SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ બેધામૃત ૩૪ અગાસ, તા. ૧૭-૧૧-૪૧ આપને ક્ષમાપનાપત્ર પ્રાપ્ત થયો છેજ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસે એક દિગંબર બ્રહ્મચારી શ્રી શીતલપ્રસાદજી આવતા. તેમણે એક વખતે પૂ. પ્રભુશ્રીજીને પ્રશ્ન કરેલ કે વિષય-કષાય, રાગદ્વેષ દૂર કેમ થાય? તેના ઉત્તરમાં તેઓશ્રીએ જણાવેલું કે જેનામાં તે દોષ નથી, ત્યાં વૃત્તિ જવાથી, ટકવાથી તે દોષ દૂર થાય છે. આ ઉત્તરને વારંવાર વિચારવા વિનંતી છે. ૩૨૫ અગાસ, તા. ૧૮-૧૧-૪૧, મંગળ જે સદ્દગુરુ-સ્વરૂપના રાગી, તેને કહિયે ખરા વૈરાગી, જે સદ્ગુરુ સ્વરૂપને ભેગી, તેને જાણે સાચા યેગી. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ” એમ કોઈ અપેક્ષાએ વિચારવા કૃપાળુદેવે કહેલું છે. સત્સાધનમાં પ્રવર્તાવાનું આપણું કામ છે, તેનું ફળ જે થવા યોગ્ય હશે તે જરૂર થશે, એવી શ્રદ્ધા રાખી મૂંઝાયા વિના પ્રવર્તવું. કામના કે પરીક્ષાના ન જોઈતા વિચારમાં મૂંઝાવું નહીં. સાંજે સૂતી વખતે એમ થાય કે આપણે આપણુથી બને તેટલું વ્યવહારપરમાર્થ સંબંધી કરી છૂટયા છીએ એવો સંતેષ રહે તેમ પ્રવર્તવા ભલામણ છે. ધીરજ એ મોટો ગુણ છે. “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર” ઉપર સસલા અને કાચબાની વાત વાંચી હશે. ધીરે ધીરે પણ મક્કમપણે જે કરવા ગ્ય છે અને જે કામ હાથમાં લીધું છે, તેમાં બનતી કાળજી રાખવી ઘટે છે. ફળ કેમ નથી દેખાતું? એમ જેને ઉતાવળ થાય છે તેનામાં સંશય, નાહિંમત, ગભરામણ આદિ અનેક દોષે જન્મે છે. માટે દોષે જણાય તે લક્ષમાં રાખવા. એકદમ ઉતાવળ કર્યું તે આપણી ઉતાવળે જવાના નથી. તે દૂર થાય તેટલું બળ જમા કરી તેની સામે થયે તે તુર્ત દૂર થાય છે. માટે પુરુષાથી બન્યા રહેવું. લાગ જેતા રહેવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૬ અગાસ, તા. ૧૯-૧૧-૪૧ તત ૩ સત્ માગશર સુદ ૧, ૧૯૯૮ ઈષત્ પ્રાગ્લાર = સિદ્ધશિલા. ઊર્ધ્વલેક સાત રજજુપ્રમાણુથી કંઈક ન્યૂન છે અને અલેક સાત રજજુપ્રમાણથી કંઈક અધિક છે. આખા લેકનું મધ્યબિંદુ, મેરુપર્વત હજાર જન જમીનમાં છે ત્યાં છે. તેથી આ પૃથ્વીની સપાટીથી લેકાંત સુધીનું માપ કાઢે તે પૂરા સાત રજજુનું માપ થતું નથી. આટલે ખુલાસે હાલ આપના પ્રશ્નને પૂરત છે. વિચાર કરવાથી સમજાય તેમ છે. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૩૨૭. તા. ૧૨-૧૨-૪૧ તત છે સત્ માગશર વદ ૯, ૧૯૯૮ જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ” આ અપેક્ષિત વાકય બહુ વિચારવાયેગ્ય છે. આંધળી દોડ સ્વચ્છેદે કર્યો ધર્મ પ્રગટે નહીં, પરંતુ “બાપ ધમો, બાબા તો આ શ્રી આચારાંગમાં પાઠ છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે ધર્મ અને આજ્ઞાનું આરાધન
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy