________________
૩૨૮ :
બેધામૃત
વિચાર કરવાની ના પાડી છે તે શિરસાવદ્ય ગણી ગ્યતા થયે સર્વને ઉકેલ સ્વયં આવી રહેશે ગણી હાલ તે સત્સાધનમાં વૃત્તિ વિશેષ જોડાયેલી રહે તથા પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ વર્ધમાન થતો રહે તેમ કર્તવ્ય છે. “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસે, સબ આગમનભેદ સુઉર બસે.” આવું સ્પષ્ટ લખ્યું છે તે પ્રત્યે વૃત્તિ વાળી, આત્મામાંથી કંઈક મેહ મટે તે અર્થે મૈત્રીભાવની વૃદ્ધિ કરતા રહેવા ભલામણ છે. જીવને યોગ્ય થવા અર્થે ચારે ભાવનાઓ કહી છે તેમાં પ્રથમ ભાવના એટલી બધી દઢ કરવા ગ્ય છે કે જગતમાં કઈ પ્રત્યે વૈરભાવ, અણબનાવ કે ઊંચું મન ન રહે. સર્વ જીવેના આત્મકલ્યાણમાં આપણાથી બનતા ફાળો આપવાની તત્પરતા, કોઈનું દિલ આપણા નિમિત્તે ન દુભાય તેવું બનતા પ્રયત્ન કરતા રહેવાની ફરજ ગણવી ઘટે છેજ. વૈરભાવ હેષભાવના અંશ રહે ત્યાં સુધી મૈત્રીભાવ ટકે નહીં અને મૈત્રીભાવ વિના સપુરુષ પ્રત્યે પ્રેમ ઉલ્લશે નહીં. સર્વ પ્રાણ પ્રત્યે પોતાનું દાસત્વ સમજાયે સપુરુષ પ્રત્યે પરમેશ્વરબુદ્ધિ પ્રગટે છેજ. પછી આપોઆપ ભક્તિકર્તવ્યમાં જીવ પ્રેરાય છે, અને ધર્મકર્તવ્ય એ તે ગહન વાત છેજી. તમે પૂછેલા પુષ્પમાળાના વાક્ય વિષે પ્રશ્ન છે. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સમક્ષ ચર્ચા હતે તે સંબંધી રૂબરૂમાં વાત થશે. પરમકૃપાળુદેવની હયાતીમાં પોતે કેમ ભક્તિને ક્રમ રાખેલ તે વર્ણવી ધર્મ સંબંધી કહેલું: “ધર્મનું સ્વરૂપ તે અનુભવ થશે ત્યારે સમજાશે. વિષય, કષાય, પ્રમાદ અને સ્વાદ ટાળવા; અને એ ટળશે.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૨૬૨) જેમ બને તેમ નિવૃત્તિક્ષેત્ર, નિવૃત્તિકાળ, નિવૃત્તિદ્રવ્ય અને નિવૃત્તિભાવને ભજતાં રહેવાની પરમકૃપાળુદેવની આજ્ઞા છે તેમાં સર્વ જીની સુચિ થાઓ એ જ તે પરમપુરુષ પ્રત્યે વિજ્ઞાપના છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૨૨
અગાસ, તા. ૭-૧૧-૪૧, શુક નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છે. પુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાસ્ય મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં તેમ સજજનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન, કાચબાની ડેક ઘડીમાં બહાર ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા અબી ફેક થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છે”.
પૂ..ની ભાવના સત્સંગ અર્થે આવવા ઘણી રહે છે તે જાણ્યું. પરમકૃપાળુદેવની કૃપાથી જે થાય તે ભલું માનવામાં આવે તેવી વૃત્તિ ટકે તે મોટું આશ્વાસન મળી રહેશે. વળી સદ્દગુરુકૃપાએ થડા દિવસમાં અહીંથી ધામણ ભણું આવવાનું બનશે ત્યારે તેમને આશ્રમમાં આવવા તુલ્ય વેગ બની આવવા સંભવ છે. પરમકૃપાળુદેવે ભાર દઈને જણાવ્યું છે કે કંઠે પ્રાણ આવ્યા હોય અથવા વેદના હોય, નિમિત્તો સારા ન હોય તે પણ સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને અને નિઃખેદપણાને ભજવાની શિક્ષા આપી છે. કોઈ પણ કારણે સંસારમાં કલેશિત થવાયોગ્ય નથી. અમુક અનુકૂળ પ્રસંગને સુખ કલ્પી અને અમુક પ્રતિકૂળ પ્રસંગને દુઃખ કલ્પી હર્ષશેક કરવા ગ્ય નથી. કર્મ માત્ર દુઃખદાયક છે માટે