________________
પત્રસુધા
૩૬૧ તેમની દશાની સ્મૃતિ કરી પિતાના આત્માને તે ઉચ્ચ કોટિને બનાવવાને પુરુષાર્થ સેવતા હતા. આપણે તેવા જાતિસ્મરણજ્ઞાનને એગ્ય તે નથી બન્યા પણ આ ભવમાં જે મહાપુરુષનાં દર્શન થયાં છે, તેમની પરમકૃપાળુદેવ પ્રત્યેની અલૌકિક ભક્તિ, તેમની આપણા જેવા મંદભાગ્યવાન જીવો પ્રત્યે અસીમ નિષ્કામ કરુણા, તેમની શાંત મુખમુદ્રા, તેમણે આપણે સમજીએ કે ન સમજીએ પણ કોઈ ચમત્કારી રીતે સત્યનું બીજ વાવવા આપણા હૃદયને આકર્ષણ કરી અલૌકિક આત્મસ્વરૂપની અભિલાષા અવ્યક્ત રીતે પ્રગટાવી તથા તેને પિષણ આપવા અનેક પ્રકારે નાનાને નાના પ્રમાણે, મોટાને મોટા પ્રમાણે, વિદ્વાનને વિદ્વાન પ્રમાણે, અબળાને અબળા પ્રમાણે, જેમ જેવો ઘટે તે બોધ આપી જે ભાવના ઉછેરી છે, તે જ આપણા કલ્યાણનું, મોક્ષનું કારણ બનનાર છે. માટે તે મહાપુરુષનાં પ્રથમ આપણને ક્યારે દર્શન થયાં ? પહેલું આપણને શું કહ્યું? વારંવાર શું કહેતા ? તથા તેમના ઉપકાર જે જે યાદ આવે છે તે સ્મૃતિમાં લાવવાથી તેઓ હાલ હાજર હોય એમ આપણને લાગશે, તે ભાવો ફરી અનુભવાતા સમજાશે, ભૂલવાના કમમાંથી સતેજ થઈ વિશેષ ઉપકારનું કારણ બનશે. તમે ત્રણે જણ પરસ્પર ઉપર જણાવેલી વાતે પિતાના સંબંધી એકબીજાને કહો, પૂછે, તેની ભાવના કરે તે સત્સંગમાં જે કરવા ગ્ય સપુરુષના ગુણગાન તેને લાભ ત્યાં બેઠાં પણ થયા કરે તેવું છે. કંઈ ન બને તે પરમકૃપાળુદેવનાં જે જે વચને આપણને તે મહાપુરુષે મુખપાઠ કરાવ્યાં છે તેની ચર્ચા પરસ્પર કરતા રહેવાથી સર્વની વૃત્તિ ધર્મમાં જોડાયેલી રહેવાને સંભવ છે. જોકે બીજ ન જાય પણ પોષણ થયા કરે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૬૨
અગાસ, તા. ૨-૮-૪૨ તત્ સત્
આષાઢ વદિ ૬, રવિ, ૧૯૯૮ અનાદિકાળથી આ જીવને અનાદરણીય વારંવાર પ્રાપ્ત થયેલા દેહાદિ પદાર્થો પ્રત્યે આશ્ચર્યકારી માહાસ્ય લાગ્યું છે. તેની મૂછમાં પોતાના શ્રેયને વિચાર, નિર્ણય કે તેને અર્થ અથાગ પુરુષાર્થ કર ઘટે છે તેનું ભાન જાગતું નથી. પરમકૃપાળુદેવે તે વિષે અત્યંત ઊંડા વિચાર મંથન કરી નિર્ણય જણાવે છે કે –
ઊપજે મેહ વિકલ૫થી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૫૪) કપિતનું આટલું બધું માહાભ્ય ? કહેવું શું? જાણવું શું? શ્રવણ કરવું શું? પ્રવૃત્તિ શી ?” (૫૭૬)
“અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોને જેગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાને જોગ પ્રાપ્ત થયે તે તે વિષમ એવી સંસાર-પરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતું નથી, જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિમાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણું પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્ત પુરુષે દુઃખ મટવાને માર્ગ