SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૫૯ પછી પ્રશ્ન થાય છે કે “એ મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે. વર્તતો હોય તે મુમુક્ષુએ કેવી દષ્ટિ રાખવી?” મહાત્મા તે ઉપર જણાવ્યા તેવા છે એટલે તેમનું આચરણ જે શિષ્ય (મુમુક્ષુ)ની દષ્ટિમાં નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગતું હોય, છતાં વંદન યોગ્ય જ છે. માત્ર શિષ્યની બુદ્ધિ લૌકિક હોવાથી બાહ્યાચરણથી મહાત્મા તેણે માન્યા છે અને બાહ્ય ક્રિયા પૂર્વકર્મને આધીન હોવાથી પૂર્વે એટલે અજ્ઞાનદશામાં બાંધેલા કર્મને જ્ઞાનદશામાં મહાત્માને ઉદય આવ્યું છે તે વખતે મહાત્માનાં અંતરંગ પરિણામ તે જેવું બાહ્ય વર્તન દેખાય છે તેવાં નથી, પણ છૂટવાની ભાવનાથી આત્મજ્ઞાન પ્રત્યે લક્ષ રાખી અંતઃકરણમાં પશ્ચાત્તાપૂર્વક વર્તે છે. પણ શિષ્યમાં જ્ઞાનીનું અંતર કેવું છે તે જોવાની શક્તિ હજી પ્રગટી નથી, તેથી તે તે એમ માને છે કે હું પણ આવા નિંદવા લાયક કમને તજી શકું તેમ છું તે મહાત્મા તેનો ત્યાગ કેમ કરતા નથી? શું મહને લઈને તેમનું જ્ઞાન નાશ પામ્યું હશે? વગેરે તર્કોથી તેને ગુરૂનું આચરણ નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેવું લાગે છે. પરમકૃપાળુદેવ કહેતા કે લેકને શો વાંક કાઢ? નાનાં છોકરાં પણ ત્યાગ કરી શકે તે ત્યાગ અમારામાં ન દેખાય (રાત્રે પાણી પીવું પડે વગેરે) તે લોકોને શ્રદ્ધા થવામાં કે ટકી રહેવામાં દુર્ઘટતા પડે તેમાં નવાઈ શી છે? આ જ્ઞાનીને દયા આવવાથી જણાવ્યું છે પણ મુમુક્ષએ કેવી દષ્ટિ રાખવી તે પ્રશ્ન છે. મુમુક્ષુએ તે, એવા મહાત્માને મને એગ થયો છે તે મારાં મહાભાગ્ય છે, એમ માનવું. મારું અજ્ઞાન તેમની કૃપાથી દૂર થઈ મને આત્મજ્ઞાન તેમની કૃપાથી થનાર છે તે મારે તેમના બેધમાં લક્ષ રાખે છે. આચરણ અને સમજણમાં ફેર હોય, પણ સમજણ મને ઉપકારી છે તેથી આચરણ પૂર્વકમ છે તે તરફ જે હું નજર રાખીશ તે મને અનંતાનુબંધીને ઉદય મંદ પડ્યો હશે તે તીવ્ર થશે ને મારે અનંતકાળ સંસારમાં રખડવું પડશે. આત્મજ્ઞાનીની સર્વ ક્રિયા માટે તે પૂજ્ય છે. તે કરે તેમ મારે કરવું નથી, કહે તેમ કરવું છે. હું તે આંધળા કરતાં પણ ભંડો છું. આંધળે તે દેખે જ નહીં પણ હું તે અવળું જ દેખું છું. ઉપકાર માન ઘટે ત્યાં દેષ દેખી નિંદા કરવા તત્પર થાઉં છું તે મારે તરવાને વેગ ક્યાંથી બનશે? મુમુક્ષુએ પુરુષના દેષ જેવાથી તે પ્રથમ છૂટવું જ જોઈએ, અચળ શ્રદ્ધા કરવી જોઈએ તે તેનાં વચન તેને પરિણામ પામે. કેવી શ્રદ્ધા જોઈએ તેનું દષ્ટાંત પ. પૂ. પ્રભુશ્રીજીએ આપ્યું હતું : એક ગુરુશિષ્ય વિહાર કરતાં વડની છાયામાં વિસામે લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દેડતે આવ્યું. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યું છે? તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લેહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લેહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચપુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી પણ ગુરુને જયા એટલે મીંચી દીધી અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લેહી કાઢી સાપને પાયું. તે પીને તે પાછું વળી ગયે. આ શિષ્યની પેઠે મહાત્માને પિતાનું ગળું કાપતા પિતાની નજરે પ્રત્યક્ષ દેખે તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કઈક શીખવાનું જ છે. તેમના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy