SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૬૭ તે તેમાંથી, નહીં તે ગમે તે ચિત્રપટ દર્શન કરવા તેની પાસે રહે તેમ કરતા રહેવાની ભલામણ છે. આ બધાં નિમિત્ત પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમ, શરણ અને આશ્રયભાવ દઢ થવા અર્થે છે, અને બીજેથી મન ઉઠાવી તે પરમપુરુષને શરણે સર્વભાવે અર્પણતા આશ્રયભાવે કરવાને છે. કઈ પ્રકારને ક્લેશ મનમાં ન રાખતાં, દેહ ઉપરને, સર્વ ઉપરને મેહ ઉતારી એક આત્મકલ્યાણની ભાવના “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” પ્રત્યે અખંડ વૃત્તિ વહ્યા કરે તે પુરુષાર્થ બને તેટલું કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનું શરણ એકલું જ આપણને બચાવનાર છે એવી ભાવના દરરેજ કર્યા કરવી. તે માંદગીમાં અને ત્યાર પછી પણ સુખ આપનાર નીવડશે. મેહમાં તે જીવ મુઝાઈને દુઃખી થાય છે અને ફિકર-ચિંતામાં પડી અર્ધગતિને વેગ્ય બને છે. માટે આત્માનું કલ્યાણ કરવું હોય તે કલ્યાણની મૂર્તિ એવા પરમકૃપાળુદેવને ચિત્રપટ, તેનાં વચન અને તેનું કહેલું મંત્રનું સ્મરણ રટયા કરશે તે જરૂર સુખનાં કારણે પ્રગટ થશે, હદયમાં ખરી શાંતિ અનુભવાશે. ખરી કસેટીને આ વખત છે. મનમાં સંસારની ભાવના જાગે કે તેને ખસેડી, ઝેર જેવી જાણ, જ્ઞાનીનું શરણ અને આશ્રય સુખકારી છે એવી ભાવના વારંવાર કર્યા કરવી અને જ્ઞાનીને શરણે દેહ છૂટશે તે મારા આત્માને કદી લાભ નથી થયો તે લાભ આ ભવમાં થવાનો છે એ વિશ્વાસ રાખી નિર્ભય થઈ જવું, મરણથી પણ ડરવું નહીં. આત્મા તે નિત્ય છે, તે કદી મરવાને નથી. એક ઓરડામાંથી બીજામાં જઈએ તેમ નિર્ભયપણે જે થાય તે જોયા કરવું અને પરમકૃપાળુદેવની કૃપાથી સારું જ થાય છે એમ માનવું. % શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૬૮ અગાસ, ભાદરવા સુદ ૪, સોમ, ૧૯૯૮ આપ મુમુક્ષુ ભાઈબહેનેમાં કોઈ સાંસારિક કારણે કે ધર્મના નિમિત્તે એકબીજા પ્રત્યે વેરવિરોધનાં કારણે ઊભાં થયાં હોય તે પરસ્પર સમજી લઈને એકબીજામાં ધર્મપ્રેમની વૃદ્ધિ થાય તથા એકબીજાને ત્યાં જતાં આવતાં ન હોય, બેલાચાલીને પ્રસંગ બંધ થયું હોય તેવા નિમિત્તે સમજૂતીથી પાંચ જણ મળી પતાવી આખા ગામમાં સંપ સલાહ શાંતિથી બધા વર્તે તે આ વર્ષના પર્યુષણ પર્વ યથાર્થ થયા ગણાય. પૂર્વ કર્મને લઈને જીવની વૃત્તિ બીજાનું ભૂંડું કરવામાં, નિંદા ઈષ પિષવામાં જાય છે તેને બદલે બને તેટલા એક, બે, પાંચ કે બધા ગામના માણસમાં સંપ કરાવવાને પુરુષાર્થ કરશે તેનું પોતાનું અને બીજાનું કલ્યાણ થવાનું કારણ બને છે. “કલ્યાણ એટલે શું ?” એમ ઉપદેશછાયામાં પ્રશ્ન છે અને ત્યાં તેને ઉત્તર પણ છે કે “કષાય ઘટે તે કલ્યાણ તે આપણે અને બીજા આપણું સંબંધીઓને કષાય ઘટાડવા અર્થે મહાપુરુષોએ આવા પર્વની ભેજના કરી છે, કારણ કે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવામાં, સત્સંગ ભક્તિ આદિના પ્રસંગમાં વિન્ન કરનાર કષાય છે તે દરેકને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તે કષાય ઘટે અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે જીવની વૃત્તિ દેરાય, લેકેમાં એમ કહેવાય કે જ્ઞાનીના ઉપાસક બહુ સહનશીલ, ખમી ખૂંદનારા, પરોપકાર કરનારા અને બીજાને સારે રસ્તે ચડાવનારા છે એવું આપણું વર્તન બને તે પ્રયત્ન કરતા રહેવા આપ સર્વ ભાઈબહેનને ભલામણ છેજ. લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દીનદાસ ગવર્ધનના વંદન.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy