SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ બેધામૃત (૩) “નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” પિતાની દશા બદલાઈ તે જ સદ્દગુરુનાં વચનને, સદ્દગુરુને ઉપકાર છે એમ જીવને થાય એટલે આત્મા સાક્ષી પૂરે કે આવા સદ્દગુરુનું સેવન જરૂર મારા સંસાર-સંતાપ ટાળી મેક્ષ પમાડશે. તેથી પરમકૃપાળુદેવે સદ્દગુરુ પ્રત્યે ઉપકાર જણાવતાં કહ્યું કે હે સદ્દગુરુ ભગવાન ! મેં આપને સત્સંગ સદાય કર્યો છે તેમાં મેં કંઈ સ્વાર્થની, શરીરની કે કોઈ બીજી અપેક્ષા રાખી નથી. માત્ર મારા આત્માનું હિત જરૂર થશે એ લક્ષ મેં રાખે છે. “માત્ર મોક્ષ અભિલાષ” સિવાય મેં કંઈ મનમાં રાખ્યું નથી તેથી સત્સંગનું ફળ જે અસંગ દશા કે મોક્ષ તે મને મળશે એવો મને અંતરમાં નિશ્ચય થયો છે. આટલા વિસ્તારથી તે ત્રણ કડીઓમાં કહેલે ભાવ સમજાવે સુગમ થશે. પિતાના હૃદયમાં પરમકૃપાળુદેવ પ્રત્યે ભાવ, પ્રેમ વધારી વિચારવાથી વિશેષ વિશેષ સમજાઈ, સંતેષ અને આનંદ અનુભવાશે. તમે પણ શબ્દાર્થ તે જાણતા હશે, છતાં તમારી ભાવનાને માન આપીને પુરુષનાં વચનમાં ચિત્ત રોકવાથી મને પણ હિતનું કારણ છે એમ માની પત્ર લખ્યું છે. તે વાંચી વિચારી પરમકૃપાળુદેવને આપણે બધા ઉપર અપાર ઉપકાર છે તેનું બહુમાનપણું દિવસે દિવસે વર્ધમાન થાય તેમ વૃત્તિ વહે એ જ ભાવના સહ પત્ર પૂર્ણ ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૭ અગાસ, તા. ૧૨-૯-૪૨ તત કે સત ભાદરવા સુદ ૨, શનિ, ૧૯૯૮ વિ. આપનો પત્ર વાંચી પૂ...ની ગંભીર માંદગી જાણી ધર્મસ્નેહથી ખેદ થયે, પણ તે શમાવ કર્તવ્ય ગણે છે. મનુષ્યભવ અત્યંત દુર્લભ છે છતાં ક્ષણમાં ખોઈ બેસાય તેવા સંજોગોની વચમાં આપણે જીવીએ છીએ; માટે બહુ કાળજીપૂર્વક જીવનની ક્ષણેક્ષણ સદ્દગુરુ શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞા, સમરણમંત્ર, ભક્તિ વગેરેમાં ગાળતા રહેવા આગ્રહપૂર્વક ભલામણ છેજી. રસ્તામાં અડચણ વેઠીને પણ આશ્રમમાં ઊતરવાનું બન્યું હોત તે ઘણું લાભનું કારણ હતું, પણ મોહને આડે તથા તેટલા પુણ્યની ખામીને લીધે ન બન્યું તે ભાવિ ભાવ. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ તે આ તપવન જેવા આશ્રમ માટે એટલા સુધી કહેલું છે કે અહીં જેને દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. તે માન્ય રાખી, બને તેટલી તેની ભાવના રાખી હાલ તે તે મહાપુરુષે જે આપણને આજ્ઞા વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, મંત્ર આદિ જણાવેલ છે તે પ્રમાદ તજ ખરા અંતઃકરણે કરતા રહેવાની જરૂર છે. ચિ... આદિ નવરા હોય તેમણે પૂ. પાસે જે મુખપાઠ કરેલું હોય તે તથા તત્વજ્ઞાન વગેરેમાંથી વાંચતા રહેવા ભલામણ છેજ. વાંચનાર અને સાંભળનાર બન્નેને તેથી લાભ છે. બીજું કંઈ ન બને તે અખંડ સ્મરણની ધૂન સંભળાવ્યા કરવી. તેનાથી જાતે વંચાય તેમ હોય તે “સમાધિ પાનમાં છેવટના ભાગમાં પાન ૩૨૫ થી છેક છેલ્લા સુધીનો ભાગ વારંવાર વાંચતા રહેવા કે સાંભળતા રહેવા જેવો છેજ. જે “સદ્ગુરુપ્રસાદ ગ્રંથ હોય
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy