SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ બધામૃત સત્સાધનમાં આપ સર્વે મુમુક્ષુ ભાઈબહેને પ્રવર્તતા રહેવા પુરુષાર્થ કર્યા કરે એ જ ભલામણ છે. સર્વ અવસ્થામાં, શુચિ-અશુચિ ગણ્યા વિના, મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ કહેલું છે, માટે આત્માને મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા ગ્ય નથી. પિતાની કલ્પનાએ તે નથી જ વર્તવું એ દઢ નિશ્ચય મુમુક્ષુએ કર્તવ્ય છે. સંશયનાં સ્થાનમાં કઈ મુમુક્ષુની સલાહ લઈ વર્તવાને ભાવ રાખ. કેઈ ન હોય તે પરમકૃપાળુદેવને હદયમાં રાખી તેને આશરે હું છું, તેણે કહેલું મને સંમત છે એમ માની પ્રવર્તવું. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૯ અગાસ, તા. ૧-૧૧-૪૧ વિ. આપને પત્ર મળે. આત્મહિતની જિજ્ઞાસા જાગી છે તે રાણી પડી ન જાય તેમ વર્તવા ભલામણ છેજી. શોધે તેને મળી આવે છે. પૂર્વ પુણ્ય બળવાન હોય તે વગર શોધ્યે સહજ સુસંગે પણ જીવને જાગૃતિ આવે છે, પણ પ્રમાદ જે કઈ શત્રુ નથી. મંદવાડ ભારે હોય તે વિચારવાનને એમ થાય કે જે જીવતાં રહેવાય તે જે આજ સુધી કરવાનું રહી ગયું છે તે હવે વધારે કાળજી રાખીને કરી લેવું; પણ સાજા થતાં તે વૃત્તિ ટકતી નથી. જાણે કદી મંદવાડ આવ્યું જ ન હોય કે શુભ વૃત્તિ ઊગી જ ન હોય તેમ પાછ અનાદિના કુસંગમાં આનંદ માનતે જીવ થઈ જાય છે. તે આત્મઘાતક વૃત્તિ ઉછેદવા હવે તે પુરુષાર્થ ખરેખરો કરવાની જરૂર છે. પૂ... સાથે અહીં આશ્રમમાં આવવાનું બનશે તે જેણે આત્મા પ્રગટ કરી આ જગતના જીવો પ્રત્યે અત્યંત કરુણા આવતાં તેમના ઉદ્ધાર અર્થે જીવન પૂર્ણ થવાના અવસરે કંઈ આજ્ઞા કરી છે તેમાંથી આપને યેાગ્ય રૂબરૂમાં જણાવાશે. હાલ તે “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું? દીનાનાથ દયાળ” એ લીટીથી શરૂ થતા વીસ દોહરા પ્રાર્થનાના છે તે મુખપાઠ કરી જ બોલવાને નિત્યનિયમ રાખવા ભલામણ છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે એમ ગણી અહીં આવતાં પહેલાં બને તેટલા શીખી લેવા ભલામણ છે. જે વાત અહીં આવે કહેવી છે તેમાંની એ પણ છે જ. જેટલે ગોળ નાખે તેના પ્રમાણમાં ગળ્યું થાય છે, તેમ જેટલે હદયને ભાવ આ દેહરામાં રેડાશે તેટલે આત્મા ઊંચે આવે તે એમાં ચમત્કાર છે, તે જેમ જેમ વિશેષ તેનું આરાધન થશે તેમ તેમ સમજાશેજી. હાલ તે મુખપાઠ કરી રોજ ફેરવતા રહેવાને નિયમ રાખશોજી. આ અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા છે તે ઉઠાવતા રહી આનંદમાં રહેતાં શીખો એ ભલામણ સહ પત્ર પૂર્ણ કરું છું. ૩૨૦ અગાસ, તા. ૧-૧૧-૪૧ તત્ ૐ સત કાર્તિક સુદ ૧૩, શનિ, ૧૯૯૮ ધીરજનાં ફળ મીઠાં છે એવી કહેવત છે. એ લક્ષ રાખી જે જે કર્મના ફળરૂપે ભેગવવાનું આવી પડે તે સમતાપૂર્વક સરુમાં લક્ષ રાખી ભેગવી લેવાની શૂરવીરતા શીખી રાખેલી મરણ વખતે કામ લાગે છે'. સમાધિમરણ કરવું હોય તેણે કેટલી બધી તૈયારી કરી રાખી હોય તે તે પ્રસંગને પહોંચી વળાય તેને કંઈક ખ્યાલ, વેદના સહન કરવાના ૧, રાણી પડી જવું =ઓલવાઈ જવું.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy