________________
૩૬
બેધામૃત
અગાસ, તા. ૨૩-૩-૪૨ તત્ ૩ સત
ચૈત્ર સુદ ૬, સોમ, ૧૯૯૮ પ્રારબ્ધઆધીન બધું બને છે તેમાં હર્ષશેક કરવાથી કંઈ વળતું નથી. ઊલટાં કર્મ બાંધવાનું કારણ થાય છે. તેથી જેમ બને તેમ સમભાવ રાખવાને પુરુષાર્થ કરતા રહેવાની આપણી ફરજ છે. સાચા દિલથી ઉત્તમ વસ્તુની ભાવના ભાવ્યા કરે તેને તે પ્રાપ્ત થવાનું કારણ બને છે. માટે ખેદ નહીં કરતાં સત્સાધન, સદ્દગુરુ-આજ્ઞા, ભક્તિ આદિમાં મન રાખવા ભલામણ છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું બને તેટલું વિશેષ વાંચન રાખતા રહેવા ભલામણ છે. સત્સંગ એ આત્મહિત કરવા ઈરછે તેને અનિવાર્ય સાધન છે; તેની ભાવના કરતા રહેવી ઘટે છે. પરમકૃપાળુદેવની કૃપાને પાત્ર સર્વ થઈએ એ શુભ ભાવથી પત્ર પૂર્ણ કરું છું.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૩૭
અગાસ, તા, ૨૫-૩-૪૨ તત્ ૐ સત્
ચૈત્ર સુદ ૮, બુધ, ૧૯૯૮ આપે અશુચિ દોષ સંબંધી પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે આગમ ગ્રંથો માટે નિયમ છે કે અમુક અમુક વખતે અને અમુક લેહી પરુ કે ગંદકી પાસે હોય ત્યારે ન વાંચવા, પણ આચાર્ય રચિત ગ્રંથે કે પરમકૃપાળુદેવના ગ્રંથ માટે તેવું નથી. સ્મરણ કરવામાં પણ કંઈ અશુચિ જેવા ગ્ય નથી. ભાવ વર્ધમાન થાય તે તરફ લક્ષ રાખવા ગ્ય છે. તેવી અશુચિ વહેતી હોય ત્યારે પૂજા વગેરેનો નિષેધ કરે છે તે તીર્થકરના બહુમાનપણાને કારણે છે તે લક્ષમાં રાખવા યોગ્ય છે. બાઈ માણસે રજસ્વલા જેવા પ્રસંગમાં મનમાં સ્મરણ કે ભક્તિ કરી લેવી ઘટે, પણ પુસ્તક લઈને સ્વાધ્યાય કરવો ઘટતો નથી; તે તે સદાચાર લકોમાં પ્રસિદ્ધ છે.
પત્ર ૨૧૫ કોના ઉપરને છે એમ પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે તે પ. પૂ. સેભાગ્યભાઈ ઉપર છે. તેમની ભક્તિ અને વેચતાથી પરમકૃપાળુદેવ પ્રસન્ન થઈ ગયા છે અને ઉલ્લાસનાં વચને તેમને તેમાં લખ્યાં છે.
શાંતિપૂર્વક પરમકૃપાળુદેવનાં વચને બીજા ભા વિસારી મનન કરતા રહેવા ભલામણ છે. શેરડીનાં બટકાં મેંમાં નાખી જેમ જેમ દબાવીએ તેમ તેમ તેમાંને રસ જેમ નીકળતે જાય છે તેમ તેમ સપુરુષનાં વચનેવચને સમજવા કષાયની મંદતારૂપ જેમ જેમ પુરુષાર્થ થાય તેમ તેમ વિશેષ આનંદદાયક બને છેજી.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૩૮
અગાસ, તા. ૩૦-૩-જર જેને કલ્યાણ કરવું છે તેણે તો પુરુષને આશરે શક્તિ છુપાવ્યા વિના આ ભવમાં જેટલું બને તેટલું કરી લેવું ઘટે છે. આવો યુગ ફરી મળ દુર્લભ છે, માટે “આજને લહાવો લીજીએ, કાલ કોણે દીઠી છે?” દેશની ને દુનિયાની ફિકરચિંતા કરી આ અવસર લૂંટાઈ જવા દે યોગ્ય નથી. “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડી” એ પ. પૂ. પ્રભુશ્રીજી