________________
પત્રસુધા
૩૨૭
અવારનવાર પ્રસંગ આવી પડે છે ત્યારે સમજાય છે, અને જે જે ખામીઓ તેવા પ્રસંગે લાગે તે વેદનાને કાળ પૂરું થયું કે તે દરમ્યાન તે તે ખામીઓ દૂર કરવાના ઉપાય શોધીને આદરતા રહેવાની જરૂર જણાય છે. આત્માને ઉદ્ધાર કરવાની ઊંડી દાઝ જેના હૃદયમાં જાગી છે તેણે તેવા પ્રસંગે મળેલી શિખામણ વિસરવાયોગ્ય નથી. કચાશ જેટલી છે તે દૂર કર્યું જ છૂટક છે. માટે વિશેષ પુરુષાર્થ કુરાવવાની જરૂર છે. પ્રમાદમાં તે પ્રમાદમાં અનંતકાળ વહી ગયે.
આવતી પૂર્ણિમાએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની જયંતી છે, તે મહાપુરુષે આપણુ જેવા અબુધ જીવોને માટે લેપ થઈ જવા આવેલે મોક્ષમાર્ગ પ્રગટ કરી સુગમ ઉપાય આ કાળમાં બની શકે તેવા દર્શાવ્યા છે. જીવને આ જંજાળરૂપ સંસારમાં જ સુખ ભાસે છે, ત્યાંથી ઉઠાડી રાજ્યરિદ્ધિ કે દેવના વિલાસને પણ બળતા ઘી જેવા બતાવી (દાક્યા ઉપર ઘી ચોપડાય છે પણ તે જ ઘી ઊભું કરી શરીરે છાંટે તે ફેલ્લા પાડે તેવા દેવોનાં સુખ પણ દુઃખ છે), તેમાં જે લાલસા રહે છે તેને ત્યાગવાની બુદ્ધિ પ્રગટે તેવા વૈરાગ્યવાળું જીવન જીવી, પોતે આ કાળમાં તે પંથે ચાલી આપણને ભેમિયારૂપ બન્યા છે, તેમનાં પ્રગટ આત્મસ્વરૂપને દર્શાવતાં બળવાન વચને શ્રી આત્મસિદ્ધિ, વીસ દેહરા, અપૂર્વ અવસર આદિમાં તે જયંતીને દિવસ ગાળવા ગ્ય છેજી. કોઈ સાથે મળી આવે તે તેમની સાથે, નહીં તે એકલા પણ તે દિવસે ભક્તિમાં ચિત્ત રહે અને તે પરમ પુરુષને અમાપ ઉપકાર વારંવાર હૃદયમાં કુર્યા કરે તેવી ભાવનામાં તે દિવસ ગાળવા ભલામણ છે. સન્માર્ગ દર્શાવનાર મહાપુરુષના ઉપકારને બદલે કઈ રીતે વળી શકે તેમ નથી. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છેવટે શિષ્ય સદ્ગુરુને ઉપકાર માનતાં જણાવે છે –
મેક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. અહો ! અહા ! શ્રી સદ્દગુરું, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયે, વર્તે ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન
દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન.” – શ્રીમદ્ રાજચંદ્ર તા.ક.: ઉપદેશછાયામાં લખ્યું છે કે (છૂટવાને કામી) તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછો હઠે નહીં. શિથિલ હોય તે સહજ કુલક્ષણ હેય તે મૂકી શકે નહીં. આ વાત પિતાને અર્થે વિચારશે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૨૧
અગાસ, તા. ૧-૧૧-૪૧ તત્ સત્
કાર્તિક સુદ ૧૩, શનિ, ૧૯૯૮ આ જયંતી ઉપર આપ આવી નહીં જ શકે એમ લાગવાથી પત્ર લખ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૮૮૩ વિચારવા વિનંતી છે. “બિના નયન” આદિ વાક્યોને સ્વકલ્પનાએ