________________
પત્રસુધા
૩ર૯ ધીરજ રાખી આર્તધ્યાન એટલે હું દુઃખી છું, મને દુઃખ આવી પડ્યું એવી વિચારણું ન થાય તેટલા માટે બને તેટલા બળે સત્સાધનમાં મન વારંવાર રોકાયેલું રાખવા ભલામણ છે. આપણે સર્વેએ એ જ પ્રવૃત્તિમાં મનને દોરવા પુરુષાર્થ કર્તવ્ય છે. “વીતરાગને કહેલે પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખ.(૫૦૫) ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૨૩
અગાસ, તા. ૧૭-૧૧-૪૧ તત સત્
કાર્તિક વદ ૧૪સોમ, ૧૯૯૮ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ;
નથી લઘુતા કે દીનતા, શું કહું, પરમ સ્વરૂપ !” – શ્રીમદ્ રાજચંદ્ર વિ. પત્ર મળે. નિત્યનિયમ ઓછામાં ઓછે તે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવેલ છે તે દરરોજ કર્તવ્ય છેજી – અખંડિતપણે જ ઉપાસવા યોગ્ય છે. વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ અને યમનિયમ અને મંત્રની અમુક ત્રણ કે પાંચ માળા તથા આલેચના, આત્મસિદ્ધિ, છપદને પત્ર, અપૂર્વ અવસર, આઠ દષ્ટિની સઝાય, “વીતરાગને કહેલ પરમશાંત રસમય ધર્મ ” “હે પરમકૃપાળુદેવ! જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળધર્મ...” આદિ જે મુખપાઠ પત્રો કર્યા હોય તેમાંથી અમુક અમુક રેજ બોલવાને ક્રમ રાખવા યોગ્ય છે. આશ્રમમાં આ દિવસ જે કમ પ્રવર્તે છે તે અહીં રહીને જાણી લેવા ગ્ય છે. તેમ ખરી રીતે તે બને તેટલું કરતા રહેવાની જરૂર છે, પણ એટલું બધું ન બને તે જેટલું બને તેટલું અવકાશના વખતમાં ભક્તિ, વાચન, સ્મરણની માળા કે હરતાંફરતાં પણ મંત્રમાં લક્ષ રહે તેવી ટેવ પાડવી અને જે મુખપાઠ કર્યું હોય વા વાંચ્યું હોય તેને વિચારવાને દરરોજ ઓછામાં ઓછા પા કે અડધે કલાક રાખ ઘટે છે.
બીજું વર્તન સંબંધમાં (૧) જુગટું, (૨) માંસ, (૩) મદિરા, (૪) ખરાબ પુરુષોને સંગ, (૫) શિકાર (જાણી-જોઈને કેઈ જીવ મારવારૂપ), (૬) ચેરી (પારકી ઠપકે મળે તેવી વસ્તુ છાનીમાની લેવી), અને (૭) પરપુરુષને સંગ, આ સાત વ્યસન; અને (૧) વડના ટેટા, (૨) પીપળના ટેટા, (૩) પીપળાના ટેટા, (૪) ઉમરડા, (૫) અંજીર, (૬) મધ, (૭) માખણઆ સાત અભક્ષ્ય - આ સપુરુષની – પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યત તજવા ગ્ય પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે. અને તે રાત્રિભેજનના ત્યાગને પણ અભ્યાસ પાડતા રહેવાની જરૂર છે એટલે દિવસ છતાં જમી લેવું તથા રાત્રે પાણી પીવાની જરૂર પડતી હોય તે અમુક વખત જ પીવાનો નિયમ રાખી પ્રવર્તાય તે હિતકારી છે. બને ત્યાં સુધી રાત્રે કંઈ જરૂર ન પડે તેવા કેમ ઉપર આવી જવાય તેમ થાય તે રાત્રે ઊંઘ સિવાય ધર્મધ્યાનમાં વિઘ કરનાર કેઈ ન રહે. જે કરવું તે આત્માથે કરવું એ ચૂકવાયેગ્ય નથી. કઈ પણ કારણે આર્તધ્યાન(હું દુઃખી છું, હું દુખી છું એવી વૃત્તિ ચાલુ રહે તે)માં તણાઈ ન જવાય તેની ખાસ કાળજી મુમુક્ષુ જીવે રાખતા રહેવાની જરૂર છે.