________________
૩ર૪
બેધામૃત છૂટ્યો. હવે આપણે કાળ આવી પહોંચે ત્યાં સુધીમાં આપણે કેમ જીવવું તે નક્કી કરવાનું આપણું હાથની વાત છે. એકાએક ચેતવણી આપીને ચાલ્યા જાય તેવું તેનું જીવન સર્વને ચેતવણીરૂપ છે. પ્રત્યક્ષ સમજાય તેવું છે કે બાપ કરે તે બાપની સાથે, પુત્ર કરે તે પુત્રની સાથે, મા કરે તે માની સાથે, સ્ત્રી કરે તે સ્ત્રીની સાથે અને પતિ કરે તે પતિની સાથે જાય છે. કેઈ કઈને કંઈ પણ આપી શકે કે લઈ શકે તેમ નથી. માત્ર કલ્પનાથી મેં આને ઉછેર્યો કે એણે મને આ લાભ કર્યો એમ માનીએ છીએ. પિતે જ પિતાનો મિત્ર કે પિતે જ પિતાને શત્રુ છે એમ વિચારી, હવેથી આ આત્માને જન્મજરામરણરૂપ કસાઈખાનામાંથી છોડાવવા જરૂર પ્રયત્ન કરી પિતે પિતાનો મિત્ર બનવું છે એ દઢ નિશ્ચય કરી, સદ્દગુરુ આજ્ઞામાં પળે પળે વર્તાય તેમ કરવું, એ જ અત્યારે બની શકે તેમ છે જ. બીજાને સંભારી શેક કરવાથી નથી બીજાનું ભલું થવાનું કે નથી પિતાનું ભલું થવાનું, પણ ભક્તિમાં ચિત્ત વિશેષ બળ કરીને રાખીશું તે પિતાના આત્માને આશ્વાસન અને કલેશરહિતપણું પ્રાપ્ત થશે, અને અન્યને પણ શાંતિનું કારણ બનશે. તે વિચારી ત્યાંના સર્વે મુમુક્ષુવર્ગે મળી વધારે વખત ભક્તિમાં ગળાય તેમ કરશે.
શાંતિઃ
૩૧૬
અગાસ, તા. ૨૧-૧૦-૪૧ તત ૩ સત્
કાર્તિક સુદ ૧, મંગળ, ૧૯૯૮ વિ. આપને પત્ર મળે. પરમકૃપાળુદેવની કૃપાએ જીવવું છે એ જ ભાવ કર્તવ્ય છેજી. કોઈને દુઃખરૂપ ન થવાય તે ભાવના ભૂલવા ગ્ય નથી, પણ કષાયરહિત થયા વિના તેમ બનવું અસંભવિત જણાય છે. તેથી હાલ તે જેથી કલ્યાણની વૃદ્ધિ થાય તેમ વર્તવું યેગ્ય છે. સદ્ગુરુની ભક્તિ અને મુમુક્ષુપણું વધે તેમ વર્તવા ભલામણ છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૧૭
અગાસ, કાર્તિક સુદ ૩, ૧૯૯૮ સંસાર-આસક્તિ ઓછી થવાનો ક્રમ અંગીકાર કરશે. તે સમાધિમરણની તૈયારીરૂપ જી. પવિત્રાત્મા પૂ.એક અસહાય પરાધીન બાળા છતાં સંસારથી છૂટવા કેટલે બધે પુરુષાર્થ અનેક મુશ્કેલીઓમાં કરે છે ! છતાં આપણે સ્વતંત્રપણે બીજી ઉપાધિઓ સંકેચી શકીએ તેમ છીએ, છતાં વધાર્યા જઈએ છીએ; તે ઉપર ઉપરથી છૂટવું છે, છૂટવું છે એમ કહેવું છે કે ખરેખર છૂટવું જ છે એમ લાગ્યું છે? જે લાગ્યું હોય તે તે પવિત્ર બહેનનું દષ્ટાંત લઈને પણ જેમ બને તેમ બીજા વિકલ્પ ઓછા થાય તે કોઈ કમ શેધી તે પ્રકારે નિશ્ચિત થઈ જવાને યથાર્થ માર્ગ આરાધો અને આ માયાજાળમાં આગળ ને આગળ વધતા ન જવું. એક ધ્યેય નિશ્ચય કરી તેને અનુસરવાનો નિશ્ચય કરી દે એટલે વહેલેમોડે તે અમલમાં મુકાય. એમ કર્યા વિના માત્ર ઘર બળતું દેખી કોઈ ગભરાઈ જાય ને છૂટવાને માર્ગ ન લે તે તે બૂમ પાડતે પાડતે અંદર બળી મરે. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આ લેક ત્રિવિધ તાપથી બળતે છે, તે તાપ જે સમજાતો હોય તે મરણ આજે આ કે લા વર્ષે આવો પણ મારે તે મેક્ષને માર્ગ નકકી કરી તે રસ્તે ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં જરૂર જવું જ છે, એટલે નિશ્ચય એક વાર થઈ જાય તે પછી તેને તેના જ