________________
પત્રસુધા
૩૩૭ કહેતા તેમ જ કરી લેવું ઘટે છે. જેણે પુરુષના માર્ગ પ્રત્યે રુચિ કરી હશે તેનું પણ કલ્યાણ થઈ જાય તે માર્ગ છે, તે જેણે તેની આજ્ઞા ઉઠાવી હોય તેનું તે કહેવું જ શું?
૩૩૯
અગાસ, તા. ૫–૪–૪૨ તત
ચિત્ર વદ ૫, રવિ, ૧૯૯૮ આપનો પત્ર આજે પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ પર્વ ઉપર મળે છેજ. વાંચી આપની સદ્ભાવને જાણે છે. તેવા ભાવ ટકાવી રાખવા ભલામણ છે.જી. મોટા મેટા મુનિઓને પણ “હું પામર શું કરી શકું, એ નથી વિવેક” એ ભાવ ઊગવો દુર્લભ છે તે તમારા પત્રમાં વાંચી સંતોષ થયો છેજ. તેટલેથી હવે અટકવા ગ્ય નથી. ઘણને તે પોતે પહેરેલું કપડું મેલું છે એવું લક્ષમાં જ આવતું નથી, તેથી તે મેલા કપડાનું પણ અભિમાન કરે છે, કોઈક વિચારવાનને પિતાના કપડા તરફ નજર કરતાં મલિનતા દેખાવાથી શરમ આવે છે પણ તે ધેવા જો પુરુષાર્થ ન કરે તે તે શરમ વધારે દિવસ ટકે નહીં; અને બધાય મારા જેવા જ છે, એમાં શરમાવું શું? એમ વિચારી પાછ, મેલ વધે તેમ વર્યા કરે છે, તેવી રીતે જાગૃતિ રાખી પરમકૃપાળુ દેવે અનંત કૃપા કરી જે સત્સાધન દર્શાવ્યાં છે, પ. ઉ. પ્રભુશ્રીજીની આજ્ઞાથી આપણા જેવા રંક જેને પણ સ્મરણમંત્ર આદિ સત્સાધનની પ્રાપ્તિ થઈ છે, તેને બને તેટલે, શક્તિ ગોપવ્યા વિના પુરુષાર્થ કરતા રહેવાથી આ કળિમલ ટળીને જીવને શુદ્ધતા તરફ વલણ વધતું જશે. મુમુક્ષુતાની જીવને ઘણી જરૂર છે એટલે મહાસક્તિથી મૂંઝાઈ મોક્ષના માર્ગમાં પ્રવર્તાવાની ભાવના દિન-દિન વધવી જોઈએ. કૂતરાં, બિલાડાંની પેઠે પેટ ભરવા અર્થે જ આ મનુષ્યભવ ગાળ નથી, પણ ભવબંધનના આંટા ઊકલે અને મેક્ષમાર્ગમાં આગળ વધાય તે જ આ મનુષ્યભવ મળે છે તે સાર્થક થયે ગણાય. આત્માની શ્રદ્ધા થવા છપદને પત્ર અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પરમકૃપાળુદેવે જે આ કાળમાં આપણે માટે પ્રગટ ઉપદેશ્યાં છે તેને વિશેષ વિશેષ વિચાર કરી “આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ; છે ભક્તા વળી મોક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ” – આટલી બાબત હૃદયમાં દઢ થઈ જાય, મરણ પ્રસંગે પણ તે શ્રદ્ધા ચળે નહીં તેવી અટળ બની રહે અને શરીરનાં દુઃખ તથા સુખ પ્રત્યેથી ઉદાસીનતા રહ્યા કરે, આત્મસુખ ચાખવાની નિરંતર તીવ્ર ભાવના રહ્યા કરે એ પ્રકારે વાચન, વિચાર, ભક્તિ, ચર્ચા, પૃચ્છના, ભાવના, સમજણ કરતા રહેવા ભલામણ છેજ. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
३४०
અગાસ, તા. ૧૭-૪-૪૨ તત છે સંત
વૈશાખ સુદ ૨, શુક્ર, ૧૯૮૮ સત્સંગને વેગ નહીં એવા સ્થળમાં પ્રારબ્ધવશાત રહેવું પડે છે, તે ત્યાં પણ પિતાનાથી બને તેટલે પુરુષાર્થ, પુરુષની આજ્ઞા, સદાચાર, અને ઉત્તમ ભાવનામાં ગાળવા ગ્ય છેજ. મૂળ વાત તે પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ ઠોકી ઠોકીને કહ્યું છે કે એક પરમકૃપાળુદેવની ભક્તિ કરનારને બીજા કેઈનું ધ્યાન વગેરે કરવાની જરૂર નથી. તેમાં ચિત્ત વિશેષ રહ્યા કરે તેમ કરવા ભલામણ છે. મારા વિષે જે કંઈ પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે ભૂલી જઈ, તેથી વિશેષ પ્રેમ એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે,
22