________________
૩૬૪
બધામૃત
હલકા ભવેમાં સ્ત્રીવેદ પાછળ ને પાછળ ફરશે. જે ભગવાનતુલ્ય સપુરુષ આ ભવમાં મળ્યા છે તેમણે આપેલા વ્રતને મેહને વશ થઈને કે કોઈની ભૂંડી શિખામણથી ભેળવાઈને તેડીશ તે ભવિષ્યમાં ઘણું ભવ રંડાપ ભોગવવાનું લલાટે લખાશે. જે હજી વિષયભેગોને લોભ નહીં છોડું તે નરકમાં કરોડ વર્ષ સુધી દુઃખ ભેગવી, એવા ભવમાં ભટકવું પડશે કે જ્યાં ભોગોની પ્રાપ્તિમાં અંતરાય સદાય પડ્યા કરશે. જે આ ભવમાં સત્સવાના પ્રસંગે શોધી પુરુષની ભક્તિ નહીં કરું ને છોકરાં હૈયાની પંચાતમાં આ ભવ ખોઈ નાખવા જેવું કર્મ કરી બેસીશ તે પરભવમાં નિરાધાર, અનાથ, દુઃખી દિવસે દેખવાનું લલાટમાં લખાશે. આવા વિચારે મનને મેહમાં વહ્યું જતું પાછું વાળી, મારે તે હવે કઈ રાજુમતિ જેવો અવસર આવ્યું છે એમ ગણી, આ ભવ બ્રહ્મચર્યવ્રતમાં જ ગાળવાની પ્રતિજ્ઞા લીધી છે તે તેને માટે પ્રાણ છોડવા પડે તે પણ નહીં ડરતાં મારા મનને અત્યંત દઢ કરી મારા ઉપર મેહ કરનાર રહનેમિ (રથનેમિ) જેવા સાધુ હોય તે પણ મારે તેને સમજાવી ધર્મ માટે આટલે ભવ ગાળવાના ભાવ તેને જાગે તે ઉપદેશ આપી તેને અપકારને બદલે ઉપકારરૂપે આપવા મારે કેડ બાંધી મથવું ઘટે છે. તેના વિકારભાવ પલટાઈ સત્પરુષની આજ્ઞામાં જીવન ગાળવાને તેને નિશ્ચય થાય તેમ મારે હિંમત રાખી વિકાર તજી તેને વૈરાગી બનાવવા બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણે જણાવવું ઘટે છે:
જેમ કે “જે માણસ સ્ત્રીના મેહમાં સડ્યા કરે તે કદી મોક્ષ પામે નહીં, નારી તે નરકનું દ્વાર છે એમ અનેક સંતાએ કહ્યું છે અને મહાવીર ભગવંતે તે એમ કહ્યું છે કે ઘરડી સો વર્ષની ડેસી નાકકાન કાપેલી હોય, રોગી હોય, તેને પણ સહવાસ સાધુ જેવાએ પણ એકાંતમાં કરે ઘટે નહીં, તે મારી સેબતે તમારા ભાવ બગડ્યા વિના કેમ રહે? માટે મારી સેબત છેડી જે સપુરુષને મેક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, મેહને જે ઝેર જે જાણે છે અને તેથી દૂર ભાગતા રહે છે તેવા નિસ્પૃહી મહાપુરુષોના સંગે તમારા ભાવ પલટાવી મોક્ષને માટે તત્પર થશો તે મારા ઉપર મેટો ઉપકાર કર્યો ગણીશ” વગેરે જે પુરુષને આશ્રયે શિખામણ સૂઝી આવે તેવી શિખામણ આપીને તથા મેહને વશ થવાથી કેવાં ફળ ભવિષ્યમાં ભેગવવા પડશે અને આ ભવમાં ધર્મ કરવાની ધારણ કરી હશે તેને માથે પાણી ફરશે એમ સમજાવી પુરુષને માર્ગ તે જીવને દોરવાનું કામ મારાથી ક્યારે બને કે જ્યારે મારામાં મોક્ષે જવાની પ્રબળ ભાવના (ઈરછા) હોય અને તેને માટે પુરુષની આજ્ઞામાં જ જીવવા સિવાય બીજી રીતે જીવવું નથી એવી દઢ નિર્વિકાર ભાવના હોય તે મારાં વચનની બીજા ઉપર છાપ પડે. માટે મારે તે પહેલું એ જ કરવા ગ્ય છે કે બીજા કેઈ સમજે કે ન સમજે, પણ મેં જે પુરુષની સાક્ષીએ જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવાની સકળ સંઘની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે તે પાળવા માટે હું કુસંગ એકદમ ડું, વિકાર ઓછા કરવા ઊદરી એકાસણું ઉપવાસ કે છઠ્ઠ અઠ્ઠમ અને તેથી વિકાર ન ટળે તે અઠ્ઠાઈ ઉપર અઠ્ઠાઈ કરી શરીર ગાળી નાખું, તેમ છતાં વિકાર ન છોડે તે બ્રહ્મચર્યરૂપ ધર્મને ખાતર આ વિકારી જીવનને આપઘાતથી, અનશનથી કે ઝેર ખાઈને પાડી નાખ્યું અને ધર્મસહિત આ દેહ છેડી વિશેષ ધર્મ સેવાય તેવા દેહ, દેશ અને વાતાવરણમાં ઉત્પન્ન થાઉં પણ પુરુષના માર્ગને તેડવાને રસ્તે બતાવનાર પ્રથમ પાપી તે