SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રસુધા ૩૨૫ વિચારે મુખ્ય પણે આવે, છાપાં વાંચવાનો વખત પણ ન મળે. પુરુષનાં વચન સિવાય તેને કઈ રુચે નહીં. જે પુરુષ અનંત કૃપા કરી મેક્ષમાર્ગમાં જ જીવ્યા છે, અને તેને ઉપદેશ કર્યો છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનાં વચનનું પાન કરતાં તે થાકે નહીં. રાતદિવસ તે જ લત લાગે અને તેમાં એને એટલે આનંદ આવે કે ધનના ઢગલા કમાવાના છેડી તે તેને સાથે જ જીવે. એ રસ લગાડે આપણા હાથની વાત છે. ઘણી વખત શ્રીમદ્ પરમકૃપાળુદેવનાં વચન વાંચવામાં જે ગાળશો તો તે તરૂપ નીવડશે, અને શું કરવું તે આપઆપ સદ્ગુરુની કૃપાએ સૂઝી આવશે. શબ્દો લખવા કરતાં તે શબ્દોથી થતા ભાવે આપણામાં છે કે નહીં, તેના વિચાર ઊંડા ઊતરી કરતાં રહેવા ભલામણ છે'. સાચા થવું જ છે એ ભૂલવા ગ્ય નથી. ૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૧૮ અગાસ, તા. ૨૯-૧૦-૪૧ તત સત્ કાર્તિક સુદ ૧૦, ૧૯૯૮ “ઉપાર્જિત કર્મની સ્થિતિને સમપરિણામે, અદીનપણે, અવ્યાકુળપણે વેદવી એ જ જ્ઞાની પુરુષને માર્ગ છે, અને તે જ ભજવે છે, એમ સ્મૃતિ થઈ સ્થિરતા રહેતી આવી છે એટલે આકુળાદિ ભાવની થતી વિશેષ મુઝવણ સમાપ્ત થતી હતી.” (૪૬૫) વિ. મનમાં કોઈ પણ પ્રકારનો બોજો ન રહે તેવી સમજણ રાખી વર્તવા ગ્ય છેજી. ઈરછાથી જ ચિત્ત વ્યાકુળ રહે છે. અનાદિ વાસનાને કારણે ઈરછાનું થાણું ચિત્તમાંથી ઊઠતું નથી. ક્યા ઈચ્છત? ખેવત સબે, હૈ ઈચ્છા દુઃખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.”–શ્રીમદ્ રાજચંદ્ર વધારે વિચાર આ વિષે કરીને આપ બનેને એ ઈચ્છા અને વાસનાથી છૂટા થવા અર્થે વિશેષ પ્રકારે સત્સાધનમાં ચિત્તને વારંવાર રોકવું ઘટે છેજ. નવરું ચિત્ત હોય તે તે અનાદિના ઢાળમાં વહ્યું જાય છે માટે સદ્ગુરુની આજ્ઞામાં પ્રવર્તાવવા વિશેષ જાગૃતિ રાખી ઘડીએ ઘડીએ તેના ઉપર તપાસવાનું કામ કરતા રહેવું જેથી બીજે ફરતું હોય તે પકડાઈ જાય કે સત્સાધનમાં તેને પાછું જેડી દેવું. આમ પુરુષાર્થ કર્યા વિના માત્ર માની લઈએ કે આપણે સમજ્યા છીએ તેથી કંઈ આત્મકલ્યાણ થતું નથી અને ચિત્ત વ્યાકુળ રહ્યા કરે છે. માટે સત્સાધન આ ભવમાં અપૂર્વ પુણ્ય મળ્યું છે તેને જેટલું બને તેટલે વિશેષ લાભ લઈ લે એ અત્યારની આપણી ભૂમિકા પુરુષાર્થ છે, તે કરીશું, તેમાં અપ્રમાદી રહીશું તે તેથી આગળ વધી, શું કરવા યોગ્ય છે તે સમજાઈ રહેશે. સમતા એ અપૂર્વ વસ્તુ છે, તે જ્ઞાનીના ઘરની વાત છે પણ આપણને તે સમર્થ પુરુષનું શરણું મળ્યું છે તે ચકવતીની દાસી પણ તેની રસેઈનાં અબડાં (વાસણે ચોંટી રહેલી ખીર વગેરે) ખાઈને એટલી પુષ્ટ થાય છે કે ચપટીમાં હીરો દબાવીને ચૂરો કરી નાખે છે, તેમ તેને (શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને) આશરે રહેવાથી, તેનાં વચનનું સેવન કરતા રહેવાથી, તેણે કરેલી આત્મભાવનાની ભાવના કરતા રહેવાથી જરૂર આ જીવ પણ તે જ મોક્ષમાર્ગમાં પ્રગતિ કરશે. માટે ગભરાયા વિના
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy