરતાં કહ્યું કે દવા આણી છે કે નહીં ? તે ખાઈએ કહ્યું કે હા, આણી છે. તે કેમ પાવી નથી ? એમ તેણે કહ્યું. એટલે ખાઈ ખેાલી, “હુમણાં ને હમણાં શી ઉતાવળ છે ?” તેથી તેણે કહ્યું, “કેમ મરી ગયા પછીથી પીવાની દવા છે ?” ખાઈ એ કહ્યું કે, “ધર્મ કરવાની આપણે ઉતાવળ નથી તેા દવાની ઉતાવળ કરવાની શી જરૂર છે? શું મરી ગયા પછી ધર્મ કરવા ચેાગ્ય છે ?'' આ વાત સાંભળી તેને વિચાર આવ્યો કે આની શિખામણ ઉત્તમ હતી છતાં મેં લક્ષમાં લીધી નહીં. કારણ કે સેા રૂપિયે અઢી શેર કેમ્' કહેવાય છે તેમ તે વખતે તેની સલાહને વિચાર કરવાના મને અવકાશ પણ નહાતા. આ માંદગીએ તે વખત આપ્યા અને તેની સલાહ વિચારતાં ઉત્તમ લાગે છે. કારણ કે આયુષ્ય ક્ષણભ'ગુર છે તેા પ્રથમ ધર્માંક વ્ય સમજી લેવું ઘટે છે અને ધમ`પ્રેમ પ્રગટયા પછી યથાશક્તિ કરતા રહેવાની જરૂર
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy