________________
૩૬૫
પત્રસુધા આ ભવમાં નહીં જ થાઉં એવો દઢ નિશ્ચય હું તે એવા પ્રસંગમાં જરૂર રાખ્યું અને તેમ જ વર્તન કરું એવી અત્યારની મારી ભાવના હે ભગવાન! ભવોભવ ટકી રહો!
આવા વિચારે કુરવાથી આ પાખીને દિવસે, ક્ષમાપના માગવાના દિવસે પણ જો આપને ખોટું લાગવા જેવું બન્યું હોય તે તેની માફી માગી તેવો પ્રયન તમારા પ્રત્યે ફરી નહીં કરવાની ભાવના સેવી પત્ર પૂરે કરું છું. તમારી સાથે ઘણા વખતનું ઓળખાણ હેઈને તમારા પ્રત્યે દયા કુરવાથી લખાયું છે. તેને સવળો અર્થ લેવા વિનંતી છે.
૩૬૬
અગાસ, તા. ૧૭-૮-૪૨ નિર્બળ બાળક જાણીને પરમ કૃપા કરનાર,
પરમ કૃપાળુને નમી વનવું ભવથી તાર: છેલ્લા પત્રમાં પરમકૃપાળુદેવે લખેલી સત્સંગ સંબંધી કડીએના અર્થ સમજવા ભાવના જણાવી તેને સંક્ષેપાર્થ લખે છે –
(૧) બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ;
અથવા અસદ્દગુરુ થકી, ઊલટો વળે ઉતાપ.” યમ નિયમ સંયમ આપ કિયે” એમાં જણાવેલાં સાધને સદ્ગુરુની આજ્ઞા વિના જીવે ઘણાં કર્યા અને તેનું ફળ ચાર ગતિરૂપ પ્રત્યક્ષ દેખાય છે તેથી મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજા સાધન' કહ્યા કરી કલ્પના આપ એમાં સ્વચ્છેદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું અથવા તે અસદ્દગુરુની આજ્ઞાથી કરેલાં સાધનથી પણ સંસારરૂપ ફળ પ્રાપ્ત થયું. જીવને લેશિત કરવા સિવાય બીજું ફળ મળ્યું નહીં. શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ ૧૮૦૦૦ સાધુને વંદન કરી પણ શરીરને શ્રમ પડ્યો તે સિવાય બીજું કાંઈ ફળ મળ્યું નહીં, કારણ કે પિતાની મેળે દેખાદેખી, ભાવ વિના વંદનાઓ કરી હતી.
(૨) “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુ ગ,
વચન-સુધા શ્રવણે જતાં, થયું હદય ગૉગ. આમાં અનેક પ્રકારની સુખ-સામગ્રી જીવને મળી હોય તે બધા કરતાં ઉત્તમ ગણવા ગ્ય પુણ્યના ફળરૂપ સદ્દગુરુને ભેગ મળો એ છે એમ પહેલી લીટીમાં જણાવ્યું. જેને સદ્ગુરુને વેગ મળે છે, તે મહાભાગ્યશાળી છે. પૂણિયા શ્રાવકની પાસે પૈસેટકે કે સુખસામગ્રી બહુ નહોતી. પરાણે દિવસ પૂરા થાય તેવી, પૂણિયે વેચીને ગુજરાન ચલાવવું પડે તેવી પુણ્યસામગ્રી હતી. તે પણ શ્રી મહાવીર ભગવતે શ્રી શ્રેણિક રાજા કરતાં તેની મહત્તા વિશેષ બતાવી. તેથી બાહ્ય પુણ્ય કરતાં ધર્મ-આરાધન થઈ શકે તેવો યોગ અને પિતાની તેવી
ગ્યતા એ પ્રશસ્ત પુણ્યનું ફળ છે. સદ્દગુરુગ સફળ કેવા કર્મો કરીને થાય છે તે બીજી લીટીમાં જણાવ્યું કે વચનરૂપી સુધા (અમૃત) સાંભળતાં હૃદયમાં જે શેક, અશાંતિ, ઉત્તાપ, કલેશ હતાં તે શાંત થઈ ગયાં અને હૃદય શેકરહિત, પ્રસન્નતાવાળું, હલકું ફૂલ થઈ ગયું. સદ્દગુરુનાં વચને જીવમાં ઉલ્લાસ પ્રેરે છે. તે જ તેને સદ્દગુરુ ઉપર શ્રદ્ધા થવામાં મદદ કરે છે, તે હવે કહે છે: