________________
૩૬૦
બેધામૃત આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તે અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબંધ પ્રાપ્ત થાય. પણ ભક્તિ જાગી હોય તે તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૬૦
અગાસ, તા. ૨૯-૭-૪૨ પરમકૃપાળુદેવનું એક વચન છે કે “જાગ્રતમાં જેમ જેમ ઉપગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વમદશાનું પરિક્ષણપણું સંભવે.” (૨૨) એને બને તેટલે વિચાર કરી સદ્દવિચારની વૃદ્ધિ થતી રહે તેમ ભાવના કરતા રહેવા ભલામણ છે. ધનને માટે આટલે બધે દૂર જીવન જોખમે જઈ પુરુષાર્થ કરે છે અને તે ધન તે મરણકાળે કે તે પછી કંઈ કામ આવનાર નથી. પણ ધર્મ-સંચયને પુરુષાર્થ કરતા રહેશો તે તે હાલ શાંતિ આપી પરભવમાં પણ સાથે આવે એવા પુણ્યસંચયને પ્રગટ કરે તે છે જી. સંસારરુચિ હૃદયમાં રહેલી છે તેનું સ્વમમાં પ્રગટપણું દેખાય છે તેને લઈને તમને શારીરિક ક્ષીણતાના દેખાવ અનુભવાય છે. તે સવિચાર, સંસારની અસારતા અને ક્ષમાર્ગની રુચિ પ્રગટતાં દૂર થવા સંભવ છે. તે અર્થ સારા વાંચનની જરૂર છે અને ત્યાંના માણસોની મિત્રાચારી કે બહુ પરિચય નહીં રાખતાં, અહીંથી સશાસ્ત્રો મંગાવી તેમાં ચિત્ત રોકવાનું કરશો તે તમને વિશેષ હિતનું કારણ સમજાય
જી. તેને આધારે ભક્તિ, વાંચન વગેરેથી મનને બીજે ખોરાક મળવાનું નિમિત્ત બનશે તેથી તમે જણાવેલા સાંસારિક નેહભાવો આદિ મંદ થઈ ભક્તિ, વૈરાગ્ય અને વિચારમાં વૃત્તિ રહેશે તે તેની શરીર ઉપર પણ સારી અસર થવા સંભવ છે). ઈસુ ખ્રિસ્ત (Jesus Christ) નાં વચનને યથાર્થ સમજનારા અને આચરનારા પૃથ્વી પર થોડા જ છે છે, તે સમજવા યોગ્ય સાત્વિક વૃત્તિ જ તે દેશમાંથી લેપ થતી જાય છે એમ સમજી અનાર્ય જીને કુસંગ ઓછો કરવા ભલામણ છેજ. સાદો, ઓછો ખોરાક લેતા રહેવાથી શરીર સ્ફર્તિ રહેશે અને સ્વપ્રદેશનું ઘટવું પણ સંભવે છેજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૬૧
અગાસ, અષ.ઢ વદ ૬, રવિ. ૧૯૯૮ "दया धर्मको मूल है पाप-मूल अभिमान ।
___तुलसी दया न छोडिये, जब लग घटमें प्राण ॥" પત્ર વાંચી પૂ...........ની ધર્મવૃત્તિ તથા જીવહિંસાથી ઘતે ખેદ અને “વિચારમાં ઘણે ફેર થઈ ગયો” એ વાક્યથી સંતોષ થયો છેજ. ધાર્મિક અભ્યાસ નહીં છતાં પૂર્વના સંસ્કારે જે પરમકૃપાળુદેવે પુષ્પમાળા- ૨૪ માં જણાવ્યું છે તે તેને ફુરી આવ્યું. “ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.” એ ફુરણાનું મૂળ તે પુરુષ જ છે. નાનામોટા જેને જેને જ્ઞાની પુરુષનાં દર્શન, સમાગમ, સેવા, ભક્તિને લાભ મળ્યો છે તે સર્વ મહાભાગ્યશાળી ગણવા ગ્ય છે. તે મહાપુરુષના પ્રતાપે કલ્યાણ કરવાની ભાવના હુરે છે, તે સંબંધી પૂછે છે, તેવા પ્રસંગે યાદ કરે છે, તેમાં તન્મય થાય છે.
પરમકૃપાળુદેવને જાતિસ્મરણજ્ઞાન એટલે પૂર્વના ભવોની સ્મૃતિ જાગી – પ્રગટી હતી તેથી તે દુકાને બેઠા બેઠા પણ તે વન, તે ગુફાઓ, તે મહાપુરુષે, તેમનાં વચનામૃતરૂ૫ બેધ,