SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૯૩૫ ૩૩૪ અગાસ, તા. ૨૩-૧-૪૨, શુક જે જે પુદ્ગલ ફરસના, નિચ્ચે ફરસે સંય; મમતા-સમતા ભાવશું, કર્મબંધક્ષય હોય.” તમારા બે પત્રો મળ્યા હતા. “વિચારસાગર” વાંચે છે પણ નથી સમજાતું એમ લખ્યું હતું. તેના ઉત્તરમાં જણાવવાનું કે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ છપાયે નહોતે તે વખતે વિચાર કરી શકે તેવા જીવોને સદ્દગુરુ-આજ્ઞાએ વાંચવા ગ્ય ગણી જેમને તે સમજાય તેવાને તેની ભલામણ કરેલી. તે ગ્રંથમાં જણાવેલા બધા ગ્રંથે ખરીદી વાંચવા બેસે તે પાર આવે તેમ નથી. “શાસ્ત્ર ઘણું મતિ થેલી, શિષ્ટ કહે તે પ્રમાણ” એ વિચારશે અને જેમાં સમજણ ન પડે અને વૈરાગ્ય-ઉપશમનું કારણ ન બને તેવું લાગતું હોય તે, તે વાંચનને બદલે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું વિશેષ વાચન-વિચાર રાખશે તે વિશેષ હિતકારી છેછે. આપનાં માતુશ્રીને મંત્રનું સ્મરણ વિશેષ કાળજી રાખી જગ્યા કરવા ભલામણ છે. સહનશીલતા, ધીરજ, શ્રદ્ધા તથા સત્પરુષના શરણમાં બુદ્ધિ એ સમાધિમરણનાં કારણ છેછે. તેનું સેવન દરેકે કરતા રહેવા ભલામણ છે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૩૫ - ઈડર, તા. ૨૩-૨-૪૨ ઔષધિ અમી સમી મળેજ, ઈન્દ્ર સમા સ્વામી હોય, વજ સમાં આયુધ છે જ, મરે ઇન્દ્રાણી તોય. જીવ, જેને ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. ત્રિગુપ્તિ આરાધવાજી, જે ન કરે પુરુષાર્થ; મડદા સમ નર તે ભમે છે, અશરણ, ચૂંક આત્માથે. જીવ અનિત્ય નરદેહે રહે છે, આત્મા નિત્ય સુગુપ્ત; શાશ્વતતા પ્રગટાવવી છે, રહું નહીં સુષુપ્ત. છેવટ (પ્રજ્ઞા૧૨) આપનો પત્ર આશ્રમમાં થઈને અત્યારે મળે. સદ્દગત ભાઈ..ને છેવટ સુધી સારી ભાવના રહી તથા તમે બધા તેમની સેવામાં ધર્મબુદ્ધિથી રહ્યા તે જાણી સંતેષ થયે છે. આવા મરણના પ્રસંગે નજરે બનતા જોઈને પણ જે જીવ નહીં ચેતે, આત્મકલ્યાણ કરવા નહીં પ્રેરાય, તે માત્ર શબ્દરૂપ ઉપદેશ તેને કેટલી અસર કરશે ? જે જે જીવોએ આત્મકલ્યાણ કર્યું છે તે તે એ સદ્ગુરુશરણે દઢ શ્રદ્ધા કરી છે તેથી તેમને ગમે તેટલાં દુઃખ આવી પડયાં છતાં તે દુઃખરૂપ મનાયાં નથી. માત્ર બાંધેલાં કમ છૂટવાના પ્રસંગ ગણી હર્ષ સહિત તેમણે વેદ્યા છે. જેટલી શ્રદ્ધાની ખામી તેટલે જ જીવ દુઃખી છે માટે જેમ બને તેમ પરમકૃપાળુદેવ પ્રત્યે અચળ પ્રેમ થાય તેવી રીતે ભક્તિભાવમાં, સત્સાધનમાં, સ્મરણમંત્રમાં ચિત્ત રાખવા આપ સર્વ ભાઈ બહેનને નમ્ર વિનંતી છે. “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવાયેગ્ય નથી.” (૪૬૦) એ પરમકૃપાળુદેવનું વચન વારંવાર વિચારી શકનું વિસ્મરણ કરવા ભલામણ છે. આર્તધ્યાન તજી ધર્મધ્યાન કર્તવ્ય છે. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy